સિતાંશુ યશશ્ચંદ્ર | Sitanshu Yashaschandra

સિતાંશુ યશશ્ચંદ્ર
સિતાંશુ યશશ્ચંદ્ર

કવિ, નાટ્યકાર, વિવેચક અને સંપાદક સિતાંશુ યશશ્ચંદ્ર

→ જન્મ : 18 ઓગસ્ટ, 1941 (ભૂજ, કચ્છ)

→ પૂરું નામ : સિતાંશુ યશશ્ચન્દ્ર મહેતા

→ ગુજરાતી આધુનિક સાહિત્યના પરાવાસ્તવવાદી વિચારધારાના પ્રેરક, કવિ, નાટ્યકાર, વિવેચક અને સંપાદક


→ તેમણે મુંબઇની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે B.A.ની ડિગ્રી અને એ જ વિષયો સાથે વર્ષ 1965માં M.A.ની ડિગ્રી મેળવી હતી.

→ તેઓ વર્ષ 1968માં ફૂલબ્રાઇટ સ્કોલરશીપ સાથે અમેરિકા ગયા હતા.

→ વર્ષ 1970માં સૌંદર્યશાસ્ત્ર અને તુલનાત્મક સાહિત્યમાં M.A. ની ઉપાધિ મેળવી હતી.

→ તેઓએ ડો. ન્યૂટન પી. સ્ટોલનેસ્ટના માર્ગદર્શન હેઠળ નાટ્યાચાર્ય ભરતની અને ફિલસૂફ કાન્ટની પરંપરામાં કલાસ્વરૂપનો વિભાવ વિષય પર વર્ષ 1975માં પી.એચ.ડી. નો મહાનિબંધ લખ્યો હતો.

→ તેમણે આયોનેસ્કોના મેકબેથ નાટકને ગુજરાતીમાં ઉતારીને શેક્સપિયરના મેકબેથ નાટક સાથે તેનો તુલનાત્મક અભ્યાસ કર્યો હતો.

→ તેઓ વર્ષ 1977માં રામપ્રસાદ બક્ષીના માર્ગદર્શન હેઠળ રમણીયતાનો વાગવિકલ્પ વિષય પર મુંબઈ યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી. થયા હતા.

→ તેઓ યુરોપિયન સાહિત્યની દંતકથા અને ભારતીય સંકલ્પનાનો આધાર લઈને કવિતાની રચના કરે છે તેમજ ગુજરાતી ભાષાની સાથે-સાથે અંગ્રેજી અને સંસ્કૃતનો પ્રભાવ તેમના સાહિત્યમાં જોવા મળે છે.

→ ઓડીસ્યુસનું હલેસું એ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે.

→ તેઓ એમ.એસ.યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે સેવા બજાવી હતી.

→ તેમણે પ્રબોધ પરીખ સાથે મળીને સંદર્ભ સામાયિકનું સંપાદન કર્યું હતું. આ ઉપરાંત તેઓ ફાર્બસ ત્રિમાસિકના પણ સંપાદક રહ્યા છે.

→ તેઓ વર્ષ 1972-77 દરમિયાન મુંબઈની મીઠીબાઈ આર્ટ્સ કોલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે રહ્યા હતા તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે સેવા બજાવી છે.

→ તેઓએ વર્ષ 1977માં દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી તૈયાર થયેલ ભારતીય સાહિત્યના જ્ઞાનકોષમાં મુખ્ય સંપાદક તરીકે અમૂલ્ય ફાળો આપ્યો હતો.

→ તેમણે વર્ષ 1993માં હિન્દીફિલ્મ માયા મેમસાહેબની અભિનય વાર્તા લખી હતી જે ગુસ્તાવ ફ્લોબર્ટની મેડમ બોવરી પર આધારિત હતી.

→ તેઓ વર્ષ 2017 થી 2020 સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ (51માં) રહ્યા હતા.

→ તેમણે કેટલીક કવિતાઓ, નાટકો અને વિવેચનનો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરેલો છે અને તેમના ગુજરાતી પુસ્તકોનો હિન્દી તથા અન્ય ભાષાઓમાં અનુવાદ થયેલ છે.



પુરસ્કાર

→ વર્ષ 1987 - દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર (જટાયુ કાવ્યસંગ્રહ માટે)

→ વર્ષ 1987 - રણજીતરામ સુવર્ણચંદ્રક

→ વર્ષ 1997 - નર્મદ સવર્ણચંદ્રક (કેમ મકનજી ક્યાં ચાલ્યા? માટે)

→ વર્ષ 1999 - ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર

→ વર્ષ 2005 - ચંદ્રવદન મહેતા એવોર્ડ

→ વર્ષ 2006 - પદ્મશ્રી (વખાર માટે)

→ વર્ષ 2008 – આધકવિ નરસિંહ મહેતા એવોર્ડ

→ વર્ષ 2017 - સરસ્વતી સન્માન (કે.કે.બિરલા ફાઉન્ડેશન દ્વારા 'વખાર' કાવ્યસંગ્રહ)


સાહિત્ય સર્જન

→ કાવ્ય : ઓડીશ્યસનું હલેસું, જટાયુ (ખંડકાવ્ય), યમદૂત, મોહેં-જો-દડો(1978), પ્રલય, એક સરરિયલ સફર, હો-ચી-મિહુન માટે એક ગુજરાતી કવિતા

→ નિબંધ : રમણીયતાનો વાગવિકલ્પ

→ ગીત : ચાંદરણું, મૌન સરોવર છલકાયાં

→ નાટક : લેડી લાલ કુંવર, આ માણસ મદ્રાસી લાગે છે, કેમ મકનજી ક્યાં ચાલ્યા?, વૈશાખી કોયલ, તોખાર, ખગ્રાસ, ગ્રહણ, અશ્વત્થામા આજે પણ જીવે છે, જાગીને જોયું તો, અખાની ઓળખાણ, છબીલી રમણી છાનુંમાનું


પંક્તિઓ

→ તે આકાશ ભરીને આવ્યાં આ જળ-જાનવરોના જગી ટોળાં,
અંધારામાં સળગતી આંખોવાળા દઝાડતાં અને ભીંજવતાં એક સાથ

→ તારી સંગત વિના
પ્રલયની આ રાતે પરોઢ સુધી ચાલી પહોંચવું નામુમકિન છે

→ લક્કડ બજારમાં લાગી આગ ને બને ઊડયા બાવીસ
રામે શબરીને કહેવડાવ્યું, અવાયું તો આવીશ

→ આ અણસમજ વન વચ્ચે શું. મારે મારવાનું છે આમ?
નથી દશાનન દક્ષિણે અને ઉત્તર માં નથી રામ



→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments