એની બેસન્ટ | Annie Besant

એની બેસન્ટ
એની બેસન્ટ

ભારતને સેવાક્ષેત્ર બનાવીને થિયૉસોફિસ્ટ, સમાજસુધારક અને કેળવણીકાર તરીકે સેવા આપનાર અંગ્રેજ મહિલા. ઍની બેસન્ટનો જન્મ આયરિશ કુટુંબમાં થયો હતો.


→ જન્મ : 1 ઓક્ટોબર, 1847 (કલ્ફમ, લંડન)

→ અવસાન : 20 સપ્ટેમ્બર, 1933 (અડિયાર, ચેન્નાઈ)

→ બિરુદ : વસંતદેવી (ગાંધીજી દ્વારા), માં વસંત

→ પૂરું નામ : એની વુડ બેસન્ટ

→ સ્વાતંત્રતા સેનાની, હોમરૂલ લીગના સ્થાપક અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનના સૌપ્રથમ મહિલા અધ્યક્ષ

→ તેઓ લેખન-વાંચન, સ્વતંત્ર વિચારો તેમજ અભિવ્યક્તિ માટે જાણીતા હતાં.



સ્વાતંત્રતા સંગ્રામમાં યોગદાન

→ અંગ્રેજ મહિલા એની બેસન્ટ વર્ષ 1889માં ઇંગ્લેંડમાં થિયોસોફિકલ સોસાયટીમાં જોડાયા હતાં ત્યારબાદ ભારતીય સંસ્કૃતિ તરફમાં આદરભાવના કારણે વર્ષ 1893માં ભારત આવ્યા.

→ વર્ષ 1907માં કર્નલ આલ્કોટના અવસાન પછી થિયોસોફિકલ સોસાયટીના સભ્ય અને અધ્યક્ષ બન્યાં હતાં.

→ તેમણે મદ્રાસમાં સપ્ટેમ્બર, 1916માં હોમરૂલ લીગની સ્થાપના કરી હતી. જેનો ઉદ્દેશ્ય બંધારણીય માર્ગે સ્વરાજ મેળવવાનો હતો.

→ તેમણે આયર્લેન્ડની પદ્ધતિ પ્રમાણે રાજનૈતિક સ્વતંત્રતાની પ્રાપ્તિ માટે ભારતમાં પણ વર્ષ 1916માં હોમરૂલ આંદોલન શરૂ કર્યું હતું.

→ તેઓ ડિસેમ્બર, 1917માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તામાં ભરાયેલા અધિવેશનમાં સૌપ્રથમ મહિલા અધ્યક્ષ બન્યાં હતાં.

→ તેઓએ પ્રાચીન ભારતીય સાહિત્યનો અભ્યાસ ક્યોં અને ભારતીય સમાજમાં ભારતીય દ્રષ્ટિકોણથી સુધારાનાં અભિગમ સાથે થિયોસોફિકલ આંદોલનનો પ્રારંભકર્યો હતો.

→ તેમણે ન્યૂ ઇન્ડિયા દૈનિક અને કોમનવિલ સાપ્તાહિક નામની પત્રિકાઓ પણ શરૂ કરી હતી તેમજ તેઓ નેશનલ રીફોર્મર અને યુનાઇટેડ ઇન્ડિયા સામાયિક સાથે સંકળાયેલા હતા.

→ તેમણે બ્રિટીશ સરકારને હિંદને જવાબદાર રાજ્યતંત્ર અને સ્વરાજ વહેલી તકે આપવા અનુરોધ કર્યો હતો.

→ વર્ષ 1893માં ભારતીય સંસ્કૃતિ તરફના આદર ભાવને કારણે ભારત આવ્યા બાદ તેમણે બનારસમાં 5 વર્ષ રોકાઈ શાંતિકુંજ નામે તપોવન બનાવ્યું હતું.

→ તેમણે બનારસમાં રહીને જ રામાયણ તથા મહાભારતની કથાઓ તેમજ ગીતાનું ભાષાંતર કર્યું હતું.

→ તેઓએ પાશ્ચાત્ય ભૌતિક્વાદની આલોચના કરી હતી અને પ્રાચીન હિન્દુ સભ્યતાને શ્રેષ્ઠ સાબિત કરી હતી. તેઓ પ્રવચન કરતાએ પુર્વે ઓમ નમઃ શિવાય બોલતા હતાં.

→ તેમણે બાળલગ્ન તથા જાતિય ભેદભાવ જેવા સામાજિક કલંકોને દૂર કરવા માટે સન્સ ઓફ ઇન્ડિયા અને ડોટર્સ ઓફ ઇન્ડિયા જેવી સંસ્થાઓ શરૂ કરી હતી.

→ તેમણે વર્ષ 1895માં ભગવદગીતાનું અંગ્રેજી ભાષામાં Lord's song નામે અનુવાદ કર્યું હતું.

→ તેમણે વર્ષ 1898માં મદનમોહન માલવિયાના સહયોગથી કાશીમાં કેન્દ્રીય 6 વિશ્વવિધાલયની સ્થાપના કરી હતી, જે પાછળથી બનારસ હિંદુ વિશ્વવિધાલય નામે જાણીતી થઇ.

→ તેઓ વર્ષ 1917માં વુમેન્સ અધ્યક્ષ ઈન્ડિયા એસોસિયેશનના પ્રથમ અધ્યક્ષ બન્યા હતા.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments