→ તેઓ કછવાહા (કુશવાહા) વંશના સૌથી પ્રતાપી શાસક હતાં.
→ તેમના પિતા મહારાજા બિશનસિંહનું નિધન થતાં તેઓ 11 વર્ષની ઉંમરે આમેરના રાજા બન્યા હતાં.
→ તેમણે સવાઈ, સરમદે - રાજ રાજા-એ - હિંદ, રાજરાજેશ્વર, શ્રીરાજાધિરાજ જેવાં બિરૂદો ધારણ કર્યા હતાં.
→ તેમને સવાઈ (એક વ્યકિત કરતા પા ગણા મોટા)નું બિરુદ મોગલ બાદશાહ ઓરંગઝેબે આપ્યું હતું.
→ તેમણે વર્ષ 1727માં નિયોજન અને વાસ્તુકલાના અદ્ભૂત નમૂના સમાન જયપુર (સવાઈ જયનગર)ની સ્થાપના કરી હતી.
→ તેમને જ્યોતિષ અને વિજ્ઞાનમાં પુષ્કળ રસ હોવાથી તે અંગેનું અધ્યયન અને સંશોધન કર્યુ હતું.
→ તેમણે જીજ મુહમ્મદશાહ નામનું પુસ્તક લખ્યુ હતું તથા જયવિનોદ પંચાગ અને સમ્રાટ સિદ્ધાંતની રચના કરી હતી.
→ તેમણે કાશી (હાલના વારાણસી), દિલ્હી, ઉજ્જૈન, મથુરા અને જયપુર ખાતે વેઘશાળાઓ સ્થાપી હતી.
→ તેઓ સંસ્કૃત, મરાઠી, તુર્કી, ફારસી, અરબી જેવી અનેક ભાષાઓના જ્ઞાની હતાં.
→ તેમણે હિન્દુઓ પર લગાવવામાં આવતો જજિયા વેરો સમાપ્ત કર્યો હતો. આ ઉપરાંત તેમણે દહેજ પ્રથા નાબૂદી અને વિવિધ ધાર્મિક સુધારા તેમજ સમાજ સુધારણાના કાર્યો કર્યા હતા.
0 Comments