પ્રાણલાલ ખરસાણી | Pranlal Kharsani

પ્રાણલાલ દેવજીભાઈ ખરસાણી
પ્રાણલાલ ખરસાણી

ગુજરાતી ચલચિત્રોના ચાર્લી ચેપ્લિન તરીકે જાણીતા પી. ખરસાણી

→ જન્મ : 19 જૂન 1926, (અમદાવાદ)

→ પૂરું નામ : પ્રાણલાલ દેવજીભાઈ ખરસાણી

→ અવસાન : 20 મે, 2016 (અમદાવાદ)


→ રાજસ્થાનના જોધપુર પાસે આવેલ ખરસાણગઢ ગામના નામ પરથી તેમની ખરસાણી અટક પડી હતી.

→ તેઓ હરતી-ફરતી યુનિવર્સિટી તરીકે પ્રસિદ્ધ છે.

→ તેમણે કારકિર્દીની શરૂઆતમાં ચાની રેકડી પર કામ કર્યુ હતું. ત્યારબાદ તેમણે મેકઅપ મેન, સેટ ડિઝાઈનર, મંડપ ડિઝાઇનર, લાઇટ ડિઝાઇનર, દિગ્દર્શક, લેખક, નિર્માતા જેવી અનેક પ્રકારની કામગીરી બજાવી હતી.

→ તેમણે ભવાઇથી માંડીને શેરી નાટક, રેડિયો, રંગમંચ અને ફિલ્મોમાં સફળતાપૂર્વક કામ કર્યુ અને લોકોને હસાવ્યા હતાં.

→ તેમણે 6 દાયકાથી વધુની પોતાની અભિનેતા તરીકેની કારકિર્દીમાં 100થી વધુ ફિલ્મો અને ટીવી શ્રેણીઓ તથા 75થી વધુ નાટકોમાં અભિનય કર્યો હતો.

→ તેમણે ભજવેલ નાટકોમાં પત્તાની જોડ, મળેલા જીવ, માફ કરજો, આ નાટક નહીં થાય, રણછોડે રણ છોડયું, રાજાને ગમે તે રાણી, વિરાજ વહુ, જુગલ જુગારીનો સમાવેશ થાય છે.

→ તેમણે લાખો ફુલાણી, ગોરલ ગરાસણી, નારી તું નારાયણી, નર્મદાને કાંઠે, ભાથીજી મહારાજ, મેના ગુર્જરી, માડી જાયાળું મામેરુ જેવી 100થી વધારે ચલચિત્રોમાં અભિનય કર્યો હતો.

→ વર્ષ 2015માં પ્રફુલ પી ખરસાણીએ તેમના જીવન આધારિત પુસ્તક પી ખરસાણીનો વેશ લખેલ છે.



પુરસ્કાર

→ ગૌરવ પુરસ્કાર (ગુજરાત સરકાર દ્વારા અભિનય માટે - વર્ષ 1992)

→ શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ (બોમ્બે રાજ્ય સરકાર તરફથી- વર્ષ 1955 થી 1957 સુધી)

→ પંડિત ઓમકારનાથ ઠાકુર પુરસ્કાર (વર્ષ 1996)

→ નટરાજ પુરસ્કાર (મોરારીબાપુના અસ્મિતાપર્વ દરમિયાન- 2016)



→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments