મંગલ પાંડે
મંગલ પાંડે
→ જન્મ : 19 જુલાઇ, 1827 (બલિયા, ઉત્તરપ્રદેશ)
→ માતા : અભયરાણી
→ પિતા : દિવાકર પાંડે
→ અવસાન : 8 એપ્રિલ, 1857 (બેરકપુર, પશ્ચિમ બંગાળ)
→ ભારતના સ્વતંત્રતા સેનાની, ક્રાંતિકારી અને 1857 સંગ્રામના પ્રથમ શહીદ મંગલ પાંડે
→ તેઓ વર્ષ 1849માં 22 વર્ષની ઉંમરે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડાયા હતા. 34મી બંગાલ નેટિવ ઇન્ફન્ટી રેજિમેન્ટમાં સિપાઈ તરીકે જોડાયા.
→ 1857નો સંગ્રામ શરૂ થવા માટેનું તત્કાલીન કારણ લશ્કરમાં એનફિલ્ડ રાઇફલ દાખલ કરવાનું હતું. જેમાં ગાય અને ડુક્કરની ચરબીવાળી કારતૂસ વાપરવી પડતી હતી.
→ જે હિંદુ અને મુસ્લિમ ધર્મ ભ્રષ્ટ થશે તેવી માન્યતા ઉદભવતા સૌપ્રથમ મંગલ પાંડેએ એનફિલ્ડ રાઈલ વાપરવા સામે વિરોધ કર્યો હતો.
→ તેમણે 29 માર્ચ, 1857ના રોજ બેરકપુરના મેદાનમાં વિદ્રોહની શરૂઆત કરી. તેમને અટકાવવા માટે આવેલા અંગ્રેજ અધિકારી હ્યુસનની ગોળી મારીને તેમણે હત્યા કરી.
→ જેથી મંગલ પાંડેની ધરપકડ થઇ અને 8 એપ્રિલ, 1857ના રોજ બેરકપુર ખાતે ફાંસી આપવામાં આવી. આમ 1857ના સંગ્રામમાં મંગલ પાંડે પ્રથમ શહીદ બન્યા.
→ ગુજરાતમાં સંગ્રામનો આરંભ અમદાવાદની 7મી લશ્કરી ટુકડીએ કર્યો હતો.
→ 1857ના સંગ્રમના લીધે કંપની શાસનનો અંત આવ્યો અને ભારત બ્રિટિશ તાજના શાસન હેઠળ આવ્યું.
→ તેમના સન્માનમાં ભારત સરકારે 5 ઓક્ટોબર, 1984ના રોજ એક ટપાલ ટિકિટ બહાર પાડી હતી.
→ તમણે બ્રિટિશ અધિકારીની હત્યા કરી હતી તે સ્થળ બેરકપર ખાતે શહીદ મંગલ પાંડે મહાઉધાન નામનો પાર્ક બનાવવામાં આવ્યો છે
0 Comments