મિર્ઝા ગાલિબ | Mirza Ghalib

મિર્ઝા ગાલિબ
મિર્ઝા ગાલિબ

→ જન્મ : 27 ડિસેમ્બર, 1797 (આગ્રા)

→ અવસાન : 15 ફેબ્રુઆરી 1869 (ચાંદની ચોક,દિલ્હી)

→ શાસ્ત્રીય સંગીતની શૈલી અને અલગ પ્રકારની લેખન શૈલી ધરાવતા મિર્ઝા અસાદુલ્લાહ બૈગ ખાન મિર્ઝા ગાલિબ


→ નાની વયે જ તેમણે પિતાને ગુમાવી દીધા હતા અને તેમના કાકાએ તેમનો ઉછેર કર્યો હતો તેમણે ફક્ત 11 વર્ષની ઉંમરે જ કવિતાઓ લખવાનું શરૂ કર્યું હતું.

→ તેઓએ મહાન શિક્ષણવિદ અબડુસ સામંદ પાસેથી અરેબિક અને પર્શિયનનું શિક્ષણ લીધું હતું.

→ સમ્રાટ બહાદૂરશાહ ઝફરે તેમની કવિતાના શિક્ષક તરીકે નિમણૂક કરી હતી અને ગાલિબને મિર્ઝા નૌશાનો ખિતાબ આપ્યો હતો અને આમ તેઓનું પહેલુ નામ મિર્ઝા પડી ગયું હતું.

→ ગાલિબની ઉર્દુ, તુર્કીશ અને પર્શિયન ભાષા પર સારી પકડ હતી.

→ તેમણે ઉર્દુ કવિતામાં કરુણરસ અને તત્વજ્ઞાનનો સમન્વય કર્યો હતો.

→ તેમણે સુંદર ગઝલો લખી હતી અને પેઢી દર પેઢી તેમની ગઝલોને વખાણવામાં આવી હતી

→ ગાલિબ શબ્દનો અર્થ સર્વેત્તમ એવો થાય છે અને મરીઝ (અબ્બાસ અબ્દુલઅલી વાસી)ને ગુજરાતનાં ગાલિબ કહેવામાં આવે છે.

→ વર્ષ 1969માં ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમની મૃત્યુ શતાબ્દીના અવસર પર ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

→ તેઓ બ્રિટિશ શાસન દરમિયાન મુઘલ સામ્રાજ્યમાં વિખ્યાત કવિ હતા.

→ વર્ષ 1869માં જે જગ્યા પર તેમણે છલ્લા શ્વાસ લીધા હતા તેને ગાલિબ કી હવેલી તરીકે ઓળખવામાં આવે છે હાલમાં 300 વર્ષ જૂની આ હવેલીને ગાલિબ મેમોરિયલ તરીકે ફેરવવામાં આવી છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments