મલ્લિકા સારાભાઇ | Mallika Sarabhai

ડૉ. વિક્રમ સારાભાઈ
મલ્લિકા સારાભાઇ

→ જન્મ : 9 મે, 1953 (અમદાવાદ)

→ પિતા : વિક્રમભાઈ સારાભાઇ

→ માતા : મૃણાલિબેન સારાભાઈ

→ ભરતનાટ્યમ અને કુચીપુડીના જાણીતા નૃત્યાંગના અને બહુમુખી પ્રતિભા ધરાવતા


→ તેમણે વર્ષ 1974માં IIM, અમદાવાદથી MBA અને યારબાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી ઓર્ગનાઇઝેશનલ બિહેવીયરની પદવી મેળવી.


કલાક્ષેત્રે યોગદાન

→ તેમણે જાણીતા અંગ્રેજી દિગ્દર્શક પીટર બ્રુકના નાટક ધ મહાભારતમાં દ્રોપદીની ભૂમિકા ભજવી હતી.

→ મલ્લિકા સારાભાઈએ હર્ષ મંડેરના પુસ્તક અનહર્ડ વોઈસ પર આધારિત અનસુની નાટકની સ્ક્રિપ્ટ પણ લખી હતી. આ ઉપરાંત ઈન્ડિયા ધેન નાઉ ફોરેવર, સીતારા ડોટર, શક્તિ : ધ પાવર ઓફ વુમન જેવા નાટકો ભજવ્યા છે.

→ તેમણે 30 થી વધુ ગુજરાતી અને હિન્દી ફિલ્મમાં અભિનય કર્યો છે. જેમાં મેના ગુર્જરી, મુઠ્ઠીભર ચાવલ અને હિમાલય સે ઉંચા કેટલીક જાણીતી ફિલ્મ છે.

→ આ ઉપરાંત અષાઢી બીજ, પીઠીનો રંગ, સોનબા અને રૂપબા, ભાથીજી મહારાજ, અજવાળી રાત અમાસની, નાગપંચમી જેવી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

→ વર્ષ 1984માં તેમણે પતિ બિપિન શાહ સાથે મળીને મેપિન પબ્લિશિંગની સ્થાપના કરી હતી. જે મુખ્યત્વે ભારતીય કલા, સંસ્કૃતિ અને સાહિત્ય પર પુસ્તકો પ્રકાશિત કરે છે.

→ આ ઉપરાંત તેમણે શૅડો પપેટ્સ ઑફ ઇન્ડિયા, ભવાઈ ઍન્ડ ઇટ્સ ટિપિકલ આહાર્ય, ક્રિષ્ના ઍન્ડ શ્રીનાથજી, અન્ડરસ્ટેન્ડિંગ કુચીપુડી, પરફૉર્મિંગ આર્ટ્સ ઑફ કેરાલા, ડૉક્યુમેન્ટિંગ ચંડીગઢ ગ્રંથ 1, પાર્વતી-ગૉડેસ ઑફ લવ, ફ્રૉમ મસ્ટર્ડ ફિલ્ડ્સ ઑફ઼ ગોવલકોંડા ડાયમન્ડ જેવાં કલાવિષયક પુસ્તકોનાં સંપાદનો કર્યાં છે.

→ તેમણે વનિથા, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ વીક, દિવ્ય ભાસ્કર, DNA જેવા લોકપ્રિય પ્રકાશનો માટે લેખો પણ લખ્યા છે.

→ યુનેસ્કોના હેરિટેઝ પ્રોજેક્ટમાં તથા યુનિસેફના ગ્રામ સ્વાસ્થ્ય અને એઇડ્ઝ જાગૃતિ માટેની યોજનાઓમાં પણ તેમણે સહકાર આપ્યો હતો.

→ વર્ષ 1979માં ભારતની પ્રથમ ડિઝાઇન મેગેઝિન ઈન્સાઈડ આઉટસાઇડ પ્રસિદ્ધ કર્યું હતું.


પુરસ્કાર

→ શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ અભિનેત્રી (મેના ગુર્જરી) (વર્ષ 1975)

→ ગૌરવ પૂરસ્કાર (વર્ષ 1992)

→ પદ્મ ભૂષણ (વર્ષ 2010)

→ PALME D'OR : ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન

→ સર્જનાત્મક નૃત્ય માટે સંગીત નાટક અકાદમી પુરસ્કાર (વર્ષ 2000)

→ તેમણે માતા મૃણાલીની બહેન અને પિતા વિક્રમ સારાભાઈ દ્વારા સ્થાપિત દર્પણ સંસ્થામાં પ્રશિક્ષણ લઈ ભરતનાટ્યમ અને કુચીપુડી નૃત્યોમાં પ્રવીણતા મેળવી હતી. ફચિપૂડીની તાલીમ આર. આચાયેલું પાસેથી મેળવી હતી.

→ તેઓ વર્ષ 2009માં ગાંધીનગરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી લડ્યા હતા.

→ તેમણે વર્ષ 2022માં Free Fall પુસ્તક પ્રકાશિત કર્યું હતું.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments