વિજ્યાલક્ષ્મી પંડિત | Vijaya Lakshmi Pandit

વિજ્યાલક્ષ્મી પંડિત
વિજ્યાલક્ષ્મી પંડિત

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની પ્રથમ મહિલા અધ્યક્ષ વિજ્યાલક્ષ્મી પંડિત

→ જન્મ : 18 ઓગસ્ટ, 1900 (અલાહાબાદ, ઉત્તરપ્રદેશ)

→ અવસાન : 1 ડિસેમ્બર, 1990 (દેહરાદૂન,ઉત્તરાખંડ)

→ પિતા : મોતીલાલ નેહરુ

→ માતા : સ્વરૂપરાણી નેહરુ

→ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની પ્રથમ મહિલા અધ્યક્ષ અને સ્વતંત્રતા સેનાની


→ તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના બહેન હતા.

→ તેમનું બાળપણનું નામ સ્વરૂપ હતું તેમજ તેઓ નન્હી ઉપનામથી પણ જાણીતા હતા.

→ તેઓ ગાંધીજીથી પ્રભાવિત થઇને સવિનય કાનૂનભંગ અને હિન્દ છોડો આંદોલનમાં ભાગ લઇ જેલવાસ ભોગવ્યો હતો.


રાજકીય ક્ષેત્રે યોગદાન

→ તેઓ ભારતની બંધારણ સભાના કુલ 15 સભ્યમાંના એક હતાં. બંધારણસભાના મહિલા સમૂહના અધ્યક્ષ હંસાબેન (એકમાત્ર ગુજરાતી) હતા.

તેઓ વર્ષ 1953માં સંયુકત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ બનનાર વિશ્વના પ્રથમ મહિલા હતા.

→ તેમણે વર્ષ 1962-64 દરમિયાન મહારાષ્ટ્રના ગવર્નર તરીકે ફરજ બજાવી હતી.

→ તેમણે ઈન્દિરા ગાંધી દ્વારા લાગુ કરવામાં આવેલ કટોકટીનો વિરોધ કર્યો હતો અને જનતા દળમાં જોડાયા હતા.

→ તેઓ વર્ષ 1962 અને 1964માં લોકસભાના સભ્ય બન્યા હતા તેઓ વર્ષ 1979માં સંયુકત રાષ્ટ્ર(UN)માં માનવ અધિકાર આયોગમાં ભારતના પ્રતિનિધિ તરીકે નિયુકત થયા હતા.

→ તેમણે વર્ષ 1921માં કાઠિયાવાડના સુપ્રસિદ્ધ વકીલ રણજીત સીતારામ પંડિત સાથે લગ્નકર્યા હતા.

→ તેમણે મુદ્રારાક્ષસ અને રાજતરંગીણી જેવા સંસ્કૃત ગ્રંથોનું અંગ્રેજીમાં અનુવાદ કર્યું હતું.

→ તેઓએ અલાહાબાદ મ્યુનિસિપાલિટીના અધ્યક્ષ તરીકે ફરજ બજાવી હતી અને વર્ષ 1937માં ઉત્તરપ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા હતા.

→ તેઓ જીનીવા સ્થિત વીમેન્સ લીગ ફોર પીસ એન્ડ ફ્રીડમના ઉપાધ્યક્ષ પદે રહ્યા હતા

→ તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા રાજદૂત હતા તેઓએ મોસ્કો (1947), મેક્સિકો, આયર્લેન્ડ અને સ્પેનના રાજદૂત તરીકે તેમજ લંડન ખાતે હાઈ કમિશનર રહ્યા હતાં

→ તેમણે સો આઇ બિકેમ અ મિનિસ્ટર, ધી ઇવોલ્યુશન ઓફ ઇન્ડિયા, પ્રિઝન ડે અને રોલ ઓફ વિમેન ઇન ધ મૉડર્ન વર્લ્ડ, ધ સ્કોપ ઓક હેપ્પીનેસ નામના પુસ્તકો પણ લખ્યા હતા.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments