→ ગુજરાતના પ્રથમ બિન કોંગ્રેસી અને બે વાર ગુજરાતના મુખ્યમંત્રી બનનાર
→ તેઓ વ્યવસાયે વકીલ હતા.
→ તેમણે વર્ષ 1930 અને વર્ષ 1942ની આઝાદીની ચળવળોમાં ભાગ લઇ સાતવાર કારાવાસ ભોગવ્યો હતો.
→ તેઓ પ્રથમ વખત જૂન 1975 થી માર્ચ 1976 સુધી અને એપ્રિલ 1977 થી ફેબ્રુઆરી 1980 સુધી એમ બે વ વાર ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા હતા.
→ ઇન્દિરા ગાંધીએ જ્યારે સમગ્ર ભારતમાં આંતરિક કટોકટી જાહેર કરી હતી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઈ પટેલ હતા.
→ તેમના સમયમાં વર્ષ 1978માં ભાવનગર યુનિવર્સિટીની સ્થાપના થઇ હતી, જેનું નામ વર્ષ 2012માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી રાખવામાં આવ્યું હતું.
→ તેમના સમયમાં વર્ષ 1979માં મોરબીમાં મચ્છુ હોનારત થઇ ત્યારે બાબુભાઈનું કેબિનેટ મોરબી ખાતેથી કાર્યરત થયું હતું.
→ બાબુભાઇ પટેલે રાજ્યના પ્રથમ લોકાયુક્તની નિમણૂક કરાવી, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓ નિયમિત કરાવી, બંધ મિલોનું સંચાલન વગેરે પ્રશ્નો હલ કરવા પગલાં લીધા હતા.
→ તેમના સમયમાં 10+2+3 પેટર્ન અમલમાં આવી.
→ તેમના સમયમાં અન્ય પછાત જ્ઞાતિઓ માટે 10 ટકા અનામત જગ્યા રાખવા માટે નિર્ણય લેવાયો હતો તેમજ બઢતીમાં રોસ્ટર પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી.
→ તેમના સમયમાં 60 વર્ષથી વધુની નિરાધાર મહિલાઓ અને 65 વર્ષથી વધુના 15 નિરાધાર પુરુષો, અપંગ અશકતો માટે માસિક 30 રૂપિયાની સહાયની પેન્શન યોજના શરૂ કરવામાં આવી હતી તેમજ ગરીબ દૂર કરવા અંત્યોદય યોજના અમલમાં આવી હતી
→ તેમણે માતૃભાષામાં વહીવટની શરૂઆત કરાવી હતી.
→ બાબુભાઈ પટેલના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં બે વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હતું.
→ તેમણે દરેક જિલ્લાઓમાં દૂધની ડેરીની સ્થાપના કરાવી તેમજ ગ્રામીણ બેન્કો શરૂ કરાવી હતી.
→ તેમણે સામ્યવાદી પક્ષ, કોંગ્રેસ અને રિપબ્લિકન પક્ષો ભેગા મળી જનતા મોરચાની રચના કરી હતી.
→ તેમને વર્ષ 2002માં વલ્લભભાઇ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
→ ઈ.સ. ૧૯૫૨મા તેઓ જાહેર બાંધકામ અને વાહનવ્યવહાર ખાતાના નાયાબમંત્રી બન્યા.
→ ઈ.સ. ૧૯૫૬ માં આયોજન, વિકાસ અને વીજળી ખાતાના મંત્રી બન્યા.
→ ઈ.સ. ૧૯૭૧ માં નાણામંત્રી બન્યાં.
→ ૧૮ જુન, ૧૯૭૫ ના રોજ ગુજરાતના પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી બન્યા.
→ ગરીબી દુર કરવા શ્રી બાબુભાઈ પટેલ એ ગુજરાત રાજ્યમાં અંત્યોદય યોજના શરૂ કરી.
→ ૧૨ માર્ચ, ૧૯૭૬ ના રોજ શ્રી બાબુભાઈ પટેલ એ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું.
→ ૧૧ એપ્રિલ, ૧૯૭૭ના રોજ બાબુભાઈ પટેલ ગુજરાતના બીજી વાર મુખ્યમંત્રી બન્યા.
→ ગ્રામીણ બેંકની શરૂઆત કરવામાં આવી.
→ ૧૨ ઓગાષ્ટ, ૧૯૭૯ના રોજ “મચ્છુ હોનારત” થઈ.
→ ૧૭ ફેબ્રુઆરી, ૧૯૮૦ના રોજ “મચ્છુ હોનારત” ના પગલે સર્જાયેલી વહીવટી અવ્યવસ્થાને લીધે બાબુભાઈનું મંત્રીમંડળ બરતરફ કરવામાં આવ્યું અને
0 Comments