→ જન્મ : 23 ડિસેમ્બર, 1902 (નૂરપુર, મેરઠ, ઉત્તરપ્રદેશ)
→ પૂરું નામ : ચરણસિંહ મિરસિંહ ચૌધરી
→ પિતા: મિરસિંહ ચૌધરી
→ માતા : નેત્રાકૌર ચૌધરી
→ ઉપનામ : ખેડૂતોના ચેમ્પિયન
→ અવસાન : 29 મે, 1987 (દિલ્હી)
→ સમાધિ સ્થળ : કિસાનઘાટ
→ ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને 5મા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ
→ તેમના જન્મદિવસને રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
→ તેમણે વર્ષ 1926માં આગ્રા યુનિવર્સિટીમાંથી LL.B.ની ડિગ્રી મેળવી હતી.
→ વર્ષ 1928માં ગાઝિયાબાદમાં વકીલાતની શરૂઆત કરી હતી.
સ્વતંત્રતા સંગ્રામ અને સમાજ સુધારણામાં યોગદાન
→ તેઓ આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીના વિચારોથી પ્રભાવિત થયા હતાં.
→ તેમણે જાતિપ્રથા અને સામાજિક કુરિવાજો દૂર કરવાના કાર્યમાં યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત, તેમણે ગ્રામજીવનની અર્થવ્યવસ્થા અને જમીન સુધારણા પર પુસ્તકો પણ પણ લખ્યાં હતાં.
→ વર્ષ 1921માં ગાંધીજીએ અસ્પૃશ્યોના ઉત્થાન માટે હાકલ કરતા તેઓએ ગાંધીજીના આ કાર્યમાં જોડાઇને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
→ વર્ષ 1929માં કોંગ્રેસના લાહોર અધિવેશનમાં જ્યારે પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર થયો ત્યારે તેઓ તેનાથી પ્રભાવિત થઇ રાજનીતિમાં સક્રિય થયા હતાં.
→ તેમણે વર્ષ 1930માં દાંડીકૂચ અંતર્ગત મીઠા સત્યાગ્રહમાં ઉત્તરપ્રદેશ રાજ્યમાં હિંડન નદી કિનારે મીઠું બનાવી મીઠા સત્યાગ્રહ માટે કૂચ કરી હતી, તે બદલ તેમની અંગ્રેજ સરકાર દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
→ વર્ષ 1940માં વ્યક્તિગત સત્યાગ્રહમાં સક્રિય ભૂમિકા બદલ અંગ્રેજ સરકારે તેમને એક વર્ષ માટે જેલવાસની સજા કરી હતી.
ભારતના 5મા વડાપ્રધાન
→ તેઓ વર્ષ 1979-80 સુધી ભારતના 5મા વડાપ્રધાન પદે રહ્યા હતાં.
→ કાર્યકારી વડાપ્રધાન ગુલઝારીલાલ નંદાની ગણતરી ન કરતાં, ચૌધરી ચરણસિંહ ભારતના સૌથી ટૂંકાગાળાના 170 દિવસ સુધી વડાપ્રધાન પદે રહ્યા હતાં.
→ તેઓ એકમાત્ર વડાપ્રધાન હતા જેઓ લોકસભામાં ઉપસ્થિત રહ્યા નથી.
→ ચૌધરી ચરણસિંહ અને અટલ બિહારી વાજપેયી એવા વડાપ્રધાન હતા કે જેમણે લોકસભામાં વિશ્વાસ મત મેળવ્યા પહેલા જ રાજીનામું આપી દીધું હતું.
→ તેમના વડાપ્રધાન પદના કાર્યકાળ દરમિયાન ખેતી અને ઉધોગોના વિવિધ વિભાગો માટે TRYSEM (Training for Rural Youth for Self Employment) રાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો.
→ તેમણે વડાપ્રધાન મોરારજી દેસાઇની સરકારમાં નાયબ વડાપ્રધાન, ગૃહમંત્રી અને નાણાંમંત્રી તરીકે પણ કાર્ય કર્યું હતું.
→ વર્ષ 1979માં તેમના નાણામંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે ખેતી અને ગ્રામવિકાસ સંસ્થાની સ્થાપના માટે માર્ચ, 1979માં બી. સિવરામન સમિતિનું ગઠન કર્યુ હતું. જેના પરિણામે બી. સિવરામન સમિતિની ભલામણના આધારે વર્ષ 1982માં NABARD (National Bank For Agriculture & Rural Development) સ્થાપના થઈ હતી.
ભૂમિ સુધારણામાં યોગદાન
→ તેમના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન લેન્ડ હોલ્ડિંગ એક્ટ 1960 દ્વારા સમગ્ર રાજ્યમાં જમીન હોલ્ડિંગની ટોચની મર્યાદા ઘટાડી ઉત્તરપ્રદેશમાં જમીનદારી પ્રથા નાબૂદ કરવામાં અને ભૂમિ સુધારણા કાર્યમાં તેમની ભૂમિકા મહત્વની હતી.
→ તેમના દ્વારા તૈયાર કરાયેલ આ કાયદો કલ્યાણકારી રાજ્યના સિદ્ધાંત પર આધારિત હતો.
→ આમ તેમણે ઉત્તરપ્રદેશમાં જો જમીન કો જોતે-બોયે વો જમીન કા માલિક હૈ નો નારો આપી તેને સાર્થક કર્યો હતો.
→ તેઓએ ઋણ મુક્તિ ખરડો, 1939ને તૈયાર કરી અંતિમ સ્વરૂપ આપ્યું હતું, જેથી ઉત્તરપ્રદેશના ગ્રામીણ લોકોને દેવામાંથી રાહત મળી હતી.
→ તેમના પ્રયત્નોથી વર્ષ 1954માં ચકબંધી કાનૂન અમલમાં આવ્યો હતો.
કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષ સાથે સફર
→ તેમણે વર્ષ 1929માં ગાઝિયાબાદમાં કોંગ્રેસ કમિટીની રચના કરી હતી અને વર્ષ 1929 થી 1939 સુધી ગાઝિયાબાદ જિલ્લા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી પદે રહ્યા હતાં.
→ તેઓ વર્ષ 1937માં ઉત્તરપ્રદેશમાં બાગપત જિલ્લાના છાપરૌલી મત વિસ્તારમાંથી પ્રાંતીય વિધાનસભામાં ચૂંટાયા હતાં.
→ તેઓ વર્ષ 1939 થી 1946 સુધી મેરઠ જિલ્લા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી અને પ્રમુખપદે રહ્યા હતા.
→ જૂન,1951માં તેઓએ ઉત્તરપ્રદેશમાં કેબિનેટ મંત્રીનું પદ આપવામાં આવ્યું હતું.
→ સ્વતંત્રતા પછી, તેઓ વર્ષ 1952, 1962 અને 1967માં ઉત્તરપ્રદેશ રાજ્યની વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.
→ તેઓ ઉત્તરપ્રદેશમાં ખેડૂતોના આગેવાન તરીકે ખૂબ ખ્યાતિ પામ્યાં હતાં.
→ તેમણે લોકદળ નામના પક્ષની સ્થાપના કરી હતી અને આજીવન તેના અધ્યક્ષ રહ્યા હતાં.
→ વર્ષ 1967માં તેમણે રામમનોહર લોહિયા અને રાજ નારાયણના સહયોગથી ભારતીય ક્રાંતિ દળ નામના રાજકીય પક્ષની સ્થાપના કરી હતી.
→ તેમણે ભારતીય લોકદળ પક્ષનું જોડાણ જનતાપક્ષમાં કર્યું હતું. જેના તેઓ મુખ્ય સંસ્થાપક સભ્યોમાંના એક હતાં.
→ તેઓ વર્ષ 1967 અને 1970માં એમ બે વખત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યાં હતાં.
→ તેઓએ ગોવિંદ વલ્લભ પંતની સરકારમાં સંસદીય મંત્રીપદ ઉપરાંત મહેસૂલ, તબીબી, જાહેર આરોગ્ય, ન્યાય અને સૂચના વિભાગમાં કામગીરી કરી હતી.
તેમણે લખેલ પુસ્તકો
→ India's Poverty & Its Solution
→ Abolition of Zamindari
→ Co-operative Farming X-rayed
→ India's Poverty and its Solution
→ Peasant Proprietorship or Land to the Workers
→ Prevention of Division of Holdings Below a Certain Minimum
→ India's economy policy- The Gandhian blue print
→ Economic Nightmare of India: Its Cause and Cure (1981)
અન્ય માહિતી
→ તેમના માનમાં ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા વર્ષ 1990માં તેમની ત્રીજી પુણ્યતિથિ પર 1 રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
→ ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય હવાઈમથક, લખનૌ (ઉત્તરપ્રદેશ) અને ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટી મેરઠ (ઉત્તરપ્રદેશ) ખાતે આવેલી છે.
→
"देश की समृद्धी का रास्ता गांव के खेतो एवं खलिहानो से होकर गुजरता है ।”
0 Comments