→ જન્મ : 19 જુલાઇ, 1942 (જામ ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા)
→ ઉપનામ : મધુરાય
→ પરું નામ : મધુસૂદન વલ્લભદાસ ઠાકર
→ મધુરાયના ઉપનામથી જાણીતા વાર્તાકાર, નવલકથાકાર અને નાટ્યકાર
→ તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જામ ખંભાળિયામાં લીધું હતું, ત્યારબાદ કલકત્તા યુનિવર્સિટીની સ્કોટિશ ચર્ચ કોલેજમાંથી જનરલ વિષયો સાથે બી.એની ડિગ્રી મેળવી હતી.
→ તેમનો વર્ષ 1964માં પ્રથમ વાર્તાસંગ્રહ બાંશી નામની એક છોકરી પ્રકાશિત થયો હતો. જેમાં આધુનિક વાર્તાના સશક્ત મંડાણ જોઈ શકાય છે.
→ તેઓ વર્ષ 1960થી 1970ના દાયકામાં ચાંદની વાર્તા માસિકમાં વાર્તાઓ લખી છે.
→ તેઓ વર્ષ 1967માં અમદાવાદની નવનીતલાલા એન્ડ કંપનીમાં જાહેરખબર-લેખનનાં કાર્યમાં જોડાયા હતા.
→ તેઓ વર્ષ 1970માં ઇસ્ટ વેસ્ટ સેન્ટર તરફથી સાંસ્કૃતિક આદાન-પ્રદાન આયોજન માટે રંગમંચ અને દિગ્દર્શનની તાલીમાર્થે અમેરિકા ગયા અને વર્ષ 1972માં ભારત પરત કર્યાં હતાં.
→ તેમણે વર્ષ 1972માં રૂપકથા નામનો વાર્તાસંગ્રહ પ્રકાશિત કર્યો હતો જેમાં વાર્તાઓ ઉપરાંત આઠ જેટલા હાર્મોનિકાનો પ્રથમ પ્રયોગ કર્યો હતો. આમ તેમણે ગધના ઉન્મેષને દાખવતો હાર્મોનિકા નામનો નવો કથન પ્રકાર વિકસાવ્યો હતો જેમાં પ્રખ્યાત હરિયાનું પાત્ર આવેલું છે.
→ તેઓ વર્ષ 1974 ફરી અમેરિકા ગયા અને સર્જનાત્મક સાહિત્ય લેખન વિષયમાં એમ.એ ની ડિગ્રી મેળવી હતી.
→ તેમની ત્રણ કૃતિઓનો ગુજરાતીમાં અનુવાદ થયો છે : ધ સ્કાર્લેટ લેટર, હેવન નોઝ, શ્રી એલિસન
→ તેમણે અમદાવાદ ખાતે આકંઠ સાબરમતી નાટ્ય સંસ્થાની સ્થાપના કરી હતી. તેમની કૃતિ આકંઠમાં ત્રેવીસ પ્રયોગશીલ અભિનય અખતરારૂપ નાટકોનું ચયન-સંપાદન છે.
→ તેઓ વર્ષ 2008માં ગુજરાતી દિવ્ય ભાસ્કરમાં નીલે ગગન કે તલે શીર્ષક હેઠળ કોલમ લખતાં હતા. આ ઉપરાંત ન્યુયોર્ક સિટીથી પ્રકાશિત ગુજરાતી ટાઈમ્સનું સંપાદન પણ કર્યું હતું.
→ તેમને વર્ષ 1999માં રણજિતરામ સુવર્ણચંદ્રક, પ્રમાનંદ પુરસ્કાર અને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો.
→ તેમણે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્ય ગૌરવ પુરસ્કાર – 2020 પ્રાપ્ત થયો
સાહિત્ય સર્જન
→ નાટક : સંતુ રંગીલી (બનાર્ડ શોના પિગ્મેલિ યન નાટકનું રૂપાંતર, કોઇ એક ફૂલનું નામ બોલો તો, કુમારની અગાસી, આપણે કલબમાં મળ્યા હતાં, ખેલંદો (રૂપાંતર), શરત (ફ્રેડરિક ડૂરેન માત્તના ધ વિઝિટ નાટકનું રૂપાંતર)
0 Comments