→ તેઓ અર્થશાસ્ત્રમાં અનુસ્નાતક થયા ત્યારબાદ તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી કાયદાનું શિક્ષણ મેળવ્યું અને વર્ષ 1935થી મદ્રાસ હાઇકોર્ટમાં વકીલાતની શરૂઆત કરી.
→ વર્ષ 1947-50 દરમિયાન મદ્રાસ બાર એસોસિયેશનના સચિવ પદ પર રહ્યા હતા.
ભારતના આઠમા રાષ્ટ્રપતિ
→ વર્ષ 1987-92 દરમિયાન તેઓ દેશના આઠમા રાષ્ટ્રપતિના પદ પર રહ્યા હતા. તેઓ સૌથી મોટી વયે રાષ્ટ્રપતિ બન્યા હતા.
→ તેમના કાર્યકાળ દરમિયાન વર્ષ 1991માં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ સુધારા (LPG Reform) લાગુ કરવામાં આવ્યા હતાં.
→ તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન રાજીવ ગાંધી, વી.પી. સિંહ, ચંદ્રશેખર સિંહ અને પી. વી. નરસિંહરાવ એમ 4 વડાપ્રધાન સાથે કામ કાર્ય કર્યું હતું.
શોભાવેલ અન્ય પદો
→ તેઓ 1957માં સાંસદ બનવા છતાં લોકસભામાંથી ત્યાગપત્ર આપીને મદ્રાસ સરકારમાં મંત્રી પરિષદના સભ્ય તરીક જોડાયા તેમજ વર્ષ 1967માં તેઓ યોજના આયોગના સભ્ય નિયુકત થયા હતા.
→ આ સમય દરમિયાન તેમણે ઉધોગો, સમાજ, વાહનવ્યવહાર તથા અર્થવ્યવસ્થાના વિકાસ માટે અને લોકોની સેવા માટે મહત્વપૂર્ણ કાર્ય કર્યા હતા.
→ તેમણે વર્ષ 1980માં ઇન્દિરા ગાંધીની સરકારમાં નાણામંત્રી અને ત્યારબાદ રક્ષામંત્રી તરીકે કાર્ય કર્યું હતું. તેમણે રક્ષામંત્રી તરીકે ડો. એ.પી.જે અબ્દુલ કલામની અધ્યક્ષતા હેઠળ ભારતનો પ્રથમ ઇન્ટિગ્રેટેડ મિસાઈલ ગાઇડેડ ડેવલોપમેન્ટ પોગ્રામ (IGMDP) શરૂ કર્યો હતો.
→ તેઓ વર્ષ 1984-87 દરમિયાન દેશના 7મા ઉપરાષ્ટ્રપતિના પદ પર રહ્યા હતા. આ સમય દરમિયાન તેઓ ઈન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર અને જવાહરલાલ નેહરૂ એવોર્ડ ફોર ઇન્ટરનેશનલ અન્ડરસ્ટેંડીંગ નિર્ણાયક પીઠના અધ્યક્ષના પદ પર નિયુકત થયા હતા.
→ વર્ષ 1942માં તેમણે ભારત છોડો આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.
→ તેઓ વર્ષ 1955-79 સુધી સંયુક્ત રાષ્ટ્ર વહીવટી ટ્રિબ્યુનલના સભ્ય તેમજ વર્ષ 1968-79 સુધી તેના અધ્યક્ષ રહ્યા હતા.
0 Comments