ગિજુભાઇ વ્યાસ | Gijjubhai Vyas

ગિજુભાઇ વ્યાસ
ગિજુભાઇ વ્યાસ

→ શબ્દલોકના શહેનશાહ ગિજુભાઇ

→ જન્મ : 23 એપ્રિલ, 1922 (દીવ)

→ અવસાન : 6 માર્ચ, 2002


→ સ્પોકન વર્ડના બેતાજ બાદશાહ અને શબ્દલોકના શહેનશાહ તરીકે જાણીતા

→ તેમનો ધીરગંભીર અવાજ, કૂનેહ, ઝીણી સમજદારી અને સમભાવપૂર્ણ વર્તન - એ ગુજરાતી બ્રૉડકાસ્ટિંગની મહામૂળી મૂડી હતો.

→ તેમણે પ્રાથમિક શિક્ષણ મુંબઈની વિવિધ શાળાઓ લઈ ત્યારબાદ મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે સ્નાતકની પદવી મેળવી હતી.


રેડિયો બ્રોડકાસ્ટિંગ ક્ષેત્રે ભૂમિકા

→ તેમણે મુંબઈ ખાતે ગુજરાતી અખબાર માતૃભૂમિમાં પત્રકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાં તંત્રી સાથે ઝગડો થતાં નોકરી છોડી રેડિયો સ્ટેશન ગયા હતા, ત્યાં તેમની મુલાકાત ચંદ્રવંદન મહેતા સાથે થઈ હતી.

→ તેમણે રેડિયો સ્ટેશનમાં નોકરી સ્વીકારી અને ચંદ્રવંદન મહેતાના નાટક મહાકાલ રાત્રિમાં ભાગ લીધો હતો. તેમને વળતર તરીકે 5 રૂપિયા મળ્યા હતા. ત્યારબાદ તેમને શામળદાસ ગાંધીના વંદે માતરમ દૈનિકમાં નોકરી કરી હતી .

→ તેઓ વર્ષ 1943માં ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશન મુંબઈ ખાતે ટ્રાન્સમિશન જ એક્ઝિક્યુટિવ તરીકે પસંદગી પામ્યા હતા.

→ 30 જાન્યુઆરી, 1948 ના રોજ ગાંધીજીની હત્યાના સમાચાર દિલ્હીના રેડિયો સ્ટેશનથી પહેલા મુંબઇના રેડિયો સ્ટેશનથી પ્રસારિત કર્યા હતા તેમજ તે અંગે સતત 10 કલાક કોમેન્ટરી કરી હતી હતી.

→ તેમણે વર્ષ 1971માં થયેલ ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયમાં પ્રાસંગિક કોમેન્ટરી કરી પ્રશંસાપાત્ર બન્યાં હતાં.

→ ઑલ ઇન્ડિયા રેડિયો - આકાશવાણીમાં ટ્રાન્સમિશન એક્ઝિક્યુટિવના પદે જોડાઈ, ડેપ્યુટી ડિરેક્ટર જનરલ-આકાશવાણી, ડેપ્યુટી ડિરેક્ટર જનરલ-દૂરદર્શન અને અંતે વર્ષ 1979માં ડિરેક્ટર જનરલ-દૂરદર્શનનો સર્વોચ્ચ હોદો (DGDD) પ્રાપ્ત કરી, વર્ષ 1980માં એ પદેથી સેવા નિવૃત્ત થયા હતા.

→ આ સેવાકાળ દરમિયાન તેમણે મુંબઈ, પટણા, રાજકોટ, અમદાવાદ-વડોદરા, ભુજ તથા જાલંધરનાં આકાશવાણી-કેન્દ્રોના નિયામક તરીકે તેમજ વિવિધ ભારતી અને આકાશવાણીની વાણિજ્ય વિભાગના નિયામક તરીકે ફરજ નિભાવી હતી.

→ તેમણે વર્ષ 1974માં ટોકિયોમાં એશિયા-પૅસિફિક બ્રૉડકાસ્ટિંગ યુનિયનના દસમા વાર્ષિક અધિવેશનમાં ભારતના પ્રતિનિધિ તરીકે તેમણે ભાગ લીધો હતો.

→ તેમને સૌથી નોંધપાત્ર કૃતિ ગ્લિમ્સિઝ ઑફ ગુજરાત (1964) અને લાલી ઍન્ડ લાયન (1964); ને અંગ્રેજી રૂપકો માટેનું સર્વોત્તમ આંતરરાષ્ટ્રીય પારિતોષિક -ઇટાલિયન પ્રાઇઝ એનાયત થયું હતું.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments