→ સ્વાતંત્ર્ય સેનાની અને સામાજિક કાર્યકર મણીભાઇ દેસાઇ
→ તેમણે વર્ષ 1938માં મેટ્રિક પાસ કર્યા બાદ BSc શિક્ષણ સુરત ખાતે લીધું હતું.
સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન
→ તેઓએ મહાત્મા ગાંધીના સંપર્કમાં આવ્યા બાદ કોલેજનો અભ્યાસ અધૂરો છોડીને ભારતની આઝાદીની લડતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
→ વર્ષ 1942માં હિન્દ છોડો ચળવળમાં ભાગ લીધો હતો અને જેલવાસ ભોગવ્યો હતો.
સામાજિક કાર્યો
→ તેમણે ગામડાઓમાં સામાજિક ઉત્થાન માટે વ્યસનમુક્તિ, કરજમુક્તિ, પડતર જમીનના વિકાસ અને શિક્ષણ વગેરે કાર્યક્રમો હાથ ધર્યા હતાં.
→ તેમણે મહારાષ્ટ્રના પૂણે નજીક આવેલ ઉરુલી કાંચન ખાતે ગાંધીજીએ સ્થાપેલ નિસર્ગોપચાર કેન્દ્રની જવાબદારી સંભાળી અને અહીં વર્ષ 1950માં શિક્ષણ ક્ષેત્રે સેવા આપવા માટે મહાત્મા ગાંધી સર્વોદય સંઘની સ્થાપના કરી. મણીભાઈના અવસાન બાદ તેમના સન્માનમાં આ સંસ્થાનું નામ બદલીને મણીભાઈ દેસાઇ મહાવિધાલય કરવામાં આવ્યું.
→ તેમણે ડેન્માર્કથી વાછરડીઓને લાવીને સંકર ગાયોનું સંવર્ધન કાર્ય કર્યું હતું.
→ તેમણે વર્ષ 1967માં ભારતીય એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ફાઉન્ડેશન (BAIF)ની સ્થાપના કરી હતી. આ સંસ્થા દ્વારા તેમણે કૃષિવિધા, ઘાસચારા ઉત્પાદન, રેશમકીડા સંવર્ધન, આદિજાતિ વિકાસ અને પશુ સંવર્ધન જેવાં કાર્યક્રમો ચલાવ્યા હતાં.
→ કેનેડા સરકારના ફંડિંગ દ્વારા BAIFએ વર્ષ 1996માં પૂણેના વારજે ખાતે એક નવું હેડકવાર્ટર અને મેનેજમેંટ ટ્રેનિંગ સ્થાપ્યું. જેનું નામ ડો. મણિભાઈ દેસાઇ નગર રાખવામાં આવ્યું છે.
0 Comments