→ જન્મ : 9 સપ્ટેમ્બર, 1974 (પાલમપુર, હિમાચલ પ્રદેશ)
→ પિતા : ગિરધારીલાલ બત્રા
→ અવસાન : 7 જુલાઈ, 1999 (કારગીલ, જમ્મુ-કાશ્મીર)
→ માતા : કમલકાંત બત્રા
કેપ્ટન વિક્રમ બત્રા (૯ સપ્ટેમ્બર ૧૯૭૪ – ૭ જુલાઇ ૧૯૯૯) ભારતીય થલસેનાનાં, મરણોપરાંત પરમવીર ચક્ર, જે ભારતનો સર્વોચ્ચ વીરતા પદક છે, પ્રાપ્ત અધિકારી હતા, જે પદક તેમને ૧૯૯૯નાં, ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં, કારગિલ યુદ્ધમાં કરેલ શૌર્યતાપૂર્ણ કામગીરી માટે અપાયેલો.
→ તેઓ નાનપણથી જ અભ્યાસમાં અતિ તેજસ્વી હતા.
→ તેમણે કરાટેમાં ગ્રીન બેલ્ટ પ્રાપ્ત કર્યો હતો અને ટેબલ ટેનિસ રમતમાં રાષ્ટ્રીય સ્તરે ભાગ લીધો હતો.
→ તેઓ ઉત્તર ભારતના શ્રેષ્ઠ NCC કેડેટ (Air wing) તરીકે પસંદગી પામ્યા હતા. તેમણે વર્ષ 1996માં કમ્બાઇન્ડ ડીફેન્સ સર્વિસીસ (CDS)ની પરીક્ષામાં ઉતીર્ણ થયા હતા.
કારગીલ યુદ્ધમાં યોગદાન
→ તેઓ દહેરાદૂન સ્થિત આવેલ માણેકશા બટાલિયનની જેસોર કંપનીમાં પસંદગી પામ્યા હતા. ત્યારબાદ 13મી જમ્મુ-કાશ્મીર રાઇફલ (JAK RIF)માં જોડાયા હતા.
→ વર્ષ 1999માં થયેલા ભારત-પાકિસ્તાન કારગીલ યુદ્ધમાં તેમણે આતંકવાદીઓનો સફાયો કર્યો હતો. આ યુદ્ધ દરમિયાન જ તેમને કેપ્ટન તરીકે બઢતી તેમજ શેરશાહ તરીકેનું હુલામણું નામ આપવામાં આવ્યું હતું.
→ આ સાથે જમ્મુ-કાશ્મીરમાં આવેલા દેશના મહત્વના પોઇન્ટ 5140 જીતીને યે દીલ માંગે મોર વાક્યને સાર્થક કર્યુ હતું.
→ કાશ્મીર સાથેની પુરવઠા લાઇનને સલામત રાખતી વખતે અને બીજા ઘાયલ સાથીને સલામત સ્થળે ખસેડતી વખતે તેઓ પોઇન્ટ 4875 ખાતે 7 જુલાઇ, 1999ના રોજ વીરગતિ પામ્યા હતા. તેઓ જ્યાં શહીદ થયા હતા તે પોઇન્ટ 4875 ને બત્રા ટોપ નામ આપવામાં આવ્યું છે.
→ નવી દિલ્હી ખાતે આવેલ નેશનલ વોર મેમોરિયલમાં કેપ્ટન વિક્રમ બત્રાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.
→ તેમના જીવન ઉપર વર્ષ 2003માં LOC : Kargil નામની ફિલ્મ બની હતી, જેમાં અભિનેતા અભિષેક બચ્ચનએ વિક્રમ બત્રાની ભૂમિકા ભજવી હતી.
→ તેમજ બીજી ફિલ્મ વર્ષ 2021માં શેરશાહ નામથી બનાવવામાં આવી છે, જેમાં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ વિક્રમ બત્રાની ભૂમિકા ભજવી હતી.
→ તેમના માનમાં વર્ષ 2023માં અંદમાન અને નિકોબાર ટાપુઓ પૈકીનાં એક ટાપુનું નામ વિક્રમ બત્રા ટાપુ રાખવામાં આવ્યું છે.
→ કારગિલ યુદ્ધમાં જતાં પહેલા તેમણે કહ્યું હતું કે,
"या तो तिरंगा लहरा के आउंगा या तो तिरेंगे में लिपटा चला आऊंगा, लेकिन आऊंगा ज़रूर."
0 Comments