રસાયણશાસ્ત્રી : આલ્ફ્રેડ નોબેલ | Alfred Bernhard Nobel

રસાયણશાસ્ત્રી : આલ્ફ્રેડ નોબેલ
સર રસાયણશાસ્ત્રી : આલ્ફ્રેડ નોબેલ

→ જન્મ : 21 ઓકટોબર, 1833 (સ્વીડનના પાટનગર સ્ટોકહોમ)

→ પિતા : ઈમેન્યુઅલ

→ અવસાન : 10 ડિસેમ્બર, 1896 (સનરેમા (ઇટલી) )

→ આલ્ફ્રેડ નોબેલ નાનપણથી જ વિજ્ઞાનમાં વિશેષ રૂચિ ધરાવતા હતા.

→ તેઓ રશિયન, જર્મન, ફ્રેન્ચ અને સ્વિડીશ ભાષાઓના જાણકાર હતા.

→ તેઓ વર્ષ 1850માં પેરિસ ખાતે રસાયણશાસ્ત્રનો અભ્યાસ પૂર્ણ કરી અમેરિકા ગયા. ત્યાં તેમણે 4 વર્ષ સુધી રસાયણવિજ્ઞાનનું અધ્યયન કર્યુ હતું.



ડોલામાઈટની શોધ અને યોગદાન

→ તેમણે વર્ષ 1887માં 'બેલેસ્ટીક' નામનાં ધુમાડા વગરના નાઈટ્રોગ્લિસરીનના પાઉડરની શોધ કરી હતી.

→ તેમણે સૌથી વધુ વિસ્કોટકો પોતાના નામે પેટર્ન કરાવી દીધા હતા.

→ તેમની સ્મૃતિમાં રસાયણ શાસ્ત્રમાં શોધાયેલા 102માં તત્વને 'નોબેલિયમ' નામ આપવામાં આવ્યું છે.

→ તેમણે વર્ષ 1866માં ડાયનેમાઇટની શોધ કરી, જેમાંથી તેમને અઢળક કમાણી થઈ.


નોબેલ પુરસ્કાર 2024

ક્ષેત્ર નોબેલ પુરસ્કાર વિજેતાઓ માટે એનાયત
ફિઝિયોલોજી/ મેડિસિન વિક્ટર એમ્બ્રોસ (યુએસએ), ગેરી રુવકુન (યુએસએ) માઇક્રોઆરએનએની શોધ
ભૌતિકશાસ્ત્ર જ્હોન જે. હોપકિલ્ડ (યુએસએ), જ્યોફ્રી ઇ.હિન્ટન (બ્રિટિશ-કેનેડિયન) કૃત્રિમ ન્યુરલ નેટવર્કના વિકાસમાં આંકડાકીય ભૌતિકશાસ્ત્રના ખ્યાલોનો ઉપયોગ
રસાયણ શાસ્ત્ર ડેવિડ બેકર (યુએસએ), ડેમિસ હાસાબીસ (બ્રિટિશ), અને જ્હોન એમ.જમ્પર (યુએસએ) ડેવિડ બેકરને 'કમ્પ્યુટેશનલ પ્રોટીન ડિઝાઇન માટે., ડેમિસ હાસાબીસ અને જ્હોન એમ. જમ્પર 'પ્રોટીન બંધારણની આગાહી માટે.'
સાહિત્ય હાન કાંગ (દક્ષિણ કોરિયન લેખક) તેના તીવ્ર કાવ્યાત્મક ગધ માટે જે ઐતિહાસિક આઘાતનો સામનો કરે છે અને માનવ જીવનની નાજુકતાને ઉજાગર કરે છે.
અર્થશાસ્ત્ર ડેરોન એસેમોગ્લુ (તુર્કી), સાયમન જોન્સન (યુ.કે), જેમ્સ એ. રોબિન્સન (બ્રિટિશ-અમેરિકન) સંસ્થાઓ કેવી રીતે રચાય છે અને સમૃદ્ધિને કેવી રીતે અસર કરે છે તેના અભ્યાસ માટે

નોબેલ પુરસ્કારની શરૂઆત

→ આ કમાણીના વ્યાજમાંથી પ્રતિ વર્ષો ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, સાહિત્ય, તબીબી, અર્થશાસ્ત્ર અને શાંતિ એમ કુલ 6 ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યકિત વિશેષને 90 લાખ સ્વિડીશ કોના રાશિનું નોબેલ પ્રાઈઝ એનાયત કરવામાં આવે છે.

→ નોબેલ પ્રાઈઝના સમારોહનું આયોજન દર વર્ષે 10 ડિસેમ્બરના રોજ આલ્ફ્રેડ નોબેલનું મૃત્યુ થયું હોવાથી તેમની યાદગીરીરૂપે કરવામાં આવે છે.

→ વર્ષ 1901થી આ નોબેલ પ્રાઈઝ નિયમિતપણે એનાયત કરવામાં આવે છે.

→ વર્ષ 1901માં સાહિત્ય, તબીબી (મેડીસીન), ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને શાંતિ માટે આપવામાં આવેલા હતાં તથા 'અર્થશાસ્ત્ર' માટેનું નોબેલ પ્રાઇઝ વર્ષ 1969થી શરૂ કરવામાં આવેલ હતું.

→ રેડક્રોસ સંસ્થાને સૌથી વધુ વખત (ત્રણ વખત)નોબેલ પુરસ્કાર મળ્યો હતો.

નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય રવિન્દ્રનાથ ટાગોર હતા. તેમને સાહિત્ય ક્ષેત્રે વર્ષ 1913માં નોબેલ પ્રાઇઝ મળ્યું હતું.

→ મલાલા યુસુફ ઝઈને વર્ષ 2014માં સૌથી નાની વયે (17 વર્ષ ) શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.



ક્રમ સમિતિ પસંદગી ક્ષેત્ર
1. રોયલ સ્વિડિશ એકેડમી ઓફ સાયન્સ સ્વીડન રસાયણશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર
2.સ્વિડિશ એકેડમી સ્વીડન સાહિત્ય
3. નોબેલ એસેમ્બલી, કેરોલિન્સ્કા ઈન્સ્ટિટયૂટ સ્વીડન તબીબી
4. નોર્વેજિયન નોબેલ કમિટી નોર્વે શાંતિ

જેલવાસ દરમિયાન નોબેલ શાંતિ પુરસ્કાર પ્રાપ્ત કરનારા વિજેતાઓ

ક્રમ વર્ષ નામ
1. 1935 કાલ વોન ઓઝિન્સ્કી (જર્મની)
2. 1991 આંગ સાન સુ કી (મ્યાનમાર)
3. 2010 લિયુ ઝિયાઓબો (ચીન)
4. 2022 એલેસ બિયાલિઆન્સ્કી (બેલારુસ)
5. 2023 નરગેસ મોહમ્મદી(ઈરાન)

નોબેલ પુરસ્કાર મેળવનાર ભારતીયો

ક્રમ વર્ષ નામ પસંદગી ક્ષેત્ર
1. 1913 રવીન્દ્રનાથ ટાગોર સાહિત્ય
2. 1930 સી. વી. રમન ભૌતિકશાસ્ત્ર
3. 1979 મધર ટેરેસા શાંતિ
4. 1998 અમર્ત્ય સેન અર્થશાસ્ત્ર
5. 2014 કૈલાશ સત્યાર્થી શાંતિ

નોબેલ પુરસ્કાર મેળવનાર ભારતીય મૂળના વિદેશી નાગરિકો

ક્રમ વર્ષ નામ પસંદગી ક્ષેત્ર
1. 1968 હરગોવિંદ ખુરાના ચિકિત્સા
2. 1983 સુબ્રમણ્યમ ચંદ્રશેખર ભૌતિકશાસ્ત્ર
3. 2001 વી. એસ. નાયપોલ સાહિત્ય
4. 2009 વેંકટરમન રામકૃષ્ણન રસાયણ
5. 2019 અભિજીત બેનર્જી અર્થશાસ્ત્ર

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments