→ તેમણે કોલકાતાની વિશ્વભારતી યુનિવર્સિટી અને કોલકાતા યુનિવર્સિટીમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.
ફિલ્મ ક્ષેત્રે યોગદાન
→ તેમણે કારકિર્દીની શરૂઆત ચિત્રકાર તરીકે કરી હતી. પરંતુ લંડન પ્રવાસ દરમિયાન ઇટાલિયન ફિલ્મ નિર્માણથી પ્રભાવિત થઇને ફિલ્મનિર્માણ ક્ષેત્રમાં આવ્યા હતાં. તેમણે આ ક્ષેત્રમાં ફિલ્મ નિર્દેશક. સ્ક્રિપ્ટ રાઈટર, ગીતકાર જેવી ભૂમિકા ભજવી હતી.
→ તેમની ફિલ્મ નિર્દેશક તરીકે પ્રથમ ફિલ્મ પાથેર પાંચાલી હતી. જેને 11 આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યાં હતાં.
→ તેમને વિશેષ પ્રસિદ્ધિ ઘરે-બાહિરે ફિલ્મ દ્વારા મળી હતી. જેમાં તેમણે નારી જાતિના સ્થાનને ઉજાગર કર્યુ હતું.
→ શતરંજ કે ખેલાડી (પ્રથમ હિન્દી), અપરાજિતો, અપૂર સંસાર, ચારુલતા, દેવી, જલસાગર, સોનાર કિલ્લા, શાખા-પ્રશાખા અને આગંતુક વગેરે તેમની જાણીતી કિલ્મો છે.
અન્ય માહિતી
→ દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડની તાંબાની તકતીની ડિઝાઇન પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા સત્યજિત રે દ્વારા તૈયાર કરવામાં આવી છે.
→ તેમને વર્ષ 1985માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
→ આ ઉપરાંત તેઓ વર્ષ 1992માં ફિલ્મક્ષેત્રનો લાઈફ ટાઈમ અચિવમેન્ટ ઓસ્કાર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બન્યાં હતાં.
→ તેમને ભારત સરરના પદ્મશ્રી (1956), પદ્મભૂષણ (1965), પદ્મવિભૂષણ (1976) અને ભારતરત્ન (1992) પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
→ તેમને ફ્રાંસ સરકાર દ્વારા ધ લીજન ઓફ ઓનર સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યું હતું.
0 Comments