→ ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કથાલેખક અને આત્મચરિત્રકાર નાનાભાઇ ભટ્ટ
→ તેમનું મૂળવતન પચ્છેગામ (ભાલ) હતું.
→ તેમના દ્વારા વર્ષ 1910માં 'દક્ષિણામૂર્તિ વિધાર્થીભવન'ની સ્થાપના કરવામાં આવી હતી.
→ 1926માં નાનાભાઈ ગુજરાત વિધાપીઠનાં કુલનાયક અને 1948માં સૌરાષ્ટ્ર રાજ્યનાં પ્રથમ પ્રધાન મંડળમાં શિક્ષણમંત્રી તરીકે રહયાં હતા.
→ વર્ષ 1938માં ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકાના આંબલા ખાતે નઈતાલીમ આધારિત 'ગ્રામ દક્ષિણામૂર્તિ' નામની લોકશાળાની સ્થાપના કરી હતી. જેને પગલે ગુજરાતમાં અનેક લોકશાળાઓ જન્મી અને ગ્રામ કેળવણીમાં ક્રાંતિ થઇ.
→ વર્ષ 1953માં તેમણે ભાવનગરના સણોસરા ખાતે 'લોકભારતી ગ્રામ વિધાપીઠ'ની સ્થાપના કરી હતી.
→ તેમની આત્મકથાનું નામ 'ઘડતર અને ચણતર' છે જે ગુજરાતી આત્મકથા સાહિત્યમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે.
→ તેઓ છાયાલય, કોડિયું અને દક્ષિણામૂર્તિ સામયિક સાથે સંકળાયેલા હતા.
→ તેમણે 'દેશવાસીઓ કે નામ'ની પત્રિકા પણ પ્રકાશિત કરી હતી.
→ વર્ષ 1954 થી 1958 દરમિયાન તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યા હતાં.
→ નાનાભાઈએ કેળવણી ક્ષેત્રે કરેલા ઉત્તમ કાર્યો બદલ વર્ષ 1960માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતાં.
સાહિત્ય સર્જન
→ સૂતપુત્ર કર્ણ (પ્રથમકૃતિ), દ્રષ્ટાંત કથાઓ, રામાયણના પાત્રો, મહાભારતના પાત્રો, ગૃહપતિને, શ્રીમદ્ લોકભાગવત, પથારીમાં પડયા પડયા, હિંદુ ધર્મની આખ્યાયિકાઓ, કેળવણીની પગદંડી, ભારતીય સંસ્કૃતિ શું છે?, બે ઉપનિષદો, ઉપમન્યુ (કથાવાર્તા)
0 Comments