બિપીનચંદ્ર પાલ | BipinChandra Pal

બિપીનચંદ્ર પાલ
બિપીનચંદ્ર પાલ

→ જન્મ : 7 નવેમ્બર, 1858 (હબીબગંજ, બાંગ્લાદેશ)

→ અવસાન: 20 મે, 1932 (કોલકાતા)

→ ભારતના ક્રાંતિકારી વિચારોના પિતા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મુખ્ય નેતા બિપીનચંદ્ર પાલ


→ તેઓ જહાલવાદી પક્ષના સ્વાતંત્ર્ય સેનાની લાલ, બાલ અને પાલની ત્રિપુટીથી જાણીતા હતા

→ વર્ષ 1907માં કોંગ્રેસના સુરત ખાતેના અધિવેશનમાં જહાલવાદી (લાલ, બાલ અને પાલ) અને મવાળવાદી પક્ષ વચ્ચે મતભેદ થતાં કોંગ્રેસનું વિભાજન થયું હતું.


સામાયિકો

→ તેમણે વર્ષ 1906માં વંદે માતરમ્ નામનું દૈનિક શરૂ કર્યું તેમજ ધ ટ્રિબ્યુન અને ન્યુ ઇન્ડિયાના વર્તમાનપત્રના સંપાદક તરીકે પણ કાર્ય કર્યું હતું.

→ તેઓ વર્ષ 1907માં ઇંગ્લેન્ડમાં ચાલતી ક્રાંતિકારી સંસ્થા ઇન્ડિયા હાઉસમાં જોડાયા અને સ્વરાજ પત્રિકા શરૂ કરી. આ ઉપરાંત તેમણે પરિદર્શક નામથી બંગાળી સાપ્તાહિક પત્રિકાનું પ્રકાશન કર્યું હતું.

→ તેઓ એક શિક્ષક, પત્રકાર અને ગ્રંથપાલ હતાં.

→ તેમણે કામદારો માટે એક સપ્તાહના 48 કલાક હોવા જોઇએ તેમજ આર્મ્સ એકટ નાબૂદ કરવાની હિમાયત કરી હતી.

→ વર્ષ 1887માં શિવાનાથ શાસ્ત્રીએ તેમને બ્રહ્મોસમાજની દિશા બતાવતા તેઓ બ્રહ્મસમાજના સંપર્કમાં આવ્યા હતા.

→ તેમણે વર્ષ 1905માં બંગાળ વિભાજનનો વિરોધ કર્યો હતો તેમજ સ્વદેશી આંદોલનને વેગવંતુ બનાવવાનું મહત્વપૂર્ણ કામ કર્યું હતુ.

→ તેમણે સામાજિક કુરિવાજો, રૂઢિવાદી પરંપરાઓનો વિરોધ કર્યો હતો, તેમજ તેમણે જાતિ આધારિત ભેદભાવનો વિરોધ કરવા ઉચ્ચ જાતિની વિધવા સાથે લગ્ન કર્યા હતા.

→ તેમનું માનવું હતું કે, સ્વદેશી વસ્તુઓનો પ્રચાર, વિદેશી વસ્તુઓનો બહિષ્કાર તેમજ રાષ્ટ્રીય શિક્ષા જેવા કાર્યક્રમોના માધ્યમથી રાષ્ટ્રીય આંદોલનને ટેકો મળશે, તથા આમ કરવાથી જ દેશની ગરીબી અને બેરોજગારી દૂર થશે.

→ તેમણે મેરે જીવન, સમયની યાદો, સ્વરાજ અને વર્તમાન પરિસ્થતિ, રાષ્ટ્રીયતા અને સામ્રાજય, ભારતનો આત્મા, ભારતીય રાષ્ટ્રવાદ, ધ ન્યુ સ્પિરિટ, હિન્દુ ધર્મનો અભ્યાસ, સાહિત્ય અને સાધના, સામાજિક સુધારણાનો આધાર વગેરે પુસ્તકો લખ્યા હતાં.

→ વર્ષ 1958માં બિપિનચંદ્ર પાલની 100મી જન્મજયંતી નિમિત્તે પંડિત જવાહરલાલ નહેરુએ તેમને ધાર્મિક અને ધાર્મિક રાજકીય મોરચા ઉચ્ચકક્ષાની ભૂમિકા ભજવનાર મહાન વ્યક્તિત્વ છે તેવું કહ્યું હતું.

→ ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા વર્ષ 1958માં તેમની સ્મૃતિમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.


ગુલામી માનવ આત્માની વિરુદ્ધ છે, ઇશ્વરે બધા માણસને મુકત કર્યા છે.
- બિપીનચંદ્ર પાલ
→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments