→ પ્રકાશના કવિ તરીકે જાણીતા અને ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.. પ્રસિદ્ધ ગીતના સર્જક
→ તેમણે મુંબઇ યુનિવર્સિટીમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે B.A.ની ડિગ્રી અને ગુજરાતી મુખ્ય વિષય સાથે M.A.ની ડિગ્રી મેળવી હતી.
→ તેઓએ મુંબઈની ઝુનઝુનવાલા કોલેજમાં ગુજરાતી વિષયના પ્રોફેસર તરીકે ફરજ બજાવી હતી.
→ તેમની પ્રથમ કૃતિ ગાંધીજીના શિષ્યો હતી.
→ તેમણે તેમનું જીવનચરિત્ર બોલ વાલમના નામે લખ્યું છે, જે ગુજરાતી વિશ્વકોષ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2018માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
→ તેમણે પ્રકૃતિના તત્વોને વિષય બનાવીને સમકાલીન નવીન કવિતાના લક્ષણો ધરાવતી કૃતિઓનું સર્જન કર્યું.
→ તેમનો કાવ્યસંગ્રહ રાઘેરી મરણોત્તર પ્રકાશિત થયો હતો. જેનું સંપાદન જયંત પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ગીત, સોનેટ, અછાંદસ, ગઝલ અને લઘુ કાવ્ય વગેરે કાવ્ય સ્વરૂપો જોવા મળે છે.
→ અંધારુ તેમના રાનેરી કાવ્યસંગ્રહનું ઉત્તમ કાવ્ય છે તેના વિશે સુરેશ દલાલ કહે છે કે, અંધકારની વ્યાપકતાને સમેટી લઈને કવિએ એને રૂપ, રંગ, સુગંધ અને કુમાશ આપ્યા છે.
0 Comments