→ જન્મ : 3 જૂન, 1929 (ચિખોદ્રા ગામ, સંખેડા, છોટાઉદેપુર)
→ પિતા : જીવાભાઇ
→ માતા : રેવાબહેન
→ પૂરું નામ : ચીમનભાઈ જીવાભાઇ પટેલ
→ અવસાન : 17 ફેબ્રુઆરી, 1994 (અમદાવાદ)
→ સમાધિ : નર્મદા ઘાટ
→ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, સ્વપ્નદ્રષ્ટા નેતા અને આધુનિક ઔધોગિક ગુજરાતના નિર્માતા ચીમનભાઈ પટેલ
→ શ્રી ચીમનભાઈ પટેલ ના જીવનસાથી નું નામ ઉર્મીલાબેન પટેલ; તથા તેમના સંતાન ના નામ સિદ્ધાર્થ પટેલ, સુહ્રુદ પટેલ, સુજાતા પટેલ.
→ તેઓ વર્ષ 1950માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)માં વિધાર્થી સંગઠનના પ્રમુખ તરીકે ચૂંટાયા હતાં તેમજ આ જ યુનિવર્સિટીમાંથી તેમણે અર્થશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતકની ડિગ્રી પણ પ્રાપ્ત કરી હતી.
→ તેઓ ગુજરાત વિધાર્થી કોંગ્રેસના મંત્રી હતા તેમજ વર્ષ 1954 થી 1967 સુધી ગુજરાત કોંગ્રેસના મહામંત્રી પદે રહ્યા હતાં.
→ તેઓ વર્ષ 1967માં સંખેડા વિધાનસભા ક્ષેત્રમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતાં તેમજ હિતેન્દ્રભાઇ દેસાઇના મંત્રીમંડળમાં પણ જોડાયા હતાં.
→ તેમણે જનતા દળ ગુજરાત પક્ષની પણ સ્થાપના કરી હતી.
ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ
→ ચીમનભાઈ પટેલ જુલાઇ, 1973માં સૌથી નાની વયે ગુજરાતના પાંચમાં મુખ્યમંત્રી બન્યા હતાં. ત્યારબાદ તેઓ માર્ચ 1990 થી ફેબ્રુઆરી 1994ના સમય માટે બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.
→ તેમણે નયા ગુજરાત સ્લોગન પ્રચલિત કર્યું હતું.
→ તેમણે મુખ્યમંત્રી તરીકેના પોતાના પ્રથમ સમયગાળામાં સરદાર સરોવર બંધ (નર્મદા બંધ) પરીયોજનાની પરીકલ્પના કરી હતી.
→ તેમણે પોતાના મુખ્યમંત્રી તરીકેના બીજા સમયગાળામાં નર્મદા બંધના બાંધકામમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો તેમજ નર્મદા બંધને ગુજરાતની જીવાદોરી સમાન ગણાવી હતી.
→ વર્ષ 1991માં નર્મદા બચાવો આંદોલનના પગલે રચાયેલી મોર્સ સમિતિના અસંતોષથી વિશ્વ બેંકની સહાય બંધ થઇ જતા તેમણે નર્મદા બોન્ડની જાહેરાત કરી હતી.
→ તેઓ નર્મદા યોજના માટે પ્રગતિશીલ હોવાથી છોટે સરદાર તરીકે ઓળખાય છે.
→ તેઓ પ્રથમ મુખ્યમંત્રી હતા જેમણે ગુજરાત ઔધોગિકીકરણની મહાયોજનાના ભાગરૂપે ખાનગી ક્ષેત્રો મારફતે ગુજરાતના બંદરો, રિફાઇનરીઓ અને વીજઉત્પાદન મથકોનો વિકાસ કરાવ્યો હતો.
→ તેઓ સમગ્ર ભારતના પ્રથમ મુખ્યમંત્રી હતા જેમણે ગૌવધ અને મહત્વના જૈન તહેવાર પર્યુષણના 10 દિવસો દરમિયાન દરેક પ્રકારના પ્રાણીઓના વધ અને માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો હતો, જે ૩ ઓક્ટોબર, 1993થી અમલમાં હતો.
→ તેમણે મંડલ પંચની ભલામણોને આધારે ગુજરાતમાં અનામતમાં વધારો કર્યો હતો.
→ તેઓ મુખ્યમંત્રીના ચાલુ કાર્યકાળ દરમિયાન નિધન પામનાર બળવંત મેહતા પછી બીજા મુખ્યમંત્રી હતા.
નવનિર્માણ આંદોલન
→ તેમના પ્રથમ વખતના મુખ્યમંત્રીના કાર્યકાળમાં દરમિયાન અન્નની અછતના કારણે અનાજના ભાવમાં અસહ્ય વધારો થતા રોટી રમખાણ અને નવનિર્માણ આંદોલન થયું હતું.
→ પૂરુષોત્તમ માવળંકરે નવનિર્માણ શબ્દ આપ્યો હતો.
→ કેન્દ્ર સરકારે અન્નની અછતને પહોંચી વળવા પૂરતી મદદ નહીં કરતાં 25 જાન્યુઆરી, 1974ના રોજ વિધાર્થીઓએ વિરોધ કરતા મોરબીથી નવનિર્માણ આંદોલનની શરૂઆત થઈ હતી.
→ આ આંદોલનમાં પુરુષોત્તમ માવળંકરે 'એક ધક્કા ઔર દો,ચીમન સરકાર ફેક દો'નું સૂત્ર આપ્યું હતું.
→ આંદોલનમાં ઉગ્ર વિરોધ થતાં ઇન્દિરા ગાંધીએ ચીમનભાઈ પટેલને રાજીનામું આપવા જણાવ્યુ. અંતે 9 ફેબ્રુઆરી, 1974ના રોજ ચીમનભાઈ પટેલે રાજીનામું આપ્યું અને ગુજરાતમાં બીજી વખત રાષ્ટ્રપતિ શાસન (ગુજરાતમાં સૌથી લાંબુ રાષ્ટ્રપતિ શાસન) લાગુ પડયું. એ સમયે ગુજરાતના રાજ્યપાલ કે. કે. વિશ્રનાથન હતા.
→ ચૂંટણી પંચે મે, 1975માં બે તબક્કામાં ગુજરાતની ચૂંટણીની જાહેરાત કરી. બધા વિપક્ષો એક સાથે થયા અને જનતા મોરચો બનાવ્યો.
→ ચીમનભાઈ પટેલે કિસાન મજદૂર લોકપક્ષ (કિમલોપ) નામે નવા રાજકીય પક્ષની રચના કરી હતી. અંતે 8 જૂન, 1975ના રોજ ગુજરાતમાં ચૂંટણી યોજતા આંદોલનનો અંત આવ્યો.
→ સ્વતંત્ર ભારતનું આ એકમાત્ર પ્રજાકીય આંદોલન હતું જેને લીધે કોઈ રાજ્યની સરકારે રાજીનામું આપવું પડ્યું હતું.
→ મુંબઇ ધારાસભામાં તેઓ સૌથી નાની વયના ધારાસભ્ય હોવાના કારણે બેબી મેમ્બર ઓફ ધી હાઉસ તરીકે ઓળખાતા.
→ ચીમનભાઈ પટેલ આધારિત સૂર્યપુત્ર પુસ્તક લખવામાં આવ્યું છે.
0 Comments