→ જાણીતા અર્થશાસ્ત્રી અને ભારતરત્ન અમર્ત્યકુમાર સેનનો જન્મ ૩ નવેમ્બર, 1933ના રોજ શાંતિનિકેતન (પશ્ચિમબંગાળ) ખાતે થયો હતો.
→ તેમનો સામૂહિક પસંદગી અને સામાજિક કલ્યાણનો સિદ્ધાંત Collective Choice and Social Welfare પુસ્તક રૂપે પ્રગટ થયો હતો.
→ તેમણે વર્ષ 2005માં ભારતને ઓળખ આપતું પુસ્તક વાદ-વિવાદ પ્રિય ભારતીય The Argumentative Indian પ્રગટ કર્યુ હતું. આ પુસ્તકમાં ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિનું પૂર્વમૂલ્યાંકન રજૂ કરવામાં આવ્યું છે.
→ તેમણે અનેક વ્યાખ્યાઓનું સંક્લન કરી નીતિશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર (On Ethics and Economics) નામના બે પુસ્તકો પ્રકાશિત કર્યા હતાં.
→ તેમણે વર્ષ 1981માં પોવર્ટી અને ફેમિનિસ : એન એસે ઓન ઇન્ટાઇટલમેન્ટ એન્ડ ડેપ્રિવેશન નામનું પુસ્તક પ્રકાશિત કર્યુ હતું.
→ તેઓ વર્ષ 1956માં ભારત આવી કોલકાતાની જાદવ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે નિમણુક પામ્યા હતા.
→ તેમણે વર્ષ 1960માં અમેરિકાની માસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીમાં અધ્યાપક તરીકે કાર્ય કર્યું હતુ.
પુરસ્કાર
→ તેમને વર્ષ 1998માં અર્થશાસ્ત્રના સામાજિક કલ્યાણ ક્ષેત્રમાં નોબેલ પરિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
→ તેમના પિતા આશુતોષ સેન ઢાકા વિશ્વ વિધાલયમાં રસાયણ શાસ્ત્રના અધ્યાપક હતાં.
→ તેમણે પ્રાથમિક શિક્ષણ જૂના ઢાકાની સેન્ટ ગ્રેગરી સ્કૂલમાંથી લીધું હતું.
→ તેમનું માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ શાંતિનિકેતનમાં થયું હતું ત્યાં જ તેમને સંસ્કૃત ભાષા અને પ્રાચીન ગ્રંથોનો પરિચય થયો હતો.
→ ગણિત અને ભૌતિક્શાસ્ત્ર એમના રસના વિષયો હતાં.
→ તેમણે કોલક્તાની પ્રેસિડેન્સી કોલેજમાંથી બી.એ.ની પરીક્ષા પ્રથમ નંબરે પાસ કરી હતી.
→ તેમણે B.A. પાસ કર્યા બાદ ધ ચોઇસ ઓફ ટેકનિક નામનો નિબંધ લખ્યો હતો.
→ તેમણે સાહિત્યવૃત્તિને વધારવા તેમના મિત્રો સાથે મળી સ્ફુલ્લિંગ સામયિક શરૂ કર્યુ હતું.
→ તેઓ વર્ષ 1953માં ઉચ્ચ ઉચ્ચ અભ્યાસ માટે કેમ્બ્રિજની ટ્રિનિટી કોલેજમાં દાખલ થયા હતાં. ત્યાં તેમણે અનુસ્નાતક કક્ષાના અભ્યાસ દરમિયાન સિનિયર્સ સ્કોલરશીપ, રિસર્ચ સ્કોલરશીપ, એડમ સ્મિથ પ્રાઇઝ તથા સ્ટીવન્સન પ્રાઇઝ મેળવ્યા હતાં.
→ તેમને વર્ષ 2006માં ટાઇમ મેગેઝિન દ્વારા 60 યર્સ ઓફ એશિયન હીરો તરીકે સૂચિબદ્ધ કરાયા અને વર્ષ 2010માં 100 મોસ્ટ ઇન્ફ્લુએન્સલ પર્સન ઓફ ધ યર ની યાદીમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
0 Comments