ભારતના દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ | Rajendra Prasad

રાજેન્દ્ર પ્રસાદ
રાજેન્દ્ર પ્રસાદ

→ જન્મ : 3 ડિસેમ્બર, 1884 (ઝીરાદેઈ, બિહાર)

→ સમાધિ : મહાપ્રયાણ ઘાટ

→ અવસાન : 28 ફેબ્રુઆરી, 1963 (પટના, બિહાર)

→ ઉપનામ: બિહાર ના ગાંધી


→ તેવો વ્યવસાયે વકીલ હતા પરંતુ ગાંધીજીની પ્રેરણાથી તેઓ ચંપારણ સત્યાગ્રહમાં સ્વયંસેવક તરીકે જોડાયા હતાં.


સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન

→ તેમણે ગાંધીજીના અસહકાર આંદોલનના ભાગરૂપે બિહારમાં અસહકાર આંદોલન ચલાવ્યું હતું તેમજ ગાંધીજીએ તેમને અજાતશત્રુ (જેનો કોઈ દુશ્મન ન હોય) તરીકે ઓળખાવ્યા હતા.

→ તેઓ વર્ષ 1934માં કોંગ્રેસના 48માં મુંબઇ અધિવેશનમાં અધ્યક્ષ રહ્યા હતાં.

→ તેઓ 11 ડિસેમ્બર, 1946ના રોજ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ બન્યા હતાં.

→ તેઓ વર્ષ 1946ની વચગાળાની સરકારમાં કૃષિમંત્રી તેમજ વર્ષ 1947માં ખાધ અને કૃષિ મંત્રી હતા.


ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ

→ તેઓ વર્ષ 1950માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા.

→ તેમણે વર્ષ 1950-1962 સુધી રાષ્ટ્રપતિ પદે સેવા આપી હતી.

→ તેઓ સૌથી વધુ સમય (12 વર્ષ) સુધી રાષ્ટ્રપતિ પદે રહ્યાં હતાં.

→ તેઓએ બે વખત રાષ્ટ્રપતિ અને એક વાર વચગાળા (Interim)ના રાષ્ટ્રપતિના રૂપમાં શપથ ગ્રહણ કર્યા હતાં.

→ આ ઉપરાંત સ્વતંત્ર ભારતની પ્રથમ બિનેટ પ્રધાન તરીકે સેવા આપી હતી.



→ તેઓએ તેમની આત્મકથા આત્મકથા નામથી લખી છે તેમજ હિન્દીમાં ચંપારણ મેં મહાત્મા ગાંધી તથા અંગ્રેજીમાં ઇન્ડિયા ડિવાઇડેડ નામનું પુસ્તક લખ્યું હતું.

→ તેમને વર્ષ 1962માં ભારતના સર્વોચ્ચ નાગરિક ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

→ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન તેમણે દેશ અને સર્ચલાઇટ જેવા સમાચાર પત્રોનું સંપાદન કર્યુ હતું.

→ તેમણે જીવનના અંતિમ વર્ષો પટનાના સદાવ્રત આશ્રમમાં વીતાવ્યા હતા.

→ ભારતને આઝાદી મળ્યા બાદ ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા તેઓના હસ્તે કરવામાં આવી હતી.

→ તેમની યાદમાં પટના ખાતે સંગ્રહાલય આવ્યું છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments