રતન ટાટા | Ratan Tata

રતન ટાટા
રતન ટાટા

→ જન્મ : 28 ડિસેમ્બર, 1937ના (મુંબઇ)

→ પૂરું નામ : રતન નવલ ટાટા

→ અવસાન : 9 ઓકટોબર, 2024 (મુંબઈ)

→ ભારતના દિગ્ગજ ઉધોગપતિ રતન નવલ ટાટા


→ તેમના પિતાનું નામ નવલ ટાટા અને તેઓ જમશેદજી ટાટાના દત્તક પૌત્ર હતા.

→ તેઓ વર્ષ 1959માં કોર્નેલ યુનિવર્સિટીમાંથી આર્કીટેક્ચરમાં સ્નાતક થયા તેમજ વર્ષ 1975માં હાવર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એડવાન્સ મેનેજમેન્ટ પ્રોગ્રામ કર્યો હતો.

→ વર્ષ 1961માં ટાટા ગ્રૂપમાં જોડાયા હતા. તેમણે જમશેદપુરમાં ટાટા સ્ટીલના શોપ ફ્લોર પર તેમના પ્રારંભિક કારકિર્દીની શરૂઆત કરી હતી.

→ તેમણે ભારતીય અર્થતંત્રનું ઉદારીકરણ સમયે ટાટા જૂથનું પુનર્ગઠન કરવાનું શરૂ કર્યું હતું.

→ વર્ષ 1998માં તેમના નેતૃત્વ હેઠળ, ટાટા મોટર્સે ટાટા નેનો ઇન્ડિકા રજૂ કરી, જે ભારતીય ઓટોમોટિવ ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો હતો. તેમનો ઉદ્દેશ ભારતમાં રહેતા લોકોનું જીવનધોરણ સુધારવાનો હતો.

→ વર્ષ 2000માં ટાટા ગ્રુપે બ્રિટનની સૌથી મોટી ચા ઉત્પાદક કંપની ટેટલી ગ્રૂપને હસ્તગત કર્યું હતું.

→ આ ઉપરાંત વર્ષ 2008માં બ્રિટનની સૌથી મોટી કાર કંપની 'જેગુઆર'નું અધિગ્રહણ કર્યું હતું.

→ તેમણે વર્ષ 1991 થી 2012 સુધી ટાટા ગ્રુપ અને ટાટા સન્સના ચેરમેન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.

→ તેમણે ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ(TCS), ટાટા પાવર, ટાટા કેમિકલ્સ, ઇન્ડિયન હોટેલ્સ અને ટાટા ટેલિસર્વિસિસ સહિતની મોટી કંપનીઓના ચેરમેન તરીકે સેવા આપી હતી.

→ તેમણે વર્ષ 2008માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં સાણંદ ખાતે નેનો પ્રોજેક્ટ (સૌથી સસ્તી કાર)ની સ્થાપના કરી હતી.

→ તેમણે વર્ષ 2022માં દેશના પ્રથમ ઓલ્ડ એજ હોમ સ્ટાર્ટ-અપની શરૂઆત કરી હતી.

→ તેઓ F-16 ફાલ્કન એરોપ્લેન ઉડાડનાર પ્રથમ ભારતીય હતા.

→ 'રતન એન. ટાટા: ધ ઓથોરાઈઝડ બાયોગ્રાફી' નામનું પુસ્તક ડો. થોમસ મેથ્યુ દ્વારા લખવામાં આવ્યું છે.

→ રતન ટાટાના પ્રિય કૂતરાનું નામ 'ગોવા' હતું.

→ "ભારતમાં દરેકને સમાન તક હોવી જોઈએ, તે કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી દરેક વ્યક્તિની સમાન જવાબદારી છે, રાજકારણીઓ હોય કે સામાન્ય નાગરિક હોય તમામ માટે કાયદો તો એક સરખો જ હોવો જોઈએ." - રતન ટાટા (બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા યોજાયેલ કાર્યક્રમ - 2015)


રતન ટાટાને સન્માનિત કરવામાં આવેલ પુરસ્કારોની યાદી

વર્ષ પુરસ્કારો દ્વારા આપવામાં આવેલ છે
2000 પદ્મ ભૂષણ ભારત સરકાર (ભારતનો ત્રીજો- ઉચ્ચ નાગરિક પુરસ્કાર)
2008 પદ્મ વિભૂષણ ભારત સરકાર (ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર)
2008 માનદ નાગરિક પુરસ્કાર સિંગાપોર સરકાર
2014 ઓનરરી નાઈટ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર (GBE) રાણી એલિઝાબેથ ॥
2015 સયાજી રત્ન એવોર્ડ બરોડા મેનેજમેન્ટ એસોસિએશન (રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડના હસ્તે)
2021 અસમ બૈભવ આસામ સરકાર
2023 ઉધોગ રત્ન મહારાષ્ટ્ર સરકાર

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments