→ ભારતના પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી તથા આયોજન પંચના પૂર્વ ઉપાધ્યક્ષ.
→ તેમણે અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર વિષયો સાથે MA અને LLB કર્યું હતું.
અર્થતંત્ર ક્ષેત્રે યોગદાન
→ તેમણે ગરીબી રેખા નિર્ધારણ અને ક્ષેત્રાનુસાર ગરીબી ઘોરણ નક્કી કરવા માટેની પદ્ધતિ વિક્સાવી હતી.
→ વર્ષ 1956માં તેઓ મુંબઈ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર બન્યા હતા.
→ વર્ષ 1977માં તેમની આયોજન પંચના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક થઇ હતી.
→ યોજના આયોગ દ્વારા દેશમાં ગરીબી નિર્ધારિત કરવા વર્ષ 1989માં તેમની અધ્યક્ષતામાં એક વિશેષજ્ઞ સમિતિનું નિર્માણ કરવામાં આવ્યું. આ સમિતિએ વર્ષ 1993માં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો.
→ જેમાં રાજ્યની ગરીબી રેખા, શહેરોમાં ઔધોગિક કામદારોનો ઉપભોક્તા ભાવ સૂચકાંક (Consumer Prize Index of Industrial Workers in Urban) તથા ગ્રામ્ય કૃષિ કામદારોનો ઉપભોક્તા ભાવ સૂચકાંક (Consumer Prize Index of Labours Workers in Rural) ને આધાર ગણવામાં આવ્યો.
→ આ સમિતિએ ગરીબી રેખા પ્રતિવ્યક્તિ વપરાશી ખર્ચના આધારે ગણી હતી. આ સમિતિની પદ્ધતિ વર્ષ 2011 સુધી લાગુ રહી હતી.
→ તેમણે અમદાવાદની સરદાર પટેલ સ્કુલ ઓફ ઇકોનોમિક્સમાં પણ સેવા આપી હતી.
→ તેમણે અર્થશાસ્ત્રને લગતા 24 પુસ્તકો અને અનેક લેખો લખ્યાં હતાં.
→ વર્ષ 1971માં તેમને મહારાષ્ટ્ર સરકાર દ્વારા ઉત્તમ શિક્ષક નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
→ તેમને દાદાભાઇ નવરોજી પારિતોષિકથી બે વખત સન્માનિત કરવામાં આવ્યા હતા.
0 Comments