ડૉ. વિક્રમ સારાભાઈ | Vikram Sarabhai

ડૉ. વિક્રમ સારાભાઈ
ડૉ. વિક્રમ સારાભાઈ

→ જન્મ : 12 ઓગસ્ટ, 1919 (અમદાવાદ)

→ પત્ની : મૃણાલિબેન સારાભાઈ

→ પિતા : અંબાલાલ સારાભાઈ

→ માતા : સરલા દેવી

→ અવસાન : 30 ડિસેમ્બર, 1971 (ત્રિવેન્દ્રમ,કેરળ)

→ ભારતીય અવકાશ કાર્યક્રમના જનક અને ભારતીય અવકાશ સંસોધન સંસ્થા (ISRO)ના સ્થાપક


→ તેમનો જન્મદિવસ રાષ્ટ્રીય રિમોટ સેન્સિંગ દિવસ તરીકે ઉજવાય છે.

→ તેઓ ભારતના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક, ભૌતિકશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી હતા.

→ પોતે સફળ ઉધોગપતિ પરિવારના પુત્ર હોવાની સાથોસાથ પોતાના નામે અનેક વિક્રમ સ્થાપી ચૂક્યા છે.


અવકાશ સંશોધન ક્ષેત્રે યોગદાન

→ તેમણે બેંગ્લોર ખાતે સી.વી.રામનના નેતૃત્વ હેઠળ કોસ્મિક રે રેન્જ અંગે સંશોધન કર્યુ હતું તેમજ ભારત માટે રોકેટ બનાવવાની શરૂઆતમાં મહત્વ ભાગ ભજવ્યો હતો.

→ તેમની દ્રષ્ટિ અને પ્રતિબદ્ધતાના કારણે નેહરુ સરકાર દરમિયાન INCOSPAR (Indian National Committee for Space Research) ની સ્થાપના થઈ. વર્ષ 1969માં જેનું નામ ISRO (Indian Space Research Organisation) રાખવામાં આવ્યું. જેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની અવકાશ ક્ષેત્રની વિવિધ જરૂરિયાતો માટે તકનીકનો વિકાસ કરવાનો છે.

→ તેઓએ હોમીભાભાને ભારતનું પ્રથમ રોકેટ લોન્ચિંગ સ્ટેશન સ્થાપવામાં મદદ કરી હતી. જે કેરળના તિરુવનંતપુરમ નજીક થૂમ્બા ખાતેનાં સેન્ટ મેરી મેગડાલીન ચર્ચમાં બનાવવામાં આવ્યું હતું. બાદમાં આ સ્થળે અવકાશ અંગેનું મ્યુઝિયમ બનવવામાં આવ્યું છે.

→ વર્ષ 1962માં અણુશક્તિ મંત્રાલય હેઠળ સ્થપાયેલ ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચની સ્થાપના થઈ. આ રાષ્ટ્રીય કમિટીના અધ્યક્ષ તરીકે ડૉ. વિક્રમ સારાભાઇને નિયુક્ત કરવામાં આવ્યા હતાં.

→ તેઓ એટોમીક એનર્જી કમિશન અને INCOSPARના અધ્યક્ષ પદે સેવા આપી હતી.

→ તેમણે ડૉ. રામનાથન વડપણ હેઠળ અમદાવાદ ખાતે PRL (Physical Research Laboratory-1947) અને સમુદાયીક વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરી હતી.

→ તેમણે હૈદરાબાદ ખાતે ભારતીય ઇલેક્ટ્રોનિક નિગમ લિમિટેડ (ECIL), જાદુગોડા ખાતે ભારતીય યુરેનિયમ નિગમ લિમિટેડ (UCIL)ની અને કલ્પકકમ ખાતે ફાસ્ટર બ્રિડર ટેસ્ટ રીએક્ટર (FBTR)ની સ્થાપના કરી હતી.

→ તેમણે ભારતની પ્રથમ બજાર સંશોધન સંસ્થાની સ્થાપના કરી હતી. જેનો હેતુ ગ્રાહકોની જરૂરિયાતોને પહોંચી વળવા આધુનિક વિશ્લેષણાત્મક સંશોધન લાગુ કરવાનો હતો. આ સંસ્થાનું નામ ઓપરેશન રિસર્ચ ગ્રુપ હતું.


ભારતના ઉધોગ ક્ષેત્રે યોગદાન

→ ડો. વિક્રમ સારાભાઇએ દવાઓ તેમજ તેના જરૂરી ઉપકરણો દેશમાં જ બને તે બાબત પર ભાર મૂક્યો હતો, તેથી તેમને દવા ઉધોગના પિતા પણ માનવામાં આવે છે.

→ તેમણે સારાભાઈ કેમિકલ્સ, સારાભાઈ ગ્લાસ, સારાભાઇ મર્ક લિમિટેડ વગેરે કંપનીઓ સ્થાપી હતી.

→ તેમણે ભારતમાં મિલિટ્રી હાર્ડવેરનું ઉત્પાદન તેમજ એન્ટિબાયોટિક્સનું ઉત્પાદન કરીને દેશના કરોડો રૂપિયા બચાાવ્યા હતા.

→ ભારતમાં કાપડ ઉધોગોને પ્રોત્સાહન મળે તે માટે અમદાવાદ ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (ATIRA-1947)ની સ્થાપના કરી હતી.

→ ATIRA એ કાપડ ક્ષેત્રમાં નહીં નફો નહીં નુકસાનના ધોરણે સંશોધન કરતી સૌથી મોટી સંસ્થા છે અને ડો. વિક્રમ સારાભાઇ તેના પ્રથમ અધ્યક્ષ હતા તથા તેમણે અમદાવાદમાં મની એસોસિએશનની સ્થાપના કરી હતી.

→ તેમણે મેનેજમેન્ટ ક્ષેત્રે ખૂબ કાર્યદક્ષ સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટસ ઓફ મેનેજમેન્ટ (IIMs) અમદાવાદની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

→ ડો. વિક્રમ સારાભાઈએ પોતાના જીવનકાળ દરમિયાન ડો.એ.પી.જે.અબ્દુલ કલામ સહિત અનેક નવયુવાનોની પસંદગી કરીને તેમને દેશનું ભાવિ સોંપ્યું હતું.


તેમના યોગદાનને બિરદાવતી કામગીરી

→ ભારત સરકાર દ્વારા તેમની પ્રથમ પુણ્યતિથિ પર ટપાલ વિભાગે વર્ષ 1971માં તેમની યાદમાં ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હતી.

→ તેમની સ્મૃતિમાં તિરુવનંતપુરમમાં આવેલા થુમ્બા ઇલેક્ટ્રોરીયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન અને તેને સંબંધિત અંતરિક્ષ સંસ્થાઓનું નામ બદલીને ડો. વિક્રમ સારાભાઇ અંતરિક્ષ કેન્દ્ર (VSSC) કરવામાં આવ્યું છે. જે પ્રક્ષેપણ વાહનના વિકાસ માટે ઇસરોની મુખ્ય સંસ્થા છે.

→ ચંદ્રયાન-2 મિશનના લેન્ડરને ડો.વિક્રમ સારાભાઇના નામથી વિક્રમ નામ આપવામાં આવ્યું હતુ.

→ તેમના સન્માનમાં ચંદ્ર પર એક કેટરનું નામ સારાભાઈ ક્રેટર રાખવામાં આવ્યું છે.

→ તેમણે વર્ષ 1966માં અમદાવાદ ખાતે કોમ્યુનિટી સાયન્સ સેન્ટરની સ્થાપના કરી હતી. જે આજે વિક્રમ એ. સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર (VASCSC) તરીકે ઓળખાય છે.

→ તેમની 100મી જન્મજયંતીએ ISRO દ્વારા વિક્રમ સારાભાઇ પત્રકારત્વ પુરસ્કારની શરૂઆત કરવામાં આવી છે, આ એવોર્ડ સાયન્સ, ટેક્નોલોજી અને રિસર્ચના પત્રકારત્વ ક્ષેત્રે આપવામાં આવશે.



→ તેમણે વર્ષ 1940માં ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પ્રાકૃતિક વિજ્ઞાનમાં ડિગ્રી મેળવી હતી.

→ તેમણે વર્ષ 1947માં કોસ્મિક રેઝ અને સોલાર ફિઝિક્સ વિષય પર ભૌતિક વિજ્ઞાનમાં P.hDની ડિગ્રી મેળવી હતી.

→ તેમના પત્ની મૃણાલિબેન સારાભાઇ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત નૃત્યાંગના છે. જેમણે વર્ષ 1949માં અમદાવાદ ખાતે 'દર્પણ એકેડમી ઓફ પરફોર્મીંગ આર્ટ્સ'ની સ્થાપના કરી હતી તથા તેમના પુત્રી મલ્લિકા સારાભાઇ ગુજરાતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત નૃત્યકાર અને સામાજીક કાર્યકર છે.

→ ભારત સરકારે તેમને પદ્મભૂષણ (1966) અને પદ્મવિભૂષણ (મરણોપરાંત) (1972) થી સન્માનિત કરેલ છે.

→ વર્ષ 1962માં તેમને શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments