ત્રિભુવનદાસ ગજ્જર | Tribhuvandas Gajjar

ત્રિભુવનદાસ ગજ્જર
ત્રિભુવનદાસ ગજ્જર

→ જન્મ : 3 ઓગસ્ટ, 1863 (સુરત)

→ અવસાન : 16 જુલાઈ, 1920

→ પુરુનામ : ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજ્જર

→ ગુજરાતમાં ઔધોગિક ક્ષેત્રે રસાયણ ઉધોગ, રસાયણિક અભ્યાસ અને સંશોધનના પ્રણેતા


→ તેમણે ભારતીય કાપડ ઉદ્યોગમાં જર્મન સિન્થેટિક રંગોની શરૂઆત કરી, મોટા પાયે આલ્કોહોલનું ઉત્પાદન શરૂ કર્યું અને ટેકનિકલ શિક્ષણમાં પ્રગતિ કરી.

→ તેમણે વર્ષ 1830માં વડોદરાના મહારાજા સયાજીરાવની મદદથી કલાભવન નામની સંસ્થાની સ્થાપના કરી હતી અને તે સંસ્થામાં આચાર્ય પદે રહ્યા હતા.

→ પશ્ચિમ ભારતમાં સૌપ્રથમ વડોદરામાં ટેકનિકલ શિક્ષણનો પ્રારંભ થયો હતો. આમ તેઓ ગુજરાતની સૌપ્રથમ ટેકનિકલ ઇન્સ્ટિટ્યુટના સ્થાપક હતાં.

→ તેઓ જર્મન ભાષાના પણ જાણકાર હતા.

→ તેઓ હુન્નર ઉધોગ માટે જર્મન ભાષામા લખાયેલા પુસ્તકો અને ચોપાનિયાંનો ગુજરાતી ભાષાંતરમાં કરી રંગ રહસ્ય નામના ત્રિમાસિકમાં છાપતાં હતા.


રસાયણ વિજ્ઞાન ક્ષેત્રે યોગદાન

→ તેમણે મુંબઇમાં ફ્રાટી નીકળેલ પ્લેગ (મરકી) માટે આયોડિન ટરકલોરાઇડ દવા બનાવી હતી.

→ મોતી શુદ્ધ કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ તેમણે શોધી હતી.

→ તેમણે વડોદરાની કોલેજમાં રસાયણ વિજ્ઞાનના અધ્યાપક તરીકે સેવા આપી હતી અને તેમણે વડોદરામાં છાપકામ અને રંગાટી કામની પ્રયોગશાળા શરૂ કરી હતી.

→ તેમણે વડોદરામાં શ્રી કોટી ભાસ્કરની મદદથી એલેમ્બિક કેમિકલ વર્કસ સંસ્થાની સ્થાપના કરી હતી.

→ તેમણે મુંબઇમાં વિલ્સન કોલેજના રસાયણ શાસ્ત્રના પ્રોફેસર તરીકે જોડાયા હતા. અહી તેમણે સ્વખર્ચે યુવાનોને ઔધોગિક શિક્ષણ આપવા હેતુથી ટેકનોકેમિકલ લેબોરેટરી શરૂ કરી હતી.

→ તેમણે ગુજરાતી ભાષામાં જ્ઞાનમંજુષા અને લધુ જ્ઞાનમંજુષા વિજ્ઞાન પુસ્તક શ્રેણી તૈયાર કરી હતી.

→ તેમણે વર્ષ 1898માં મુંબઇ ખાતેના રાણી વિક્ટોરિયાના સ્ટેચ્યૂ ઉપરનો કાળો રંગ દૂર કરવાનું અશક્ય કામ કરી બતાવ્યું હતું.


→ તેઓ સ્ત્રી શિક્ષણના હિમાયતી હતાં.

→ તેમણે સ્ત્રીઓ માટે વિખ્યાત સંસ્થા વનિતા વિશ્રામ નામની શિક્ષણ સંસ્થા સ્થાપી હતી.

→ તેમને કેશવ હર્ષદ ધ્રુવ, કવિ કાન્ત, કવિ નાનાલાલ, ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા મિત્રો હતા. જે તેમના સાહિત્ય રસને કેળવતા હતા.

→ તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટિના નાગરી પ્રચાર સમિતિના સભ્ય હતા અને ટાટા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માટે નિમાયેલી સમિતિના સભ્ય તરીકે પણ સેવા આપી હતી.



→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments