→ હિન્દી સાહિત્યકાર : તેઓ હિન્દી ભાષાના એક અગ્રણી કવિ હતા.
→ તેમની કવિતા મધુશાલા દ્વારા તેમણે સૌથી વધુ લોકપ્રિયતા મેળવી હતી અને મધુશાલા તેમની સૌથી પ્રખ્યાત કૃતિ છે.
→ આ ઉપરાંત તેમની જાણીતી કવિતાઓ મધુબાલા, મધુકલશ, મિલન યામિની, પ્રણય પત્રિકા, નિશા નિમંત્રણ, તેરાહાર, સતરગિની, આરતી ઔર અંગારે અને બહુત દિન બિતે છે.
→ આ ઉપરાંત તેમની જાણીતી કૃતિઓ અગ્નિપથ, ક્યા હૈ મેરી બારી મે, તુમ તુફાન સમજ પાઓગે અને રાત આધી ખિચ કર મેરી હથેલી છે.
→ તેમણે તેમની આત્મકથા અલગ અલગ નામથી લખી છે, જેમાં કયા ભૂલું ક્યા યાદ કરું, નીડ કા નિર્માણ ફિર, બસેરે સે દૂર, દશ દ્વાર સે સોપાન તક, બચ્ચન રચનાવલી કે નવ ખંડનો સમાવેશ થાય છે.
→ હરિવંશરાય બચ્ચનનું પ્રારંભિક શિક્ષણ તેમના ગામની શાળામાં થયું હતું.
→ તેઓએ ઉચ્ચ શિક્ષણ પ્રયાગરાજમાંથી લીધું હતું અને ત્યારબાદ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી Ph.D કર્યુ હતું. ત્યાંથી તેમણે અંગ્રેજી સાહિત્યના જાણીતા કવિઓની કવિતાઓ પર સંશોધન કર્યુ.
→ તેઓ પ્રસિદ્ધ અભિનેતા અભિતાભ બચ્ચનના પિતા છે.
પંક્તિઓ
હરિવંશરાય બચ્ચન ('મધુશાલા'માંથી)
મુસલમાન ઔ' હિન્દુ હૈ દો. એક. મગર, ઉનકા પ્યાલા એક, મગર, ઉનકા મદિરાલય, એક, મગર, ઉનકી હાલા, દોનોં રહતે એક ન જબ તક મસ્જિદ મંદિર મેં જાતે બૈર બઢાતે મસ્જિદ મંદિર મેલ કરાતી મધુશાલા
હરિવંશરાય બચ્ચન ('અગ્નિપથ'માંથી)
તૂ ન થકેગા કભી, તૂ ન રુકેગા કભી. તૂ ન મુડેગા કભી, કર શપથ, કર શપથ, કર શપથ, અગ્નિપથ અગ્નિપથ અગ્નિપથ
0 Comments