→ જન્મ : 11 સપ્ટેમ્બર, 1940, (જૂનાગઢ(હાલના ગીર સોમનાથ)
→ અવસાન : 26 એપ્રિલ, 2021
→ મૂળ નામ: દાદુદાન પ્રતાપદાન ગઢવી
→ માતા : કરણીબા ગઢવી
→ પિતા : પ્રતાપદાન ગઢવી
→ ચારણી સાહિત્યકાર કવિ દાદ
→ તેમના પિતા જૂનાગઢના નવાબી હકૂમતમાં રાજ કવિ હતાં એટલે નવાબે તેમને વેરાવળનું ઇશ્વરીયા અને સાપર ગામ આપ્યાં હતા.
→ કવિ દાદે માત્ર ચાર ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો.
→ ખેતીકામ કરતા વારસામાં મળેલા સંસ્કારોને ઉજાગર કરી કવિ દાદે સોરઠી ચારણી સાહિત્યને જીવંત રાખવાનો પ્રયત્ન કર્યો હતો.
→ તેઓ કવિ હોવાની સાથે લેખક, ગાયક અને સ્પષ્ટ વકતા પણ હતા.
→ તેમણે 14 વર્ષની વયે કવિતા રચવાનું શરૂ કર્યુ હતું. તેમણે સાહિત્ય ક્ષેત્રે ફિલ્મગીત, ભજન, દુહા, છંદ અને કવિતા વગેરેનું સર્જન કર્યુ છે.
→ તેમણે 15 કરતા વધુ ગુજરાતી ફિલ્મો માટે ગીતો પણ લખ્યા હતા. જેમાં સંપૂર્ણ રામાયણ, રા'નવઘણ, લાખા લોયણ, ભગત ગોરા કુંભાર જેવી પ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મોનો સમાવેશ થાય છે.
→ તેમના દ્વારા લખાયેલ ગીતો જેવા કે વર્ષ 1975માં બનેલી શેતલને કાંઠે ફિલ્મનું કન્યા વિદાયનું ગીત કાળજા કેરો કટકો, ગાંઠથી છૂટી ગયો અને શેઠ શગાળથા ફિલ્મનું ગીત ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું એ આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ગીતને પ્રાણલાલ વ્યાસે કંઠ આપ્યો છે.
→ પ્રખ્યાત ભજનિક નારાયણ સ્વામીએ ગાયેલું કૈલાસ કે નિવાસી નમુ બાર બાર હું.. પણ કવિ દાદે જ રચેલું સુપ્રસિદ્ધ ભજન છે.
→ સાહિત્યકાર હરીન્દ્ર દવે એ કવિ દાદ માટે લખેલું કે કવિ કાગ પછી કવિ દાદ ચારણી પરંપરાને આગળ વધારનાર અને ઉજાળનાર કવિ છે.
→ વર્ષ 1971માં પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધ વખતે કવિ દાદે બંગાળ બાવની (52 રચના) નામના પુસ્તકની રચના કરી હતી.
→ હિરણ હલકારી જોબનવાળી નદી રૂપાળી નખરાળી, જાત કમાણી કરીને ખાય એ સિંહની જાત અને મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે વગેરે ગીતો પણ કવિ દાદે લખ્યા હતા.
→ ટેરવાં તેમનો લોકપ્રિય ગ્રંથ છે. જે 8 ભાગમાં પ્રકાશિત થયો છે.
→ કવિ દાદ બાપુએ હેમુ ગઢવી સાથે અનેક પ્રોગ્રામો કર્યા હતાં.
→ તેમને ભારત સરકાર દ્વારા 26 જાન્યુઆરી, 2021ના રોજ પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
→ આ ઉપરાંત તેમને ગુજરાત ગૌરવ પુરસ્કાર, કવિદુલા ભાયા કાગ, હેમુ ગઢવી અને ઝવેરચંદ મેઘાણી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
0 Comments