→ ઉપનામ : અભેદમાર્ગના પ્રવાસી, બ્રહ્મનિષ્ઠ,એક વિધાર્થી, એક બ્રાહ્મણ
→ નિબંધકાર, નાટયકાર, કવિ, વિવેચક અને સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત
→ તેઓએ નડિયાદ અને મુંબઈમાં અભ્યાસ કર્યો
→ તેમણે ભાવનગરની શામળદાસ કોલેજમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે સેવા આપી હતી. અહીં અધ્યાપનકાર્ય સમયે તેમણે નારી પ્રતિષ્ઠા ગ્રંથ લખ્યો હતો.
→ તેઓ મુંબઇ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના પરીક્ષક તરીકે નિમણૂક પામનાર પ્રથમ ગુજરાતી હતાં.
→ તેમણે લેખનકાર્યની શરૂઆત શિક્ષા શતક કાવ્યથી કરી હતી.
→ તેઓએ સુદર્શન અને પ્રિયંવદા સામાયિકમાં તંત્રી પદે સેવા આપી હતી.
→ તેમણે કવિ ભવભૂતિની માલતીમાધવ અને ઉત્તરરામયરિત સંસ્કૃતભાષાની કૃતિઓનું અને લોર્ડ લિટનની અંગ્રેજી કૃતિ ઝેનોનીનું ગુલાબસિંહ નામે ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યું હતું.
→ તેમણે વર્ષ 1891માં અમલમાં આવેલા વય સંમતિ ધારાનો વિરોધ ક્યોં હતો, કવિ નર્મદે પણ મણિલાલને સુધારા વૃત્તિના અનુગામી તરીકે જોયા હતાં.
→ તેમણે વર્ષ 1893માં શિકાગો ખાતે યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ પહેલા મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું નામ ચર્ચામાં હતું.
→ આત્મવૃત્તાંત એ મણિલાલ દ્વિવેદીનું આત્મચરિત્ર છે. જેનુ ધીરૂભાઇ ઠાકરે સંપાદન કર્યું હતું.
0 Comments