→ તીખાશ, જુસ્સો, હાસ્ય અને ઊંડાણનો ગઝલમાં સમન્વય કરનાર જાણીતા ગુજરાતી ગઝલકાર જલન માતર
→ તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યા પછી એસ.ટી. વિભાગમાં નોકરી કરી હતી.
→ તેમણે પોતાના વતન માતરને નામ સાથે જોડીને જલન માતરી ઉપનામથી ગઝલોની રચના કરી હતી, તેથી તેઓ જલન માતરી તરીકે જાણીતા થયાં હતાં.
→ તેમણે વર્ષ 1957-92 દરમિયાન ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ નાં હોદ્દા પર ફરજ બજાવી હતી.
→ તેમની ગઝલ 'કરીને માફ સ્નેહીઓ ઊઠાવો એક બાબત પર, જલનની લાશ ઊંચકવા અહીં ઈશ્વર નહીં આવે' માં મૃત્યુની વાસ્તવિકતા સમજાવી છે.
→ તેમની ઉઘડી આંખ બપોરે રણમાં આત્મકથાને સાહિત્ય એકેડેમી દ્વારા પ્રથમ પારિતોષિક (2005) પ્રાપ્ત થયું હતું.
→ ગઝલ ક્ષેત્રમાં ઉત્તમ સેવા બદલ તેમને ગુજરાત સરકાર દ્વારા વલી ગુજરાતી ગઝલ એવોર્ડ (2007), નરસિંહ મહેતા એવોર્ડ (2016) અને વડોદરા સાહિત્ય સભા દ્વારા શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.
સાહિત્ય સર્જન
→ ગઝલ સંગ્રહ: તપિશ, સુખવતર, શુકન, જલન, સહી નથી
→ અન્ય : ઉઘડી આંખ બપોરે રણમાં,ઊર્મિની ઓળખ, ઊર્મિનું શિલ્પ
પંક્તિઓ
→ શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર છે? કુરાનમાં તો કયાંય પયગમ્બરની સહી નથી.
→ અસલ વસ્તુને કેવળ હોય છે વળગાડ કષ્ટોનું, કદી નકલી ગુલાબમાં અમે કાંટા નથી જોયા.
→ તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી, સારું થયું કે કોઈ મનુજે લખી નથી.
→ કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય, નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી
→ હવે તો દોસ્તો. ભેગા મળીને વ્હેચીને પી નાખો જગતના ઝેર પીવાને શંકર નહીં આવે.
0 Comments