રૂબિન ડેવિડ | Reuben David

રૂબિન ડેવિડ
રૂબિન ડેવિડ

પ્રખ્યાત પ્રાણીવિદ્ અને પર્યાવરણ પ્રેમી

→ જન્મ : 19 સપ્ટેમ્બર, 1912 (અમદાવાદ)

→ અવસાન : 24 માર્ચ, 1989

→ રૂબિન ડેવિડનો જન્મ અમદાવાદના યહુદી પરિવારમાં થયો હતો.

→ તેઓ નાનપણથી જ પ્રાણીઓ અને વનસ્પતિઓ વિશે જાણવામાં રસ ધરાવતા હતા.



પર્યાવરણ ક્ષેત્રે યોગદાન

→ વર્ષ 1951માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તેમને પ્રાણીસંગ્રહાલય બનાવવા આમંત્રિત કર્યા હતા.

→ તેમણે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા અને નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમની રચના કરી હતી.

→ આ પ્રાણી સંગ્રહાલય હવે કમલા નહેરૂ ઝૂઓલોજિક્લ ગાર્ડન અને બાલવાટિકાને ચાચા નહેરુ બાલવાટિકા તરીકે ઓળખવામાં આવે છે.

→ પ્રાણી સંગ્રહાલયની અંદર આવેલા નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમને રૂબિન ડેવિડની સ્મૃતિમાં રૂબિન ડેવિડ નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ નામ આપવામાં આવ્યું છે.

→ અમદાવાદના સુંદરવન અને ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કના વિકાસમાં પણ તેમનું મહત્વપૂર્ણ યોગદાન હતું.

→ રૂબિન ડેવિડ મગર,ફ્લેમિંગો અને સફેદ પક્ષીઓ અને પ્રાણીઓના સંવર્ધન માટે જાણીતા હતા.

→ વર્ષ 1975માં ભારત સરકારે તેમને પદ્મશ્રી પુરસ્કારથી કર્યા હતા. આ સિવાય તેમને વિશ્વ ગુર્જરી એવોર્ડ, રોટરી એવોર્ડ અને દધીચિ એવોર્ડ વગેરે જેવા અનેક પૂરસ્કારો પ્રાપ્ત થયા હતા.

→ ઓસ્ટ્રેલિયન એન્થ્રોપોલોજિસ્ટ (Anthropologist) કોલિન ગ્રોવર્સે વર્ષ 1981માં પ્રાગૈતિહાસિક વોર્થોગની (એક પ્રકારનું જંગલી ભૂંડ) શોધ કરી હતી અને તેનું નામ રુબિન ડેવિડના સન્માનમાં સુસ સ્ક્રોફા ડેવિડી (Sus Scrofa Davidi) રાખ્યું હતું.

→ તેમના જીવન આધારિત આત્મકથનાત્મક નવલકથા પિંજરની આરપાર (1990)ના જાણીતા લેખક માધવ રામાનુજ દ્વારા લખવામાં આવી હતી.

→ તેમણે એમ.એ રશીદ સાથે મળીને ગીરના સિંહો વિશે ધ એશિયાટિક લાયન પુસ્તક લખ્યું હતું.

→ તેઓ ઝૂઓલોજીકલ સોસાયટી ઓફ લંડનના ફેલો હતા.



→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments