→ બાળસાહિત્યના ભીષ્મપિતા અને આજીવન બાળકો માટે જ લેખન કાર્ય કરનાર જીવરામ જોશી
→ ગુજરાતીમાં મૌલિક બાળવાર્તા તેમજ નવલકથાઓ લખનાર તેઓ પ્રથમ લેખક હતાં તેમજ તેમણે બાળમાનસ પર સહજતાથી અસર કરે તેવા કાલ્પનિક પાત્રોનું સર્જન કર્યુ હતું.
→ તેઓ બૌદ્ધ સાહિત્યના વિદ્વાન ધર્માનંદ કૌસંબીના જીવનથી પ્રેરાઇને વિધાભ્યાસ માટે કાશી ગયા હતાં. ત્યાં તેમણે સંસ્કૃત, હિંદી અને અંગ્રેજી ભાષાનો અભ્યાસ કર્યો હતો.
→ તેઓ કાશીમાં રાજકીય ક્રાંતિકારી બન્યાં ત્યારબાદ ગુજરાત આવી બાળસાહિત્ય ક્ષેત્રે લેખન કાર્ય શરૂ કર્યુ.
→ એક દૂબળા-પાતળા અને રમૂજ ઘોડાગાડી ચાલક અલીમીયાંની સાથે તેમની મુલાકાત થઈ હતી. અલીમીયાં પરથી મીયાં ફૂસકી અને કાશીમાં જોયેલા એક બ્રાહ્મણ પરથી તભા ભટ્ટના પાત્રનું સર્જન કર્યુ. (બહારથી મૂર્ખ લાગવા છતાં સંકટ સમયે માર્ગ કરતા જીવરામ જોશીની બાળવાર્તાના પાત્રો અત્યંત પ્રિય હતાં.)
→ આ ઉપરાંત ટ્રેનમાં ઊંચા માણસને જોઈને લાંબા છકાળા અને ટૂંકા મકાનું પાત્ર, મામાના ઘરે જવા થનગનતા અડુકિયો-દડુકિયો જેવા અનેક પાત્રોનું સર્જન કર્યુ હતું.
→ તેમણે રઘુ સરદાર નામનું પ્રથમ પુસ્તક લખ્યું હતું. આ ઉપરાંત તેમણે સર્જેલા મિયાં ફુસકી જેવા પાત્રો પરથી બાળ ફિલ્મો અને ટી.વી. સિરિયલો પણ બન્યાં છે.
→ કાશીમાં તેમનો પરિચય ગુજરાત સમાચારના મૂળ સ્થાપક ઇન્દ્રવદન ઠાકોર સાથે થયો હતો.
→ કાશીથી અમદાવાદ આવીને ગુજરાત સમાચારમાં બાળતરંગ નામથી બાળ સાહિત્ય લખવાની શરૂઆત કરી હતી. જેમાંથી. આગળ જતા ઝગમગ બાળસાહિત્યનો જન્મ થયો. આમ, તેમણે ભારતના પ્રથમ બાળ સાહિત્ય સામયિક ઝગમગનું સંપાદન કાર્ય કર્યું હતું. આ ઉપરાંત તેમણે રસરંજન, રસવિનોદ અમે છુકછુક ગાડી જેવા સામયિકો પણ શરૂ કર્યા હતાં.
0 Comments