પંચાયતી રાજના શિલ્પી અને ગુજરાતના બીજા મુખ્યમંત્રી બળવંતરાય મહેતા
→ શ્રી બળવંતરાય મહેતાનો જન્મ ૧૯ ફેબ્રુઆરી, 1899 ના રોજ ભાવનગરમાં થયો હતો.
→ મૃત્યુ : 19 સપ્ટેમ્બર, 1965 (સુથરી ગામ, કચ્છ)
→ પિતા : ગોપાલજી મહેતા
→ પત્ની : સરોજબેન મહેતા
→ પક્ષ : ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
→ તેમણે વર્ષ 1920માં બી.એ.ની ડિગ્રી મેળવી હતી પરંતુ તેમણે અંગ્રેજો દ્વારા અપાતી ડિગ્રી લેવાનો ઇનકાર કર્યો હતો અને લાલા લજપતરાય દ્વારા સ્થપાયેલી ભારતીય લોકસેવક મંડળ(Servants of India Society)માં જોડાયા હતા.
→ તેમણે મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ 19 સપ્ટેમ્બર, 1963 થી 19 સપ્ટેમ્બર 1965 સુધીનો હતો.
→ તેમણે ગાંધીજીની અસહકારની ચળવળમાં પણ ભાગ લીધો અને ઠક્કરબાપાએ શરૂ કરેલી સેવામાં કાર્યમાં પણ ફાળો આપેલો.
→ ઈ.સ. 1946માં ભાવનગર રાજયની ધારાસભામાં વિરોધ પક્ષના નેતા હતા અને 13 જાન્યુઆરી, 1946ના રોજ ભાવનગર રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા હતા.
→ તેમણે યુનાઈટેડ સ્ટેટસ ઓફ સૌરાષ્ટ્રમાં મંત્રી તરીકે ફરજ બજાવેલી.
→ તેઓ 1952 થી 1962 સુધી લોકસભાના સભ્ય હતા.
→ તેઓ સંસદની અંદાજ સમિતિના ચેરમેન હતા.
→ ડૉ. જીવરાજ મહેતાએ રાજીનામું આપતાં કોંગ્રેસના નિરીક્ષક લાલબહાદુર શાસ્ત્રીના નેતૃત્વ હેઠળ બળવંતરાય મહેતાની ૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૩ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુકતી કરવામાં આવી.
→ લોકશાહીના સત્તાના વિકેન્દ્રીકરણ તરફી તેમના યોગદાન માટે તેમને "પંચાયતી રાજના શિલ્પી" તરીકે ઓળખવામાં આવે છે.
→ ટપાલ વિભાગ, ભારત સરકાર તરફથી 19 ફેબ્રુઆરી, 2000ના દિવસે તેમની 100મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે 3 રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન
→ 13 એપ્રિલ, 1919ના રોજ પંજાબના અમૃતસર શહેરમાં થયેલ જલિયાવાલા બાગ હત્યાકાંડનો વિરોધ કરવા અને દેશની આઝાદી માટે તેમણે સ્વતંત્રતા સંગ્રામમાં ઝંપલાવ્યું હતુ.
→ તેમણે વર્ષ 1921માં ભાવનગર પ્રજામંડળની સ્થાપના કરી હતી.
→ તેમણે અસહયોગ આંદોલન (1920-22), નાગપુર સત્યાગ્રહ(1923), બારડોલી સત્યાગ્રહ (1928), વ્યકિતગત સત્યાગ્રહ (1940) અને હિન્દ છોડો આંદોલન (1942)માં સક્રિય રીતે ભાગ લઈ જેલવાસ પણ ભોગવ્યો હતો.
→ ઈ.સ. ૧૯૩૦માં ધોલેરામાં “મીઠાના સત્યાગ્રહ” માં ભાગ લેવા માટે બે વર્ષની તેમને જેલ ની સજા થઈ હતી.
→ ઈ.સ. ૧૯૪૨માં “હિન્દ છોડો” આંદોલનમાં તેમણે કારાવાસ ભોગવ્યો હતો.
→ વર્ષ 1948માં મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગરમાં જવાબદાર લોકતંત્રની સ્થાપના કરી ત્યારે ભાવનગર રાજ્યની રચના સમયે બળવંતરાય મહેતાને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતાં.
→ તેમણે ભારતીય વિદ્યાભવન નામની શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરી હતી. તેઓ આઝાદી બાદ લોકસભાની અંદાજ સમિતિના ચેરમેન રહ્યાં હતાં.
ગુજરાતનાં બીજા મુખ્યમંત્રી
→ ડો. જીવરાજ મહેતાના રાજીનામા બાદ તેઓ 19 સપ્ટેમ્બર, 1963ના રોજ ગુજરાતના બીજા મુખ્યમંત્રી બન્યા હતાં.
→ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થળ પસંદગી અંગે લાલભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી.
→ તેઓના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ 1964માં ગુજરાત રાજ્યની સ્થાપના પછીના પ્રથમ જિલ્લા તરીકે ગાંધીનગરની સ્થાપના થઈ હતી.
→ ગુજરાતની સ્થાપના સમયે 17 જિલ્લા હતા.
→ ઈ.સ. 1964માં તેમના સમય દરમિયાન ગાંધીનગર જિલ્લાની સ્થાપના થતાં ગુજરાતનાં જિલ્લાની સંખ્યા 18 થઈ હતી.
→ સૌરાષ્ટ્રમાં ભાદર, શેત્રુંજય અને દાંતીવાડા (બનાસકાંઠા) બંધનું નિમર્ણ થયું.
→ કંડલા બંદરને ફ્રી ટ્રેડ ઝોન(1965) જાહેર કરવામાં આવ્યું.
→ ધુવારણ વીજમથક (આણંદ)ની સ્થાપના કરવામાં આવી.
→ કોયલી રિફાઈનરી (વડોદરા)નું નિર્માણ કાર્ય શરૂ થયું.
→ ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓમાં GIDC (Gujarat Industrial Development Corporation)ની સ્થાપના કરવામાં આવી.
→ કચ્છ જીલ્લાના “છાડબેટ” વિસ્તારના પ્રશ્નના ઉકેલ માટે ઈ.સ. ૧૯૬૫માં ભારત અને પાકિસ્તાન યુધ્ધ દરમિયાન કચ્છ સરહદે વિમાની નિરીક્ષણે ગયેલા.
→ તેમનું નિધન 19 સપ્ટેમ્બર, 1965ના રોજ ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન કચ્છની સરહદે હવાઈ નિરીક્ષણ દરમિયાન સુથરી ગામ પાસે પાકિસ્તાની સેના દ્વારા વિમાન તોડી પાડતાં થયું હતું.
→ તેમની સ્મૃતિમાં સુથરી ગામ પાસેના ડેમને બળવંત સાગર નામ આપવામાં આવ્યું છે અને અહીં તેમનું મેમોરિયલ પણ બનાવવામાં આવ્યું છે.
→ ચાલુ કાર્યકાળ દરમિયાન મૃત્યુ પામનાર તેઓ પ્રથમ ગુજરાતી મુખ્યમંત્રી હતાં.
પંચાયતી રાજના શિલ્પી
→ સામૂહિક વિકાસ કાર્યક્રમ (1952) તથા રાષ્ટ્રીય વિસ્તાર સેવા (1953) યોજનાના કાર્યક્રમોનું નિરીક્ષણ કરવા માટે ભારત સરકારે જાન્યુઆરી, 1957માં સામાજિક વિકાસ માટે બળવંતરાય મહેતાની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી હતી. નવેમ્બર 1957માં આ સમિતિ એ ભારત સરકારને રિપોર્ટ સોંપ્યો હતો જેમાં સત્તાના વિકેન્દ્રીકરણ માટેની ભલામણો કરવામાં આવી હતી.
→ આ સમિતિએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત એમ ત્રિ-સ્તરીય પંચાયતી રાજ સ્થાપવાનું સૂચન કયું હતું.
→ ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રત્યક્ષ રીતે લોકો દ્વારા તથા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી અપ્રત્યક્ષ રીતે કરવાનું સૂચવ્યું હતું.
→ ગ્રામ પંચાયતોનું વિઘટન કરતાં પહેલા જિલ્લા પંચાયતનો અભિપ્રાય લેવો.
→ તાલુકા પંચાયતે આયોજન અને વિકાસમાં કાર્યો કરવાં જોઇએ અને તેની દેખરેખ જિલ્લા પંચાયતે કરવી જોઈએ. આ રીતે જિલ્લા પંચાયત સુપરવિઝન કરનારી સંસ્થા તરીકે કાર્ય કરશે.
→ તાલુકા પંચાયત ગ્રામપંચાયતના બજેટની ચકાસણી કરશે અને તેને મંજૂરી આપશે.
→ પંચાયતને કરવેરા નાખવાની અને ઉઘરાવવાની સત્તા આપવી જોઈએ.
→ જમીન મહેસૂલની આવક પંચાયતને સ્વભંડોળમાં આપવી.
→ ગ્રામ પંચાયતને વહીવટ કરવા માટે 100% ખર્ચ આપવો જોઈએ.
→ જિલ્લા કલેકટર જિલ્લા પંચાયતના અધ્યક્ષ હોવા જોઈએ.
→ ગુજરાતમાં પંચાયતી રાજ સંસ્થાઓનો કાયદાકીય રીતે પ્રારંભ મુંબઈ પંચાયત અધિનિયમ, 1933થી થયો હતો.
→ ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની શરૂઆત 1 એપ્રિલ, 1963ના રોજ થઈ હતી.
→ અશોક મહેતા સમિતિ (1977)એ દ્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી હતી. પી.કે. થુંગન સમિતિ (1988)એ પંચાયતી રાજને બંધારણીય દરજજો આપવા પર ભાર મૂકયો હતો.
→ 24 એપિલને પંચાયતીરાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
→ તેમની સ્મૃતિમાં ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા 17 ફેબ્રુઆરી, 2000ના રોજ તેમની 100મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
→ આ સમિતિએ બનાવેલા અહેવાલના આધારે પંચાયતી રાજનો ખરડો લોકસભામાં પસાર થયો હતો.
→ રાષ્ટ્રીય વિકાસ પરિષદે બળવંતરાય મહેતા સમિતિની ભલામણોનો સ્વીકાર જાન્યુઆરી, 1958 માં કર્યો હતો.
→ જેના અનુસંધાને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ 2 ઓકટોબર, 1959ના રોજ આ ત્રિસ્તરીય માળખાને પંચાયતી રાજ નામ આપી રાજસ્થાનના નાગૌર જિલ્લાના બગદર ગામથી ભારતની પ્રથમ ત્રિસ્તરીય પંચાયતી રાજની શરૂઆત કરી હતી.
→ આ કારણસર લોકશાહીમાં સત્તાના વિકેન્દ્રીકરણના યોગદાન બદલ બળવંતરાય મહેતાને પંચાયતી રાજના શિલ્પી તરીકે ઓળખવામાં આવે છે.
0 Comments