અહલ્યાબાઈ હોલ્કર | Ahilyabai Holkar

અહલ્યાબાઈ હોલ્કર
અહલ્યાબાઈ હોલ્કર

ફિલોસોફર રાણી તરીકે જાણીતા

→ જન્મ : 31 મે, 1725 (ચોંડી, મહારાષ્ટ્ર)

→ પિતા : માનકોજી શિંદે

→ માતા : સુશીલા શિંદે

→ પતિ : ખંડેરાવ મલ્હારરાવ હોલ્કર

→ અવસાન : 13 ઓગસ્ટ, 1795 (ઇન્દોર, મધ્યપ્રદેશ)

→ પ્રજાભિમુખ, બાહોશ શાસક અને ફિલોસોફર રાણી (Philosopher Queen) તરીકે જાણીતા ઇન્દોરના માળવા પ્રાંતના મહારાણી અહલ્યાબાઈ હોલ્કર


→ મરાઠા સામ્રાજ્યના પેશ્વા બાજીરાવ પ્રથમના સૂબા મલ્હારરાવ હોલ્કરે અહલ્યાબાઇની પ્રતિભાથી પ્રભાવિત થઇને તેમણે પોતાના પુત્ર ખંડેરાવના લગ્ન અહલ્યાબાઇ સાથે કરાવ્યા હતાં.

→ અહલ્યાબાઈના પુત્રનું નામ માલેરાવ તથા પુત્રીનું નામ મુકતાબાઈ હતું.


પ્રજાકલ્યાણના કાર્યો

→ તેમણે મંદિરો, ધર્મશાળાઓ, રસ્તાઓ, ઘાટ, કૂવાઓ, પરબો અને અન્નક્ષેત્ર જેવાં પ્રજાકલ્યાણકારી કાર્યો કર્યા હતાં.

→ ઉત્કૃષ્ટ વિચારો અને નૈતિક મૂલ્યોના આચરણને કારણે તેમને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

→ તેમણે મહેશ્વર શહેર (મધ્યપ્રદેશ)ને પોતાની રાજધાની બનાવી હતી તથા ત્યાં કાપડ ઉધોગની સ્થાપના કરી હતી.

→ તેમણે હિમાલયથી લઈ દક્ષિણ ભારત સુધી બદ્રીનાથ, કેદારનાથ, અયોધ્યા, અવંતિ, પ્રયાગરાજ, મથુરા, ઓમકારેશ્વર, ગયા, દ્વારકા, સોમનાથ, કાંચી, રામેશ્વર, કાશી વિશ્વનાથ વગેરે જેવા ઘણાં પ્રખ્યાત મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.


....

→ વર્ષ 1754માં કુમ્હેરના યુદ્ધમાં અહલ્યાબાઇના પતિ ખંડેરાવનું નિધન થતાં તેમના સસરા મલ્હારરાવે તેમને સતી થતાં અટકાવ્યા હતાં.

→ વર્ષ 1766માં મલ્હારરાવનું આલમપુર ખાતે નિધન થતાં તેમના પૌત્ર અને ખંડેરાવના પુત્ર માલેરાવ હોલકર શાસક બન્યાં હતાં પરંતુ તેમનું પણ થોડા જ સમયમાં બીમારીથી મૃત્યુ થતાં અહલ્યાબાઇ માળવા રાજ્યનાં શાસક બન્યાં હતાં.

→ તેઓ એક સક્ષમ શાસક, આયોજક, બહાદુર યોદ્ધા, કુશળ તીરંદાજ અને યુદ્ધોમાં સેનાના નેતૃત્વકર્તા હતાં.

→ તુકોજીરાવ હોલ્કર (મલ્હારરાવના દત્તક પુત્ર) તેમના સેનાપતિ હતાં તેમજ મોરોપંત ખુશાલિરામ અને અનંત ફંડી તેમના દરબારી રત્નો હતાં.

તેમની પુણ્યતિથિના પ્રસંગે ઇન્દોરમાં દર વર્ષે અહિલ્યોત્સવ ઉજવવામાં આવે છે.

→ મુંબઇ શહેરમાં અહલ્યાબાઈ હોલ્કર ઉધાન અને મહેશ્વર શહેરમાં તેમની પ્રતિમાની સ્થાપના એ તેમની લોકપ્રિયતાની નિશાની છે.

→ અહલ્યાબાઈની સ્મૃતિમાં વર્ષ 1799માં મહેશ્વર ખાતે નર્મદા નદીના કાંઠા પર એક ઘાટ તથા અહલ્યેશ્વર મહાદેવનું મંદિર બાંધવામાં આવ્યાં હતા.

→ તેમની સ્મૃતિમાં ઇન્દોર ખાતેના એરપોર્ટને દેવી અહલ્યાબાઈ હોલ્કર એરપોર્ટ અને યુનિવર્સિટીને દેવી અહલ્યાબાઈ હોલ્કર યુનિવર્સિટી નામ આપવામાં આવ્યા છે.

→ માતોશ્રી (સુમિત્રા મહાજન), અહલ્યાબાઈ ચરિત્ર (પુરુષોત્તમ) અને કર્મયોગી (વિજયા જાગીરદાર) તેમના જીવનચરિત્ર આધારિત પુસ્તક છે.

ભારત સરકાર દ્વારા દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે (8 માર્ચ) નારી શક્તિ પુરસ્કાર અંતર્ગત હોલ્કર એવોર્ડ આપવામાં આવે છે.

→ આ ઉપરાંત તેમની સ્મૃતિમાં ભારત સરકાર દ્વારા વર્ષ 1996માં ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી.



→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments