→ આદિવાસીઓની સેવા માટે જીવન હોમી દેનારા ઠક્કરબાપા તરીકે જાણીતા વિઠ્ઠલદાસ ઠક્કર
સામાજિક પ્રવૃતિમાં યોગદાન
→ આદિજાતિના લોકો માટે આદિવાસી શબ્દ સૌપ્રથમ તેમણે પ્રયોજ્યો હતો.
→ ગોપાલકૃષ્ણ ગોખલે પાસેથી દીક્ષા લઇને તેઓ વર્ષ 1914માં સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયાના સભ્ય બન્યા હતા અને તેઓ અસ્પૃશ્યો તથા આદિવાસીઓના અધિકારોના હિમાયતી હતા.
→ તેમણે ગાંધીજીને એક વર્ષ સુધી સતત અસ્પૃશ્યતા નિવારણ અંગે કામ કરવાની સલાહ આપી હતી જે ગાંધીજીએ માની હતી.
→ તેમણે ગાંધીજીએ સ્થાપેલા અખિલ હિંદ હરિજન સંઘના આજીવન મંત્રી તરીકે સેવા આપી હતી.
→ દુષ્કાળ, પૂર અને ચેપી રોગચાળો જેવી સમસ્યાઓ વખતે બાપા અને તેમના સમર્પિત સેવકો સેવા માટે પહોંચી જતા હતા.
→ વર્ષ 1922-23માં તેમણે ભીલ જાતિના ઉત્થાન માટે દાહોદના ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામમાં ભીલ સેવા મંડળની સ્થાપના કરી હતી તેમજ પંચમહાલના આદિવાસીઓને દારૂ તથા કુટેવોમાંથી મુકત કર્યા હતા અને ઝાલોદમાં શબરી કન્યાશ્રમની સ્થાપના કરી હતી.
→ વર્ષ 1930માં સવિનય કાનૂનભંગ આંદોલન દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી અને તેમને 6 મહિના માટે કારાવાસની સજા આપવામાં આવી હતી.
→ તેમણે વર્ષ 1944માં ગોંડ સેવક સંઘની સ્થાપના કરી અને ત્યારબાદ તેનું નામ બદલીને વનવાસી સેવા મંડળ રાખવામાં આવ્યું હતું.
→ તેઓ રાંચીમાં સ્થપાયેલ આદિમ જાતિ મંડળીના ઉપાધ્યક્ષ રહ્યા હતા. જેના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ હતા. તેમણે Tribes of India પુસ્તક લખ્યું હતું જે વર્ષ 1950માં પ્રકાશિત થયું હતું.
→ તેઓ બાપા, ઠક્કરબાપા, અંત્યજોના ગોર, આદિવાસીઓના બાપા જેવા ઉપનામોથી જાણીતા છે.
→ વર્ષ 1939માં ઝવેરચંદ મેઘાણીએ તેમને ઠક્કરબાપાનું બિરુદ આપ્યું હતું.
→ ગાંધીજી તેમને બાપા તરીકે સંબોધન કરતા હતાં. તેમને બાપાનું બિરુદ પંચમહાલમાં મળ્યું હતું.
→ તેમણે ભારત અને યુગાન્ડામાં રેલવે ઈજનેર તરીકે વ્યવસાયી જીવનની શરૂઆત કરી હતી.
→ ઠક્કરબાપા વિઠ્ઠલ શિંદેને પોતાના ગુરુ માનતા હતા.
→ દેશની આઝાદી બાદ તેઓ થોડા સમય માટે સંસદ સભ્ય પણ રહ્યા હતા.
→ તેમના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે વર્ષ 1969માં ભારત સરકાર દ્વારા ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
0 Comments