→ બીરુદ : સ્વપ્નદ્રષ્ટા, ગુજરાતી અસ્મિતાના પુરસ્કર્તા, ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર
→ પ્રસિધ્ધ નવલકથાકાર, નિબંધકાર, નાટ્યકાર, રાજપુરુષ અને કલમના એક લસર કે જીવંત પાત્ર સૃષ્ટિનું સર્જન કરનાર કનૈયાલાલ મુનશી 'ગુજરાતી અસ્મિતાનો જયઘોષ કરનાર સર્વપ્રથમ સ્વપ્નદ્રષ્ટા' હતા.
→ વર્ષ 1917માં તેમણે વકીલાત શરૂ કરી, ત્યારબાદ સાહિત્ય સર્જન, સમાજ સુધારા, રાજકારણ એમ દરેક ક્ષેત્રે ઉચ્ચકોટિ સુધી પહોંચ્યા હતા.
→ તેમના નાટક 'કાકાની શશી' ની પ્રશંસા કરતાં પ્રો. વિનોદ અધ્વર્યુંએ લખ્યું છે કે કાકાની શશી પરંપરાગત વ્યવસાયી રંગભૂમિ અને સાહિત્યિક નાટક વચ્ચે સેતુરૂપ છે.
→ તેમણે 'ઘનશ્યામ' ઉપનામે પ્રથમ વાર્તા 'મારી કમલ કમલા' લખી હતી. જે સ્ત્રીબોધ માસિકમાં પ્રકાશિત થઇ હતી.
→ ટૂંકી વાર્તા બાદ તેમણે નવલકથાઓ લખવાની શરૂઆત કરી હતી. તેમણે સામાજિક, ઐતિહાસિક, પૌરાણિક કથા વસ્તુ લઇને અનેક નવલકથાઓ લખી હતી.
→ તેમની નવલકથા 'પાટણની પ્રભુતા', 'ગુજરાતનો નાથ' તથા 'રાજાધિરાજ' સોલંકી યુગના ઇતિહાસ પર આધારિત છે.
→ તેમણે વર્ષ 1912માં 'ભાર્ગવ' માસિક અને વર્ષ 1922માં 'ગુજરાત' માસિકનું પ્રકાશન કર્યું હતું.
→ તેમના દ્વારા રચિત 'જય સોમનાથ' નવલકથામાં મોહમ્મદ ગઝનીએ સોમનાથ પર કરેલ આક્રમણ અને ભીમદેવ દ્વારા કઈ રીતે તેનો સામનો કર્યો
→ તેમના ઉપર પાશ્ચાત્ય સાહિત્યકાર એલેકઝાન્ડર ડૂમાનો વિશેષ પ્રભાવ પડ્યો હતો.
→ તેમણે વર્ષ 1902માં અમદાવાદમાં સુરેન્દ્રનાથ બેનર્જીના અધ્યક્ષપણા હેઠળ યોજાયેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સંમેલનમાં સ્વયંસેવક તરીકે સેવા આપી હતી.
→ તેમણે પોતાની આત્મકથા 'અડધે રસ્તે'માં પોતાના બાળપણ અને કોલેજ જીવનના સંસ્મરણો લખ્યા છે.
→ 'સીધા ચઢાણ'માં મુંબઈની શેરીઓ અને હાઇકોર્ટના બનાવોનું વર્ણન છે જ્યારે 'સ્વપ્ન સિદ્ધિની શોધ'માં પહેલીવારના પત્ની હોવા છતાં લીલાબેન તરફના આકર્ષણનું વર્ણન કરવામાં આવેલ છે.
→ પૃથિવીવલ્લભ 12મી સદીની ગુજરાતી ઐતિહાસિક શૃંગાર કાવ્ય રચના મુંજરાસોના કેટલાક હયાત દ્રશ્યો પર આધારિત છે. તેમની આ કૃતિ પરથી બે વાર વર્ષ 1924માં મણીલાલ જોશી તથા વર્ષ 1943માં સૌરભ મોદીએ ફિલ્મ બનાવી હતી. આ ઉપરાંત મુનશીની જય સોમનાથ નવલકથા પણ ફિલ્મ સ્વરૂપે રૂપાંતર થઈ હતી.
→ તેઓ બારડોલી સત્યાગ્રહ સંદર્ભે નિમાયેલ તપાસ સમિતિના પ્રમુખ હતા. તેમણે સરકારના દમન, ગેરરીતિઓ, જપ્તી, હરાજી વગેરેનો હૂબહૂ ચિતાર આપતો અહેવાલ પ્રસિદ્ધ કર્યો જેનાથી લડતનું વાજબીપણું તટસ્થપણે સાબિત થયું.
→ તેમણે વર્ષ 1950માં ભારતમાં 'વન મહોત્સવ'ની શરૂઆત કરી હતી. તેમની અંતિમ નવલકથા 'કૃષ્ણાવતાર ભાગ 1 થી 8' છે.
સ્થાપેલ સંસ્થા
→ વર્ષ 1922માં સાહિત્ય સંસદ મુખપત્ર : ગુજરાત
→ વર્ષ 1938માં મુંબઇમાં ભારતીય વિધાનસભા મુખપત્ર : નવનીત સમર્પણ
→ વર્ષ 1954માં વિશ્વ સંસ્કૃત પરિષદ
શોભાવેલ પદ
→ વર્ષ 1937-38માં મુંબઇ રાજ્યમાં બાબા સાહેબ ખેર સરકારમાં ગૃહ પ્રધાન
→ બંધારણ સભામાં ખરડા સમિતિના સભ્ય
→ દેશી રાજ્યોના વિલિનીકરણમાં હૈદરાબાદ રાજ્યના એજન્ટ જનરલ
→ વર્ષ 1952-57 દરમિયાન ઉત્તર પ્રદેશના રાજ્યપાલ
સાહિત્ય સર્જન
→ નવલકથા : વેરની વસૂલાત (તેમની પ્રથમ નવલકથા), ગુજરાતનો નાથ, ભગવાન કૌટિલ્ય, પાટણની પ્રભુતા, બુદ્ધ અને મહાવીર, જય સોમનાથ, રાજાધિરાજ, પૃથિવીવલ્લભ, ભગ્ન પાદુકા, સ્વપ્નદ્રષ્ટા, તપસ્વીની (ભાગ 1 થી 3), કોનો વાંક, સ્નેહ સંભ્રમ, લોપામુદ્રા, ભગવાન પરશુરામ, કૃષ્ણાવતાર (8 ભાગમાં), કિર્તિદેવનો મૂંજાલ સાથે મેળાપ, ધીરજકાકા, કોનો વાંક?
→ નાટક : તર્પણ, આજ્ઞાંકિત, પુત્ર સમોવડી, કાકાની શશી, ધ્રુવસ્વામીની દેવી (એકમાત્ર ઐતિહાસિક નાટક), અવિભક્ત આત્મા, છીએ તે જ ઠીક
0 Comments