કે.કા. શાસ્ત્રી | Keshavram Kashiram Shastri

કે.કા. શાસ્ત્રી
કે.કા. શાસ્ત્રી

ભાષાશાસ્ત્રીના ભેખધારી કે.કા. શાસ્ત્રી

→ જન્મ : 28 જુલાઇ, 1905 (માંગરોળ, જુનાગઢ)

→ મૂળ વતન : પસવારી (પોરબંદર)

→ પૂરું નામ : કેશવરામ કાશીરામ શાસ્ત્રી

→ બિરુદ : કાઠીયાવાડી વિદુર, હાલતી ચાલતી વિધાપીઠ, મહામાહિમોપાધ્યાય બ્રહ્મર્ષિ, વિધાવાચસ્પતિ

→ અવસાન : 9 સપ્ટેમ્બર, 2006 (અમદાવાદ)

→ કાઠીયાવાડી વિદુરના ઉપનામથી જાણીતા કેશવરામ કાશીરામ શાસ્ત્રી


→ તેમની મૂળ અટક બાંભણિયા હતી.

→ તેઓ ચરિત્રલેખક સંશોધક, સંપાદક અને વ્યાકરણના પ્રખર જ્ઞાતા હતા.


પુરસ્કાર

→ 1952માં ગુજરાતી વ્યાકરણ અને ભાષાશાસ્ત્રના સંશોધનક્ષેત્રે આપેલા પ્રદાન માટે ગુજરાત સાહિત્ય સભા-અમદાવાદ તરફથી ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’

→ ઇતિહાસક્ષેત્રે ‘દ્વારકા’ ઉપરના નિબંધને માટે 1971માં દ્વારકાના ગુજરાત ઇતિહાસ પરિષદ અધિવેશનમાં ગોકાણી સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો.

→ ગુજરાતી સંસ્થાએ એમને પ્લૅટિનમ ઍવૉર્ડથી પણ સન્માનિત કર્યા (2004)

→ 1966માં અખિલ ભારતીય સંસ્કૃત સંમેલન તરફથી સ્વ. રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણન્ને હસ્તે ‘વિદ્યાવાચસ્પતિ’ની પદવી.

→ 1976માં વ્યાકરણ અને ભાષાશાસ્ત્રક્ષેત્રે મળેલી સિદ્ધિ માટે રાષ્ટ્રપતિ ડૉ. ફકરુદ્દીન અલી અહમદને હસ્તે ‘પદ્મશ્રી’નું માન.

→ 1977માં પ્રયાગની ભારતી પરિષદ તરફથી ‘મહામહિમોપાધ્યાય’ની પદવીથી વિભૂષિત.

→ વર્ષ 1996 - સાહિત્ય ગૌરવ પુરસ્કાર

→ આ ઉપરાંત પણ શાસ્ત્રીજીને ‘ભાષાભાસ્કર’, ‘વેદવેદાંત-ચક્રવર્તી’, ‘ડૉક્ટર ઑવ્ લેટર્સ’, ‘શુદ્ધાદ્વૈતાલંકાર’, ‘ધર્મભાસ્કર’, ‘બ્રહ્મર્ષિ’, ‘ભારત-ભારતી રત્ન’, ‘પ્રભાસરત્ન’, ‘વાચસ્પતિ’, ‘ભારતમાર્તંડ’ અને ‘જ્ઞાતિરત્ન’ વગેરે પદવીઓ પ્રાપ્ત થઈ છે.



સાહિત્ય સર્જન

કોશ : ગુજરાતી ભાષાનો લઘુ જોડણીકોશ, ગુજરાતી ભાષાનો પાયાનો લઘુ શબ્દકોશ, ગુજરાતી ભાષાનો અનુપ્રાસ કોશ, બૃહદ ગુજરાતી કોશખંડ, ગુજરાતી ક્રમિક વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણશાસ્ત્ર, ગુજરાતી લઘુ વ્યાકરણ.

નાટક : સહકારમાં સહકાર, ખાનદાન લોહી, અજય ગૌરીશંકર અને બીજી એકાંકીઓ

ઇતિહાસ : ગુજરાતી ભાષાનો વિકાસ અને અર્વાચીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ,સૌરાષ્ટ્રની પ્રાચીન નગરીઓ, અતિતને આરે, અસાંજો કચ્છ

અનુવાદ : મુદ્રા રાક્ષસ, કાલિદાસના નાટકો, આપણા કવિઓ, આપણાં સારસ્વતો, ચરિત્રગ્રંથો

વિવેચનઃ ત્રણ જ્યોતિર્ધરો - અખો, શામળ, દયારામ


→ વર્ષ 1925માં તેઓએ માંગરોળની હાઇસ્કુલમાં સંસ્કૃત અને ગુજરાતી ભાષાના શિક્ષક તરીકે ફરજ બજાવી હતી.

→ વર્ષ 1937માં તેઓ ગુજરાત વર્નાકયુલર સોસાયટીમાં સંશોધક તરીકે નિયુકત થયા હતા.

→ તેઓએ અમદાવાદમાં પ્રજાબંધુ સાપ્તાહિકમાં સંપાદક તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત ભગવદ્ગોમંડળ ની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

→ તેમણે વર્ષ 1967માં કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલ ખાપરા કોડીયાની બે ગુફાની શોધ કરી હતી.

→ તેઓ વર્ષ 1985માં ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ નિયુકત થયા હતા.

→ તેમણે ચાર વેદોનું ગુજરાતી ભાષામાં ભાષાંતર કર્યું હતું.

→ તેમની સ્મૃતિમાં કે. કા. શાસ્ત્રી શૈક્ષણિક સંકુલ, મણિનગર (અમદાવાદ) ખાતે આવેલું છે.



→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments