→ ભારતના જાણીતા માનવતાવાદી, પરોપકારી, સમાજ સુધારક અને સ્વાતંત્ર સેનાની
→ તેમનો જન્મ એક ગરીબ ખેડૂત પરિવારમાં થયો હતો. પરંતુ તેમને વર્ધાના શ્રીમંત શેઠ બછરાજ બજાજ દ્વારા દત્તક લેવામાં આવ્યા હતાં.
→ તેઓ ગાંધીજીના સરળ જીવન અને વિચારોથી ઘણા પ્રભાવિત થયા હતાં. આ કારણથી જ તેઓ ભારતની આઝાદીની લડતમાં જોડાયા હતાં.
→ બીજા વિશ્વયુદ્ધમાં નાણાકીય સહાય કરવા માટે બ્રિટિશ સરકારે તેમને રાય બહાદુરનું બિરુદ આપ્યું હતું.
→ વર્ષ 1920માં તેમની પસંદગી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ના નાગપુર સત્રમાં સ્વાગત સમિતિના અધ્યક્ષ તરીકે થઈ હતી. તેમણે રાય બહાદુરનું બિરુદ પાછું આપી દીધું હું અને ગાંધીજીની અસહકારની ચળવળમાં ભાગ લેવાનું નક્કી કર્યું.
→ વર્ષ 1923માં નાગપુર ઝંડા સત્યાગ્રહમાં ભાગ લેવાના કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી.
→ તેમણે વર્ષ 1930માં દાંડી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો.
→ તેમની પસંદગી અખિલ ભારત હિન્દી સાહિત્ય સંમેલનના અધ્યક્ષ તરીકે થઈ હતી.
→ તેમણે હિન્દીના પ્રચાર માટે સી. રાજગોપાલાચારી સાથે મળીને દક્ષિણ ભારત હિન્દી પ્રચાર સભાની સ્થાપના કરી હતી.
→ તેમણે ખાદી અને ગ્રામ ઉધોગને પ્રોત્સાહન આપવા ઘણા કાર્યો કર્યા હતા.
→ વર્ષ 1925માં તેમની ઓલ ઇન્ડિયા સ્પીનર્સ એસોસિએશનના ખજાનચી તરીકે પસંદગી થઈ હતી.
→ તેઓ શ્રમિકોના સમૂહ ગાંધી સેવા સંઘના પણ પ્રમુખ હતાં.
→ તેમણે ગાંધીજીના ટ્રસ્ટીશીપ સિદ્ધાંતથી પ્રેરાઈને પોતાની મોટાભાગની સંપત્તિનો ઉપયોગ ગરીબોની સેવા માટે કર્યો હતો.
→ તેમણે વર્ષ 1926માં બજાજ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી હતી.
→ તેમણે અસ્પૃશ્યતાના નિવારણ માટે ઘણા કાર્યો કર્યા હતાં.
→ તેમણે વર્ષ 1928માં વર્ધામાં હરીજનો માટે લક્ષ્મીનારાયણ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
→ તેમની સ્મૃતિમાં ભારત સરકાર દ્વારા વર્ષ 1970માં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આપી હતી.
→ વર્ષ 1978થી જમનાલાલ બજાજ ફાઉન્ડેશન દ્વારા જમનાલાલ બજાજ એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ દર વર્ષે જમનાલાલ બજાજની જન્મજયંતી નિમિત્તે એક આંતરરાષ્ટ્રીય સહિત કુલ ચાર શ્રેણીમાં આપવામાં આવે છે.
→ તેમના સન્માનમાં મુંબઈના અંધેરીમાં એક વિસ્તારનું નામ જેબી નગર રાખવામાં આવ્યું છે.
0 Comments