→ તેમણે વર્ષ 1928-32 સુધી ઇસ્ટ આફ્રિકામાં કેન્યા ડેલી મેઇલના તંત્રી વિભાગમાં કામગીરી કરી હતી. ત્યારબાદ સ્વદેશ આવ્યા બાદ તેમણે મુંબઇમાં સ્વીડીશ મેચ કંપનીની શાખા વલ્કન ટ્રેડીંગ કંપનીમાં સેલ્સમેન તરીકે કાર્ય કર્યુ હતું.
→ તેમણે વર્ષ 1950મા લીલા માસિકની શરૂઆત કરી હતી.
→ વર્ષ 1965-71 દરમિયાન કોલંબો, આફ્રિકા, અરબસ્તાન અને મોરેશિયમ વગેરે દેશોના પ્રવાસ કરી ત્યાંની ભારતીય સંસ્થાઓમાં તેમજ ત્યાંના ટી.વી. કેન્દ્રો પર ગુજરાતી-ઉર્દૂ શાયરીઓની રજૂઆત કરી હતી.
→ તેમના ગ્રંથ નાયતવાડાની વડી જુમ્મા મસ્જિદનો પ્રાચીન ઇતિહાસ (1974)માં આઠસો વર્ષ પૂર્વે રાંદેરમાં અબસ્તાનથી આવેલ નાયત અરબોની તવારીખ અંગેનું સંશોધન રજુ થયું છે.
→ તેમને ગઝલ ક્ષેત્રે આપવામાં આવતો વલી ગુજરાતી પુરસ્કાર (2005) અને કલાપી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
સાહિત્ય સર્જન
→ કાવ્યસંગ્રહ : લીલા, શણગાર, તાપી તીરે, ચર્ચામાં નથી હોતી.
પંક્તિઓ
→ છતાં મારા જીવનમાં આજ આસીમ, વરસ બાવીસમું તે લાવું કયાંથી
→ પ્રશંસામાં નથી હોતી કે, નિંદામાં નથી હોતી, મઝા જે હોય છે ચૂપમાં, તે ચર્ચામાં નથી હોતી.
→ એક ભ્રમણા છે, હકીકતમાં સહારો ! તો નથી જેને સમજો છો, કિનારો એ કિનારો તો નથી!
→ છે હોઠ પર સ્મિતનો ચમકાર દીસતો કિંતુ કો એક જણ મારી અંદર ઉઠાસ છે.
0 Comments