→ તેઓ વર્ષ 1938માં ગણિતશાસ્ત્ર સાથે B.Sc. થયા હતાં. જેમાં તેમણે સાપેક્ષવાદનો વિષય પસંદ કર્યો હતો.
→ તેઓ વર્ષ 1940માં M.Sc. થયા ત્યારબાદ વર્ષ 1942માં તેઓ બનારસ ગયા હતાં. ત્યાં તેમણે પ્રો.નારલીકરના માર્ગદર્શન હેઠળ સાપેક્ષવાદમાં Ph.D માટે સંશોધન કાર્ય કર્યું હતું.
→ આ સંશોધનમાં તેમણે સૂર્યનું ગુરુત્વાકર્ષણ ગણવા માટે આઈનસ્ટાઈનના સમીકરણનો આધાર લીધો હતો.
→ તેઓ વર્ષ 1947-48માં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ (TIFR)માં જોડાયા હતાં. ત્યાં તેમનું Ph.D સંશોધન કામ પૂર્ણ કર્યું. અહીં તેમને ભૌતિકશાસ્ત્રી હોમી ભાભા સાથે કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો.
→ તેઓ વર્ષ 1949માં ગણિત વિષય સાથે Ph.D કરનાર પ્રથમ ગુજરાતી હતાં.
ગણિતશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર ક્ષેત્રે યોગદાન
→ તેમણે સૂર્યને અપ્રકાશિત ઠંડા પિંડને બદલે કિરણોત્સર્ગી તારા તરીકે ગણવાનો સુઝાવ આપ્યો હતો. આથી તે વૈધ મેટ્રિક તરીકે ઓળખાયા હતાં.
→ તેમણે ગણિતનું શિક્ષણ અને અભ્યાસક્રમોનું ધોરણ સુધારવા હિમાયત કરી હતી.
→ ડો. વિક્રમ સારાભાઈએ તેમના સહકારથી અમદાવાદમાં કોમ્યુનીટી સાયન્સ સેન્ટર (જૂનું નામ : ગણિત લેબોરેટરી)ની સ્થાપના કરી હતી.
→ તેમણે ગુજરાત મેથેમેટિકલ સોસાયટી (ગુજરાતની પ્રથમ)ની સ્થાપના કરી હતી.
→ તેમણે ગુજરાત ગણિત મંડળની સ્થાપના કરી તથા ગણિત સામાયિક સુગણિતમ શરૂ કર્યું હતું.
→ તેમણે વિધાર્થીઓ માટે ગણિત સ્પર્ધાઓ શરૂ કરી હતી તેમજ શિક્ષકો અને અધ્યાપકોને ગણિતની તાલીમ આપી હતી.
→ ઇન્ડિયન એસોસિએશન ફોર જનરલ રિલેટિવિટી અને ગ્રેવિટેશન સંસ્થાની સ્થાપના તેમની ભલામણથી થઇ હતી.
→ તેમણે અખિલ બ્રહ્માંડ, દશાંશ પદ્ધતિ શા માટે ?, દાદાજીની વાતો, આધુનિક ગણિત શું છે ?, ટેલ ઓફ ટુ યુનિવર્સિટીઝ અને ગણિત દર્શન વગેરેમાં ગણિત અને સાહિત્ય ક્ષેત્રે યોગદાન આપ્યું છે.
→ તેમણે સામાન્ય સાપેક્ષતા અને ગુરુત્વાકર્ષણ પર ડેન્માર્કના કોપનહેગન ખાતે મળેલી છઠ્ઠી ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.
0 Comments