→ લોકપ્રિય પત્રકાર અને જ્ઞાન-વિજ્ઞાનની વિવિધ વાતોને લોકભોગ્ય શૈલીમાં પીરસનાર
→ એક સફળ પત્રકાર તરીકે જ્ઞાન અને વિજ્ઞાનની વિવિધ વાતોને લોકભોગ્ય શૈલીમાં પીરસનાર વિજયગુપ્ત મૌર્યને બાળપણથી જ પ્રકૃતિના વિવિધ તત્વોનો અભ્યાસ કરવાનો શોખ હતો.
→ તેમણે 17 વર્ષની ઉંમરે બ્રિટન અને જર્મનીના નૌકા યુદ્ધ વિશે પ્રથમ લેખ લખ્યો હતો.
→ નવચેતન અખબારના પ્રત્યેક દિવાળી અંકમાં તેમની સમુદ્રકથા છપાતી હતી.
→ તેમને લેખન-પત્રકારત્વમાં રસ હોવાથી વકીલાત છોડી પ્રકૃતિ સામાયિકમાં જોડાયા હતાં. ત્યારબાદ તેઓ વર્ષ 1944માં જન્મભૂમિ પ્રવાસી સાપ્તાહિકના તંત્રી વિભાગમાં જોડાયા હતા. આ સાપ્તાહિકમાં છેલ્લું પાનું નામથી કોલમ લખી હતી. જેમાં જ્ઞાન-વિજ્ઞાનની વિવિધ માહિતીઓ પીરસવાને કારણે ગુજરાતી પત્રકાર તરીકે અભૂતપૂર્વ ખ્યાતિ પ્રાપ્ત થઇ હતી.
→ તેમણે અખંડ આનંદ માસિકમાં પણ જ્ઞાનગોષ્ઠિ નામે લેખો લખ્યા હતાં.
→ તેમનું પ્રથમ પુસ્તક પ્રિન્સ બિસ્માર્ક હતું. આ ઉપરાંત તેમણે પ્રકૃતિના લાડકવાયા પુસ્તકમાં ગુજરાતના પક્ષીઓ વિશે અભ્યાસપૂર્ણ માહિતી આપી હતી.
→ પ્રાણીજગતને કેન્દ્રમાં રાખીને લખેલાં જંગલની કેડી, શિકાર અને શિકારી, હાથીનાં ટોળાં, મોતનો સામનો, શિકારીની તરાપ, શેરખાન અને કપિનાં પરાક્રમો વગેરે તેમના લોકપ્રિય પુસ્તકો છે.
→ તેમણે વર્ષ 1972માં એન્ડિઝની પર્વતમાળામાં તૂટી પડેલ વિમાનો અને ત્યાં પડતી ઠંડી દરમિયાન ખોરાકના અભાવમાં મૃત સાથીદારોના શરીરનું માંસ ખાઈને 72 દિવસ સુધી જીવતા રહેલા 16 માણસોના સંઘર્ષની સત્ય ઘટના પર આધારિત કહાની જિંદગી જિંદગી પુસ્તકમાં આલેખી હતી. હર્ષલ પબ્લિકેશનનું બેસ્ટ સેલર આ પુસ્તક ગુજરાતમાં ખૂબ જ વંચાયું અને વખાણાયું છે.
→ આ ઘટના પર પૉલ રીડ નામના એક બ્રિટિશ લેખકે વર્ષ 1974માં Alive : The Story of Andes Survivors નામનું પુસ્તક લખ્યું હતું અને તેના પરથી વર્ષ 1993માં Alive નામની એક ફિલ્મ પણ બની હતી.
→ તેમણે બાળકોને જ્ઞાન સાથે ગમ્મત અને માર્ગદર્શન આપતાં પુસ્તકો લખ્યાં હતા.
→ આ ઉપરાંત તેમણે અવકાશની યાત્રા અને દરિયાની દોલત જેવી પુસ્તિકાઓ પણ લખી હતી.
→ તેઓ વર્ષ 1970-80ના દાયકામાં ચિત્રલેખાના ત્રણ સૌથી પ્રભાવશાળી લેખકોમાંના એક હતા.
→ જ્ઞાનવિજ્ઞાનની જે કડી વિજયગુપ્ત મૌર્યએ કંડારી હતી તે કેડીને તેમના પુત્ર નગેન્દ્ર વિજયે પોતાની કારકિર્દી બનાવી હતી.
→ નગેન્દ્ર વિજય તેમના સ્કોપ અને સફારી જેવા અદ્વૈત સામાયિકો માટે ખૂબ જ જાણીતા બન્યા હતાં. આમ, ગુજરાતના બાળકોને સફારીના સ્વરૂપમાં પ્રથમ સાયન્સ મેગેઝિન મળી હતી.
0 Comments