અરદેશર શ્રોફ | Ardeshir Shroff

અરદેશર શ્રોફ
અરદેશર શ્રોફ

જાણીતા અર્થશાસ્ત્રી અરદેશર શ્રોફ

→ જન્મ : 04 જુન, 1899 (મુંબઈ)

→ પૂરું નામ : અરદેશર દારાબશા શ્રોફ

→ અવસાન : 27 ઓક્ટોબર, 1965 (મુંબઈ)

→ જાણીતા અર્થશાસ્ત્રી અને કુશળ વહીવટકર્તા અરદેશર શ્રોફ


→ તેઓ બોમ્બેની સીડનહામ કોલેજ અને યુકેની લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી સ્નાતક થયા હતા. ત્યારબાદ તેઓ લંડનની ચેઝ બેંકમાં એપ્રેન્ટિસ તરીકે જોડાયા હતા. ભારત પરત ફર્યા પછી તેમણે જાણીતી પેઢી બાટલીવાલા અને કરણી સાથે શેર બ્રોકર તરીકે કામ કર્યું.

→ વર્ષ 1944-45માં અરદેશર શ્રોફ સહિત મુંબઈના આઠ ઉધોગપતિઓ દ્વારા દેશમાં આર્થિક આયોજન માટે ભારત માટે આર્થિક વિકાસની યોજના નામની યોજના જાહેર કરવામાં આવી હતી જે બોમ્બે પ્લાન તરીકે જાણીતી થઈ હતી.

→ આ યોજનામાં સામેલ અન્ય ઉધોગપતિઓમાં પુરસોત્તમદાસ ઠાકુરદાસ, લાલા શ્રીરામ, કસ્તુરભાઈ લાલભાઈ, અરદેશર દલાલ, JRD તાતા, ઘનશ્યામદાસ બિરલા અને જ્હોન મથાઈનો સમાવેશ થાય છે.

→ આ યોજનામાં કૃષિ નવિનીકરણ (Agrarian Restructuring), તીવ્ર ઔદ્યોગીકરણ (Rapid Industrialisation), જરૂરી (Essential) વસ્તુના ઉધોગોનું ઓછું મહત્વ હોવા છતાં તેની સાથે વિકાસ કરવો, લઘુ - કુટીર - મધ્યમ ઉધોગોને પ્રોત્સાહન, રાજ્યની સક્રિય ભૂમિકા, સામાજિક કલ્યાણ, અસમાનતાને દૂર કરવી જેવા વિષયો પર ભાર આપવામાં આવ્યો હતો.


....

→ વર્ષ 1938માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ (INC)ના પ્રમુખ સુભાષચંદ્ર બોઝ દ્વારા જવાહરલાલ નેહરૂની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય આયોજન સમિતિની રચના કરવામાં આવી હતી, અરદેશર શ્રોફ આ સમિતિના સભ્ય હતા.

→ વર્ષ 1940માં તેઓ ટાટ ટાટા કંપનીમાં નાણાકીય સલાહકાર તરીકે જોડાયા હતા.

→ તેમણે વર્ષ 1944માં બ્રેટોન વૂડ્સ ખાતેની આંતરરાષ્ટ્રીય નાણાકીય પરિષદમાં બિન સત્તાવાર પ્રતિનિધિ તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

→ તેઓ ટાટા ટેકસટાઇલ જુથ અને ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ જેવી ટેક્સટાઇલ કંપનીઓના ચેરમેન પણ હતા.

→ તેઓ વર્ષ 1960 સુધી ટાટા સન્સ લિમિટેડના ડાયરેક્ટર પદે રહ્યા હતા.


→ તેમણે વર્ષ 1956માં ફોરમ ઓફ ફ્રી એન્ટરપ્રાઈઝની સ્થાપના કરી હતી તેમજ વર્ષ 1959માં સ્વતંત્ર પાર્ટીની સ્થાપનામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

→ વર્ષ 1999માં ભારત સરકારે તેમની યાદમાં સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી હતી.

→ જાણીતા પત્રકાર સુચેતા દલાલે A.D. Shrof: Titan of Finance and Free Enterprise નામે તેમનું જીવન ચરિત્ર લખ્યું છે.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments