સી.કે. નાયડુ | C. K. Naydu
સી.કે. નાયડુ
સી.કે. નાયડુ
→ જન્મ : 31 ઓક્ટોબર, 1895 (નાગપુર, મહારાષ્ટ્ર)
→ પિતા: કોઠારી સૂર્યપ્રકાશ રાવ નાયડુ
→ પૂરું નામ : કોટ્ટરી કનકૈયા નાયડુ
→ અવસાન : 14 નવેમ્બર, 1967 (ઇન્દોર, મધ્યપ્રદેશ)
→ ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના પ્રથમ કેપ્ટન
→ તેમને ભારતીય ક્રિકેટના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે.
→ તેમણે પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત 7 વર્ષની ઉંમરે કરી હતી.
→ તેમણે સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટ મેચ 25 જૂન, 1932ના રોજ તથા છેલ્લી આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ 15 ઓગસ્ટ, 1936ના રોજ ઈંગ્લેન્ડ સામે રમી હતી.
→ તેમણે પોતાની ટેસ્ટ કેરિયરમાં કુલ 7 ટેસ્ટ મેચો રમી હતી.
→ તેમણે વર્ષ 1923માં હોલકરના શાસકે કર્નલનું પદ આપ્યું હતું તથા પોતાની સેનાના કેપ્ટન બનાવ્યા હતા.
→ તેઓ વર્ષ 1956-57માં રણજી ટ્રોફી રમ્યા હતા.
→ તેમના નામ પર સી.કે.નાયડુ ટ્રોફીરમાડવામાં આવે છે. આ ટ્રોફી ટેસ્ટ ફોર્મેટ (5 દિવસ) માં રમાડવામાં આવે છે.
→ તેમને વર્ષ 1933માં વિઝડન ક્રિકેટર્સ અલમાનેક દ્વારા વિઝડન ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
→ તેમને ભારત સરકાર દ્વારા વર્ષ 1956માં પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
0 Comments