→ ગુજરાતમાં પુસ્તકાલય અને છાત્રાલય પ્રવૃત્તિના પ્રણેતા અને ચરોતરના મોતી તરીકે જાણીતા
→ અખિલ હિંદ પુસ્તકાલય પરિષદે તેમને ગ્રંથપાલ ઉધમ પિતામહનું બિરુદ આપ્યું હતું. પુસ્તકાલય પ્રવૃતિમાં મોતીભાઈ અમીનનો સૌથી મોટો ફાળો છે.
→ તેમણે વર્ષ 1887માં વસોમાં અંગ્રેજી શાળામાં શિક્ષણ મેળવ્યું હતું. અંગ્રેજી ચાર ધોરણ પૂરાં કરીને આગળ અભ્યાસ માટે વડોદરા ગયાં.
પુસ્તકાલય પ્રવૃત્તિમાં યોગદાન
→ તેમણે વર્ષ 1894માં વડોદરા રાજ્યના કેળવણી અધિકારી હરગોવિંદદાસ કાંટાવાળાના પ્રમુખપદે દેશી કારીગરોને ઉત્તેજન આપવા એક કમિટીની નિમણૂક કરી. આ કમિટીના નિર્ણયથી વસોમા પુસ્તકાલયની સ્થાપના થઈ.
→ વર્ષ 1895માં મોતીભાઇએ વડોદરાની કોલેજમાં પ્રવેશ મેળવ્યો.
→ વર્ષ 1895માં જુદી જુદી જગ્યાએ રહેતા વિધાર્થીઓને સંગઠિત કરી રામજી મંદિરમાં એક ક્લબ શરૂ કરી.
→ વિધાર્થીઓએ એક જ રસોડે જમવાનું શરૂ કર્યુ. અહીંથી છાત્રાલય પ્રવૃત્તિનાં બીજ રોપાયાં.
→ ગુજરાતમાં વર્ષ 1906ના રોજ મિત્રમંડળ પુસ્તકાલયો શરૂ કરવાની પ્રવૃત્તિ હાથ ધરી. વડોદરાના મહારાજે તેમને વડોદરા બોલાવી શાળા ત્યાં પુસ્તકાલયની જવાબદારી સોંપી.
→ તેમણે વર્ષ 1915માં ચરોતર એજયુકેશન સોસાયટીની સ્થાપના કરી.
→ આર્થિક મુશ્કેલીને કારણે અભ્યાસ ન કરી શકતા વિધાર્થીઓને માટે તેમણે ગરીબ વિધાર્થી ફંડ, પેટલાદ લોન ફંડ, વસો યુવક મંડળ ની સ્થાપના કરી.
→ ગુજરાતમાં દુષ્કાળ પડતાં સ્વયંસેવકો એકત્રિત કરી રેલસંકટ નિવારણનું કાર્ય તેમજ પાટીદાર સમાજસુધારણા માટે પાટીદાર પત્રિકા શરૂ કરી.
→ તેમણે વર્ષ 1924માં પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લિ. વર્ષ 1925માં વડોદરા રાજ્ય પુસ્તકાલય મંડળ અને પુસ્તકાલય માસિકનો પ્રારંભ અને વસોમાં પ્રથમ બાળમંદિરનો પ્રારંભ કર્યો હતો.
→ મોતીભાઈ અમીને બે વર્ષના ટૂંકાગાળામાં વડોદરા રાજ્ય સહિત અનેક સ્થળોએ 400 જેટલા પુસ્તકાલય શરૂ કર્યા.
→ ઇન્ડિયન લાઇબ્રેરી ઍસોસિયેશને તેમને ગ્રંથાલય પ્રવૃત્તિના પિતામહ તરીકે નવાજ્યા હતા.
→ તેમણે ગુજરાત વર્નાકયુલર સોસાયટીના માનદ સભ્ય તરીકે સેવાઓ આપી હતી.
0 Comments