→ અવસાન : 9 જાન્યુઆરી, 1923 (કોલકાતા, પશ્ચિમ બંગાળ)
→ માતા : શારદાદેવી
→ પિતા : દેવેન્દ્રનાથ ટાગોર
→ પ્રથમ ભારતીય સનદી અધિકારી (Indian Civil Service- ICS), સાહિત્યકાર, સમાજસુધારક અને મહિલાઓના અધિકારોના હિમાયતી સત્યેન્દ્રનાથ ટાગોર
→ વર્ષ 1862માં તેઓ ઇન્ડિયન સિવિલ સર્વિસ પરીક્ષામાં માટે લંડન ગયા તેમજ વર્ષ 1863માં સિવિલ સર્વિસ પરીક્ષા ઉત્તીર્ણ કરનાર પ્રથમ ભારતીય બન્યા અને વર્ષ 1864માં ભારત પાછા આવ્યા હતાં.
→ તેમની પ્રથમ નિયુક્તિ મુંબઇ પ્રાંતમાં થઇ ત્યારબાદ વર્ષ 1865માં અમદાવાદમાં ન્યાયાધીશ અને કલેકટર મદદનીશ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી.
→ તેઓ વર્ષ 1882માં કર્ણાટકમાં જિલ્લા ન્યાયાધીશ અને વર્ષ 1897માં સતારા (મહારાષ્ટ્ર)માં ન્યાયાધીશ પદે રહ્યા હતાં.
→ તેઓ નિવૃત થવા સુધી જિલ્લા અને સેશન્સ જજના પદ સુધી જ પહોંચી શક્યા હતા કારણ કે ભારતીયોને ઊંચા પદ પર રાખવામાં આવતા ન હતા.
....
→ તેમણે તુકારામની અભંગની પંક્તિઓનું, બાળ ગંગાધર તિલક અને કાલીદાસની કૃતિના અનુવાદમાં બહુભાષાનો ઉપયોગ કર્યો છે. તેમના અનુવાદિત પુસ્તકોમાં ભગવદગીતા ભાષ્ય, મેઘદૂત જેવા પુસ્તકોનો સમાવેશ થાય છે.
→ આ ઉપરાંત તેમણે સુશીલા ઓ બિરસિંહા, બોમ્બે ચિત્રા, ભરતવર્ષિયા ઈંગ્રેજ અને અમર બાલ્યકથા ઓ બોમ્બે પ્રબાસ નામે પુસ્તકો લખેલ છે.
→ તેમના નાના ભાઇ રવીન્દ્રનાથ ટાગોર ચિત્રકાર, વિશ્વકવિ, સંગીતકાર, નાટ્યકાર, ત્વજ્ઞાની અને ગીતલેખક હતાં તેમજ તેમના પિતા દેવેન્દ્રનાથ ટાગોર હિંદુ દાર્શનિક અને ધાર્મિક સુધારક બ્રહ્મોસમાજ(1828)ના સ્થાપક હતાં.
→ તેમણે જીવનભર બ્રહ્મોસમાજનો પ્રચાર કર્યો હતો તેમજ વર્ષ 1907માં આદિબ્રહ્મો સમાજના અધ્યક્ષ અને આચાર્ય બન્યા હતાં તથા તત્વબોધિની પત્રિકાનું સંપાદન કર્યું હતું. આ ઉપરાંત તેઓ કલકત્તાના બેલગાચિયા ખાતે વર્ષ 1876માં સ્થાપાયેલ હિન્દુમેળાના સ્થાપક સભ્ય હતા.
→ તેઓએ બંગાળી મહિલાઓને પડદાપ્રથામાંથી મુક્ત કરાવવા માટે તેમજ મહિલાઓના અધિકારો માટે પ્રયત્નો કર્યા હતા.
0 Comments