જયંત વિષ્ણુ નારલીકર | Jayant Vishnu Narlikar

જયંત વિષ્ણુ નારલીકર
જયંત વિષ્ણુ નારલીકર

→ જન્મ : 19 જુલાઇ, 1938 (મહારાષ્ટ્રના કોલ્હાપુર)

→ પિતાનું નામ : વિષ્ણુ વાસુદેવ નારલીકર

→ માતાનું નામ : સુમતિ નારલીકર

→ પૂરું નામ : જયંત વિષ્ણુ નારલીકર

→ પ્રખ્યાત નક્ષત્રશાસ્ત્રી, ભૌતિકશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી અને વિજ્ઞાન ક્ષેત્રે દેશનું નામ રોશન કરનાર વૈજ્ઞાનિક


→ તેમના પિતા બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)ના ગણિત વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષ હતા.

→ તેઓ વર્ષ 1957માં બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)માં B.Sc થઇ ઉચ્ચ અભ્યાસ માટે કેમ્બ્રિજ યુનિવર્સિટી ગયા હતા.

વૈજ્ઞાનિક ક્ષેત્રે યોગદાન

→ તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા ત્યાં તેમની મુલાકાત બ્રહ્માંડની ઉત્પત્તિ માટે પ્રખ્યાત સ્ટેડી-સ્ટેટ થીયરીના સર્જક સર ફ્રેડ હોયલ સાથે મળીને કોસ્મોલોજી અને એસ્ટ્રોફિઝિક્સ થીયરી ઉપર સંશોધન કરી નવો સિદ્ધાંત આપ્યો હતો. જે આગળ જતા હોયલ નારલીકર સિદ્ધાંત તરીકે જાણીતો થયો.

→ તેમણે ન્યૂટનના ગુરુત્વાકર્ષણબળ અને આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત અંગે સંશોધન કર્યું હતું.


પુરસ્કારો

→ વર્ષ 1962 - સ્મિથ પુરસ્કાર (કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વાર ગણિત અને સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના સંશોધન ક્ષેત્ર બદલ)

→ વર્ષ 1967 - એડમ્સ પ્રાઇઝ

→ વર્ષ 1990 - ઇન્દિરા ગાંધી એવોર્ડ (ઇન્ડિયન સાયન્સ એકેડેમી દ્વારા)

→ વર્ષ 1996 - કલિંગ પુરસ્કાર (યુનેસ્કો (UNESCO) દ્વારા)

→ વર્ષ 2004 - પદ્મવિભુષણ (ભારત સરકાર દ્વારા)

→ વર્ષ 2004 - પ્રિકસ જયુલ્સ જેન્સન પુરસ્કાર

→ આ ઉપરાંત ભટનાગર પુરસ્કાર, સાહિત્ય અકાદમી પુરસ્કાર, વિવિધ પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી તેમને નવાજવામાં આવ્યા છે.


→ ભારતીય યુનિવર્સિટી અનુદાન આયોગે ખગોળશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર માટે વર્ષ 1988માં પૂણે ખાતે ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિકસ (IUCAA) નામની સંસ્થાની સ્થાપના કરી હતી. જેમાં સંચાલનર્તા અને સ્થાપક સભ્ય જયંત નારલીકર હતાં. તેમના નેતૃત્વમાં આ સંસ્થાએ વિશ્વ વ્યાપી પ્રતિભા પ્રાપ્ત કરી હતી.

→ તેમણે વિજ્ઞાન સાહિત્ય ક્ષેત્રે અંગ્રેજી અને મરાઠી ભાષામાં સંખ્યાબંધ પુસ્તકો લખ્યા છે.

→ તેમની આત્મકથા My Tale of Four Cities: An Autobiography છે, જેની મરાઠી અનુવાદ,ચાર નગરંતલે માજે વિશ્વને વર્ષ 2014માં સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. આ જ ઉપરાંત તેમને મહારાષ્ટ્ર રાજ્યનો સર્વોચ્ચ પુરસ્કાર એનાયત થયો હતો.

→ તેઓ વર્ષ 1981માં વિશ્વ સાંસ્કૃતિક પરીષદના સભ્ય બન્યા હતાં.

→ તેઓ વર્ષ 1994-97 દરમિયાન ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયનના કોસ્મોલોજી કમિશનના પ્રમુખ રહ્યા હતા.

→ તેઓ NCERT દ્વારા પ્રકાશિત ગણિત-વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની વિકાસ સમિતિમાં અધ્યક્ષ તરીકે નિમાયા હતા.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments