→ સારા વિવેચકની સાથોસાથ નવલકથાકાર, વાર્તાકાર, નાટયકાર અને ચરિત્રકાર
→ તેઓ વર્ષ 1945-46 દરમિયાન મુંબઈ સરકારના પ્રકાશન ખાતામાં ગુજરાતી વિભાગના વડા અને તંત્રી પદે રહ્યા હતાં.
→ તેઓ વર્ષ 1971-1980 દરમિયાન ગાંધીનગરમાં ગુજરાત સરકારના ભાષાનિયામક પદે રહ્યા હતા. તેમજ તેઓ વિસનગરની કવિસભા તથા વડોદરાની ગ્રંથગોષ્ઠિ સંસ્થાના સંચાલક હતા.
→ હસિત બૂચનું સૌપ્રથમ પુસ્તક બ્રહ્મઅતિથિ, જે ન્હનાલાલ વિશેનું અંજલિકાવ્ય હતું.
→ વર્ષ 1954માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ રૂપનાં અમી પ્રગટ થયો હતો. જ્યાંથી તેઓ કવિ તરીકે પ્રતિષ્ઠિત થયા હતા તે ઉપરાંત તેઓએ લખેલા હિન્દી અને અંગ્રેજી ભાષાના કાવ્યો ઈષત્ અને વિન્ડોમાં ગ્રંથસ્થ કરવામાં આવ્યા છે.
→ સુગેયતા, પ્રાસાદિકતા અને ઊર્મિપ્રાધાન્ય તથા કલ્પનાની ચારુતાએ તેમનાં કવિ તરીકેના મુખ્ય લક્ષણો છે. જ્યારે પ્રકૃતિ, પ્રેમ અને આધ્યાત્મ એમના મુખ્ય કવન વિષયો છે.
→ મધુર ગીતો, સુષ્લિષ્ટ છંદરચના, સુર્દઢ સોનેટ અને પ્રાસાદિક દીર્ઘ રચનાઓને કારણે એમનાં કાવ્યો આસ્વાધ બન્યાં છે.
→ તેમની કૃતિ સાન્નિધ્ય અને શુભસ્ય શીઘ્રમને ગુજરાત રાજ્યનું પારિતોષિક મળ્યું હતું.
→ વિવેચનકાર્યમાં દલપતરામ - એક અધ્યયન (1955) એમનો મહત્વનો સંશોધનાત્મક સ્વાધ્યાયગ્રંથ છે.
0 Comments