સુશ્રી સાઈના નેહવાલ
સુશ્રી સાઈના નેહવાલ
→ સુશ્રી સાઈના નેહવાલ ભારતના પ્રસિદ્ધ બેડમિન્ટન ખેલાડી છે.
→ જન્મ 17 માર્ચ 1990ના રોજ હરિયાણાના હિસ્સારમાં થયો હતો.
→ 2005મા 15 વર્ષની ઉંમરે તેમણે નવી દિલ્હીમાં એશિયન સેટેલાઈટ ટુર્નામેન્ટ જીતી હતી.
→ વર્ષ 2008માં જુનિયર વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવી હતી. તેઓ વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય બન્યા હતા.
→ ઓલિમ્પિક (બેઇજિંગ 2008)માં સિંગલ્સ બેડમિન્ટનમાં ક્વાર્ટર ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી.
→ 2009મા તે ઈન્ડોનેશિયા ઓપન જીતીને BWF સુપર સિરીઝ ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય બની હતી.
→ 2012માં લંડન ઓલિમ્પિક ગેમ્સમાં મહિલા સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
→ તેમણે કોમનવેલ્થ ગેમ્સ 2010માં મહિલા સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
→ 2018માં ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થમાં મહિલા સિંગલ્સ અને મિશ્ર ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો.
→ 2015મા તેમણે સિંગલ્સ બેડમિન્ટન રેન્કિંગમાં વિશ્વ નંબર વન બનીને ઈતિહાસ રચ્યો હતો.
સાયના નેહવાલને મળેલા પુરસ્કારો
| ક્રમ | એવોર્ડ | વર્ષ ટ |
| 1 | અર્જુન પુરસ્કાર | 2009 |
| 2 | પદ્મશ્રી | 2010 |
| 3 | મેજર ધ્યાનચંદ ખેલ રત્ન | 2009-2010 |
| 4 | પદ્મ ભૂષણ | 2016 |
સુશ્રી સાયના નેહવાલે જીતેલા મેડલો (મહત્ત્વના)
| ક્રમ | રમતો, વર્ષ સ્થળ | મેડલ | ઈવેન્ટ |
| 1 | લંડન ઓલિમ્પિક ગેમ્સ, 2012 | બ્રોન્ઝ | વિમેન્સ સિંગલ્સ |
| 2 | વર્લ્ડ ચેમ્પિયનશિપ-2015, જકાર્તા | સિલ્વર | વિમેન્સ સિંગલ્સ |
| 3 | વર્લ્ડ ચેમ્પિયનશિપ-2017, ગ્લાસગો | બ્રોન્ઝ | વિમેન્સ સિંગલ્સ |
| 4 | કોમનવેલ્થ ગેમ્સ-2010, નવી દિલ્હી | ગોલ્ડ | વિમેન્સ સિંગલ્સ |
| 5 | કોમનવેલ્થ ગેમ્સ-2018, ગોલ્ડ કોસ્ટ | ગોલ્ડ | વિમેન્સ સિંગલ્સ |
| 6 | કોમનવેલ્થ ગેમ્સ-2018, ગોલ્ડ કોસ્ટ | ગોલ્ડ | મિશ્ર ટીમ |
| 7 | કોમનવેલ્થ ગેમ્સ-2010, નવી દિલ્હી | સિલ્વર | મિશ્ર ટીમ |
| 8 | કોમનવેલ્થ ગેમ્સ-2006, મેલબોર્ન | બ્રોન્ઝ | મિશ્ર ટીમ |
| 9 | 2014 ઈન્ચેઓન, એશિયન્સ ગેમ્સ | બ્રોન્ઝ | વિમેન્સ ટીમ |
| 10 | એશિયન ચેમ્પિયનશિપ, 2010, 2016, 2018 | બ્રોન્ઝ | વિમેન્સ સિંગલ્સ |
| 11 | વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ્સ, 2008, પુણે | ગોલ્ડ | ગર્લ્સ સિંગલ્સ |
| 12 | કોમનવેલ્થ યુથ ગેમ્સ, 2008, પુણે | ગોલ્ડ | ગર્લ્સ સિંગલ્સ |
0 Comments