→ તેમણે માત્ર 12 વર્ષ ની ઉંમરે શાળાકીય પ્રવાસ દરમિયાન સૌપ્રથમ પર્વતારોહણ કર્યું હતું.
→ તેઓ ભારતના પહેલા અને વિશ્વના પાંચમા મહિલા છે જેમને માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું હોય.
→ તેમણે પરિવારના ઉગ્ર વિરોધ વચ્ચે પર્વતારોહણની કારકિર્દી અપનાવી નહેરૂ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગમાં પ્રવેશ લીધો હતો. અહીં અભ્યાસ દરમિયાન તેમણે વર્ષ 1982માં માઉન્ટ ગંગોત્રી-1 અને માઉન્ટ રુદ્રગરિયા શિખર સર કર્યા હતાં.
→ અભ્યાસ દરમિયાન તેમને મહિલાઓને પર્વતારોહણની તાલીમ આપતી સંસ્થા નેશનલ એડવેન્ચર ફાઉન્ડેશનમાં પ્રશિક્ષક તરીકે નોકરી મળી હતી.
→ વર્ષ 1984 માં ભારત સરકાર દ્વારા માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે ચોથુ અભિયાન એવરેસ્ટ 84 શરૂ કરવામાં આવ્યું હતું જેમાં તેમની પસંદગી કરવામાં આવી હતી.
→ 23 મે, 1984ના રોજ બપોરે 1 વાગીને 7 મિનિટે માઉન્ટ એવરેસ્ટ પર પગ મુકીને એક ઈતિહાસ રચ્યો અને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ (1990)માં નામ નોંધાવ્યું હતું.
→ તેમણે એવરેસ્ટ માય જર્ની ટૂ ધ ટોપ નામનું પુસ્તક લખ્યું છે.
પુરસ્કારો
→ પદ્મશ્રી (1984)
→ અર્જુન એવોર્ડ (1986)
→ લક્ષ્મીબાઈ રાષ્ટ્રીય સન્માન (2013) (મધ્યપ્રદેશ સરકાર દ્વારા)
0 Comments